Astro

વાંચો તમારું 22 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
22 Nov 20262 mins read
TukuTouch Logo
આજનું રાશિફળ દર્શાવે છે કે, મેષ રાશિના જાતકો કાર્યમાં વ્યસ્ત રહેશે અને ખર્ચ થશે. વૃષભ રાશિને કામમાં અડચણો નડશે. મિથુન રાશિને ધંધામાં લાભ અને પ્રશંસા મળશે. કર્ક રાશિના જાતકો પરિવાર અને મિત્રોના કામમાં વ્યસ્ત રહેશે. સિંહ રાશિના જાતકો જૂના મિત્રોને મળશે અને યાત્રાનો યોગ છે. કન્યા રાશિને વાયરલ બીમારીથી સાચવવું પડશે. તુલા રાશિના જાતકોને સંસ્થાકીય કામમાં સહકાર મળશે. વૃશ્ચિક રાશિના જાતકોને હરીફોથી મુશ્કેલી થશે. ધન રાશિના અટકેલા કામ પૂરા થશે. મકર રાશિને પ્રતિકૂળતા અને તબિયતની ચિંતા રહેશે. કુંભ રાશિના જાતકો પાડોશી અને ભાઈ-બહેનના કામમાં વ્યસ્ત રહેશે. મીન રાશિના જાતકોને ધંધામાં લાભ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 22 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન- મુલાકાત થવાથી આનંદ રહે. ખર્ચ જણાય.
વૃષભ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ- ઉદ્વેગ અનુભવો.
મિથુન : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય આપના કામની કદર પ્રશંસા થવાથી આનંદ રહે.
કર્ક : આપના કાર્યની સાથે ઘર- પરિવાર, સગા- સંબંધી વર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો. ખાણીપીણીના ધંધામાં ધ્યાન રાખવું.
સિંહ : જૂના સ્વજન-સ્નેહી, મિત્રવર્ગની મુલાકાતથી આનંદ અનુભવો. યાત્રા- પ્રવાસનું આયોજન થાય. ભાઈભાંડુનો સહકાર મળી રહે.
કન્યા : આપે સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. શરદી, સળેખમ- ખાંસીની તકલીફ જણાય, કૌટુંબિક પ્રશ્ને ચિંતા - ઉચાટ રહે.
તુલા : સંસ્થાકીય કામ અંગે, જાહેર ક્ષેત્રના કામ અંગે આપે વ્યસ્ત રહેવાનું બને. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે
વૃશ્ચિક : આપના કામમાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય સાસરી પક્ષ-મોસાળપક્ષના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે.
ધન : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે- ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને આપની ચિંતા ઓછી થાય.
મકર : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ઘર- પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહી. તબિયતની કાળજી રાખવી પડે.
કુંભ : અડોશ પડોશના કામમાં, ભાઈભાંડુના કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. મિલન- મુલાકાત થઈ શકે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મીન : આપના કામની સાથે કૌટુંબિક- પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવતા રાહત જણાય. ધંધામાં લાભ થાય.

  • અગ્નિદત્ત પદમનાભ