Science & Technology

Apple iPhones પર દર્શાવી રહ્યું છે સતત જાહેરાતો: સેટિંગ્સ એપમાં પ્રમોશનથી યુઝર્સ ભારે નારાજ, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો રોષ

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
Apple દ્વારા iPhoneની સેટિંગ્સ એપમાં જાહેરાતો દર્શાવવાના નિર્ણયથી યુઝર્સમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ જાહેરાતો iCloud+, Apple Music અને Apple TV જેવી સેવાઓનો પ્રચાર કરે છે. યુઝર્સ Reddit સહિતના સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ જાહેરાતો તરત હટાવી શકાતી નથી, જે ગ્રાહકોને વધુ અકળાવે છે. નવા iPhone મોડેલ્સના લોન્ચિંગ બાદ આ વિરોધ વધુ તીવ્ર બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Apple iPhones પર દર્શાવી રહ્યું છે સતત જાહેરાતો: સેટિંગ્સ એપમાં પ્રમોશનથી યુઝર્સ ભારે નારાજ, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો રોષ

Apple Faces User Backlash Over In-App iPhone Advertisements: ટેક જાયન્ટ Apple દ્વારા પોતાની ઓપરેટિંગ સિસ્ટમમાં જાહેરાતો દર્શાવવાના તાજેતરના પગલાથી આઈફોન યુઝર્સમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ જાહેરાતો મુખ્યત્વે iOSની સેટિંગ્સ એપની અંદર પ્રદર્શિત થઈ રહી છે. આ પ્રમોશન્સમાં પેઇડ iCloud+ સ્ટોરેજ, Apple Music અને Apple TV જેવી સેવાઓ માટે ફ્રી ટ્રાયલ્સ તેમજ AppleCare+ એક્સટેન્ડેડ વોરંટી જેવી પ્રીમિયમ સર્વિસીસનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ નવી સિસ્ટમથી નારાજ થયેલા યુઝર્સે Reddit સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોતાની નારાજગી ઠાલવી છે.

સ્ક્રીનની ટોચ પર દેખાતી એડ્સથી ગ્રાહકો પરેશાન

આ જાહેરાતો આઈફોન ડિસ્પ્લેમાં સૌથી ઉપરના ભાગે દેખાય છે, જે એપલની વિવિધ સેવાઓને પ્રોમોટ કરે છે. યુઝર્સ માટે સૌથી વધુ અકળાવનારી બાબત એ છે કે આ પ્રમોશન્સને તરત હટાવી શકાતા નથી; તેને દૂર કરવા માટે કાં તો તેની ઓફરની મુદત પૂરી થવાની રાહ જોવી પડે છે અથવા તો પ્રમોટ કરવામાં આવેલી પેઇડ સર્વિસ ખરીદવી પડે છે.

યુઝર્સે કરી માઇક્રોસોફ્ટ સાથે સરખામણી

એપલની આ જાહેરાત રણનીતિ સામે જાહેર પ્રતિક્રિયાઓ અત્યંત નકારાત્મક રહી છે. એક યુઝરે આ પરિસ્થિતિની સરખામણી માઇક્રોસોફ્ટના વિવાદાસ્પદ સ્ટાર્ટ મેનુ એડ્સ સાથે કરતાં લખ્યું કે, "કાશ Apple આ બકવાસ બંધ કરી દે." તાજેતરમાં બજારમાં ઉતારવામાં આવેલા નવા આઈફોન મોડલ્સના લોન્ચિંગ બાદ આ વિરોધ વધુ તીવ્ર બન્યો છે અને ઇન્ટરનેટ પર નારાજગી દર્શાવતી પોસ્ટ્સનું મોજું ફરી વળ્યું છે.

બિઝનેસ સ્ટ્રેટેજી કે સોફ્ટવેર બગ?

સ્માર્ટફોન હાર્ડવેર માર્કેટમાં ગ્રોથની સીમિત તકો વચ્ચે iCloud+, Apple Music, Apple TV અને AppleCare+ જેવી સબ્સ્ક્રિપ્શન સર્વિસીસ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ એપલની વ્યાપારી રણનીતિનો એક હિસ્સો છે. જોકે, કેટલીક જાહેરાતો સોફ્ટવેર બગના કારણે પણ દેખાઈ રહી હોવાનું મનાય છે.

ઉદાહરણ તરીકે, જે વપરાશકર્તાઓએ પહેલેથી જ iCloud+નું સબ્સ્ક્રિપ્શન ખરીદી રાખ્યું છે, તેમની સેટિંગ્સમાં પણ iCloud+ની જાહેરાતો જોવા મળી રહી છે. આ જાહેરાતો સિસ્ટમની તકનીકી ખામી છે કે કંપનીની યોજનાબદ્ધ કમાણીની વ્યૂહરચના, તે હજુ સ્પષ્ટ થવાનું બાકી છે.