2026માં Appleનું નવું હાર્ડવેર મિશન: AI ચશ્મા, પેન્ડન્ટ અને કેમેરા AirPodsની જોવાઈ રહી છે રાહ...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Apple AI Hardware: Apple હાલમાં AI આધારિત વેરેબલ્સને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વેરેબલ્સમાં સ્માર્ટ ચશ્મા, AI પેન્ડન્ટ અને કેમેરા આધારિત AirPods હોવાની ચર્ચા છે. આ ત્રણેય વેરેબલ્સ ડિવાઇસમાં કેમેરા હશે અને તેને iPhone સાથે કનેક્ટ કરી શકાશે. આ ઇન્ટિગ્રેશનની મદદથી Siri વિઝ્યુઅલ્સને સારી રીતે જોઈ શકશે અને તેને આપવામાં આવતાં ટાસ્ક તે વધુ સારી રીતે પ્રોસેસ કરીને કરી શકશે.
Metaના સ્માર્ટ ચશ્મા સાથે સ્પર્ધા
Appleના સ્માર્ટ ચશ્મા ડિસેમ્બર 2026 સુધીમાં પ્રોડક્શન માટે તૈયાર થશે એવી આશા રાખવામાં આવી રહી છે. આ ગ્લાસ Metaના સ્માર્ટ ચશ્મા સાથે સીધી સ્પર્ધા કરશે. આ ગેજેટ્સમાં સ્પીકર્સ, માઇક્રોફોન અને ફોટા તથા વીડિયો કૅપ્ચર કરવા માટે હાઇ-રિઝોલ્યુશન કેમેરા પણ હશે. એમાં એક એવો વધારાનો લેન્સ પણ હશે જેનો ઉપયોગ AI કરી કાર્યો કરશે.
યુઝર્સને વધુ સરળતા રહેશે
Appleના આવનારા સ્માર્ટ ચશ્મામાં બિલ્ટ-ઇન ડિસ્પ્લે હશે કે નહીં તે અંગે વિરોધાભાસી રિપોર્ટ સામે આવી રહ્યાં છે. આ ચશ્માની સાથે અન્ય ગેજેટ્સ દ્વારા પણ યુઝર્સ કોલ કરી શકશે, Siri સાથે વાતચીત કરી શકશે, મ્યુઝિક કન્ટ્રોલ કરી શકશે અને આસપાસની પરિસ્થિતિ આધારિત કામ પણ કરી શકશે.
આ ગેજેટ્સ તેમની સામે રહેલાં દૃશ્યમાંની વસ્તુઓ ઓળખશે અને એ વિશે માહિતી આપશે. તેમ જ જાણીતી જગ્યાઓને ઓળખીને ડિરેક્શન આપશે. તેમજ વેરેબલ્સ પહેરનાર યુઝર્સને ચોક્કસ સમયે કામ પણ યાદ અપાવશે. Apple તેમના આ ગેજેટ્સને વધુ પાવરફુલ બનાવવા માટેની કોશિશ કરી રહ્યું છે.
સ્માર્ટ ચશ્માના ફ્રેમ્સનું ઇન-હાઉસ ડેવલપમેન્ટ
Meta જે રીતે Ray-Ban અને Oakley જેવી થર્ડ-પાર્ટી કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી રહી છે એ રીતે Apple કામ કરવા નથી માગતી. Apple પોતાના સ્માર્ટ ચશ્માની ફ્રેમ્સ ઇન-હાઉસ ડેવલપ કરવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં કંપનીએ જે પ્રોટોટાઇપ્સ બનાવ્યા છે એ બેટરી પેક અને iPhone સાથે કનેક્ટ કરવા માટે કેબલનો ઉપયોગ કરે છે. જોકે ફાઇનલ વર્ઝન્સમાં સીધા ફ્રેમમાં જ એને એમ્બેડ કરવામાં આવશે.
AI આધારિત પેન્ડન્ટ અને AirPods
આ સ્માર્ટ ચશ્મા ઉપરાંત Apple એક AI પેન્ડન્ટ પર પણ કામ કરી રહ્યું છે, જેને ગળામાં ચેઇન તરીકે અથવા પિન તરીકે પહેરી શકાશે. આ ગેજેટ્સ iPhone માટે હંમેશા-ઓન કેમેરા તરીકે કાર્ય કરશે અને Siriને પ્રોમ્પ્ટ કરવા માટે માઇક્રોફોનનો પણ એમાં સમાવેશ કરવામાં આવશે.
કંપની 2026માં અપગ્રેડેડ AirPods લોન્ચ કરવાની યોજના પણ બનાવી રહી છે જેમાં લો-રિઝોલ્યુશન કેમેરા હશે. આ કેમેરા AIની મદદથી આસપાસની જગ્યાને એનાલાઇઝ કરશે અને એના આધારે કામ કરશે.









