પ્રાઇવસી પર OpenAIનો ફોકસ: ડેટા લીકને રોકવા ચેટજીપીટીમાં લોકડાઉન મોડ અને એલિવેટેડ રિસ્ક લેબલ્સ લોન્ચ...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ChatGPT Privacy Concern: OpenAIએ તેના AI ચેટબોટ ચેટજીપીટીમાં બે નવા સિક્યોરિટી ફીચર્સ રજૂ કર્યા છે. લોકડાઉન મોડ અને એલિવેટેડ રિસ્ક લેબલ્સ દ્વારા OpenAI હવે ડેટા લીકને અટકાવવાની કોશિશ કરી રહ્યું છે. OpenAIનું કહેવું છે કે આ ટૂલ્સનો હેતુ યુઝર્સને જોખમી ફીચર્સ વિશે ચેતવણી આપવાનો અને થર્ડ-પાર્ટી કનેક્શનને મર્યાદિત કરવાનો છે. આ ફીચરની મદદથી પ્રોમ્પ્ટ ઇન્જેક્શન અટેક્સ દ્વારા થતા ડેટા લીકની શક્યતાઓને ઘટાડવામાં આવશે.
પ્રોમ્પ્ટ ઇન્જેક્શન અટેક શું છે?
પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એ એક ટેકનિક છે જેમાં હેકર્સ વેબપેજ અથવા ફાઇલોમાં ખતરનાક સૂચનાઓ એમ્બેડ કરે છે. એ દ્વારા AI સિસ્ટમ ગુપ્ત માહિતી જાહેર કરી દે છે અથવા તો ન કરવાના કામ કરે છે. લાખો લોકો ચેટજીપીટી જેવા AI ચેટબોટ્સનો ઉપયોગ ડોક્યુમેન્ટ વાંચવા, વેબ બ્રાઉઝિંગ અને એપ કનેક્શન માટે કરે છે. આ માટે પ્રોમ્પ્ટ ઇન્જેક્શન જેવા હુમલાઓનો ખતરો વધુ ગંભીર બની જાય છે. OpenAIના નવા ટૂલ્સ યુઝર્સને આ જોખમોથી બચાવવા માટે બનાવવામાં આવ્યા છે.
લોકડાઉન મોડ ચેટજીપીટીના થર્ડ-પાર્ટી ઇન્ટરૅક્શન પર કન્ટ્રોલ
લોકડાઉન મોડ એક એવું ફીચર છે જેમાં ચેટજીપીટી થર્ડ-પાર્ટી સિસ્ટમ્સ સાથે કેવી રીતે ઇન્ટરૅક્ટ કરે છે એના પર કન્ટ્રોલ રાખે છે. આ મોડ જ્યારે ચાલુ કરવામાં આવે છે ત્યારે તે લાઇવ વેબ બ્રાઉઝિંગ અથવા થર્ડ-પાર્ટી સર્વિસિસ સાથે ડેટા મોકલવા/મેળવવા જેવી કેટલીક ટૂલ્સ અને કનેક્શનને મર્યાદિત કરે છે અથવા તો સંપૂર્ણ પણે બંધ કરી દે છે. આ ટૂલનો હેતુ થર્ડ-પાર્ટી ઇન્ટરૅક્શન ઓછું કરવાનો છે જેથી હેકર્સ માટે અટેક કરવાના ચાન્સ ખૂબ જ નહીંવત થઈ શકે.
લોકડાઉન મોડનો ઉપયોગ કોણે કરવો જોઈએ?
OpenAIનું કહેવું છે કે લોકડાઉન મોડ સામાન્ય યુઝર્સ માટે જરૂરી નથી. આ મુખ્યત્વે એવા લોકો માટે છે જે અત્યંત સંવેદનશીલ માહિતી સાથે કામ કરે છે. આ ફીચર એવા યુઝર્સ માટે છે જેઓ ખૂબ જ જોખમ સાથે કામ કરતાં હોય. એવા યુઝર્સમાં પત્રકારો, એક્ઝિક્યુટિવ્સ, રિસર્ચર્સ અથવા સિક્યોરિટી પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. કંપની આશા રાખે છે કે આ ફીચર આવા હાઇ-રિસ્ક યુઝર્સને તેમના ડેટા અને પ્રાઇવસી પર વધુ કન્ટ્રોલ આપશે.
વધુ પારદર્શિતા માટે એલિવેટેડ રિસ્ક લેબલ્સ
લોકડાઉન મોડ સાથે OpenAIએ ચેટજીપીટીમાં એલિવેટેડ રિસ્ક લેબલ્સ પણ રજૂ કર્યું છે. આ લેબલ્સ એવા ટૂલ્સ અથવા ફીચર્સની બાજુમાં દેખાશે જે વધુ થર્ડ-પાર્ટી કન્ટેન્ટ અથવા સિસ્ટમ્સ સાથે જોડાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ ફીચર થર્ડ-પાર્ટી કન્ટેન્ટ સાથે કનેક્ટ થાય અથવા સિસ્ટમ ઍક્સેસ વધારે આપે તો ચેટજીપીટી એ વિશે યુઝર્સને સ્પષ્ટ ચેતવણી આપશે. આ રીતે યુઝર્સ નક્કી કરી શકશે કે સાવચેતીપૂર્વક આગળ વધવું અને પ્રાઇવસીને જાળવી રાખવી.









