Science & Technology

જે આઈડિયા પર કોઈને ભરોસો નહોતો, તેનાથી ઊભી કરી રૂ.39,000 કરોડની AI કંપની! 100 વખત મળ્યું હતું રિજેક્શન

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
વિક્ટર રિપરબેલીએ 2017માં લંડનથી 'સિન્થેશિયા' કંપની શરૂ કરી. 100 રોકાણકારોએ "ભવિષ્ય વગરનો" કહીને ટેક્સ્ટમાંથી AI વીડિયો બનાવવાનો વિચાર ફગાવ્યો હતો. જોકે, વિક્ટરની દ્રઢતાથી આજે તેમની કંપની $4 billionનું સામ્રાજ્ય બની છે. કોર્પોરેટ ટ્રેનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને, સિન્થેશિયા કેમેરા વગર પ્રોફેશનલ વીડિયો બનાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જે આઈડિયા પર કોઈને ભરોસો નહોતો, તેનાથી ઊભી કરી રૂ.39,000 કરોડની AI કંપની! 100 વખત મળ્યું હતું રિજેક્શન

Synthesia Victor Riparbelli Success Story: ટેકનોલોજીની દુનિયામાં જ્યારે જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કે ચેટજીપીટી (ChatGPT)નું કોઈ અસ્તિત્વ નહોતું, ત્યારે કેમેરા, એક્ટર કે શૂટિંગ સેટઅપ વગર માત્ર ટેક્સ્ટમાંથી રિયાલિસ્ટિક AI વીડિયો બનાવવાનો વિચાર લોકોને અજીબ લાગતો હતો. 100થી વધુ ઈન્વેસ્ટર્સે આ આઈડિયાને "ભવિષ્ય વગરનો" કહીને ફગાવી દીધો હતો. જોકે 'સિન્થેશિયા'ના સહ-સ્થાપક અને સીઈઓ વિક્ટર રિપરબેલીએ પોતાની જિદ્દ અને વિઝન પર ભરોસો રાખ્યો અને આજે પોતાની કંપનીને $4 billion (અંદાજે ₹39,000 crore)ના સામ્રાજ્યમાં ફેરવીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે.

2017માં લંડનથી શરૂ થઈ ક્રાંતિકારી સફર

વિક્ટર રિપરબેલીએ વર્ષ 2017માં લંડન ખાતે 'સિન્થેશિયા' કંપનીની સ્થાપના કરી હતી. ફંડ એકત્ર કરતી વખતે 100થી વધુ રોકાણકારોએ તેમને રિજેક્ટ કરતાં કહ્યું હતું કે આ ટેકનોલોજી સમય કરતાં ઘણી આગળ છે અને તેનો કોઈ મોટો ગ્રાહક વર્ગ નથી. વિક્ટરનું માનવું હતું કે ક્રાંતિકારી વિચારો શરૂઆતમાં લોકોને અજીબ અને અશક્ય લાગે છે, પરંતુ જે સફળ થાય છે તે આખી ઈન્ડસ્ટ્રીનું ચિત્ર બદલી નાખે છે.

એક નિર્ણય અને બદલાઈ ગઈ કંપનીની કિસ્મત

શરૂઆતમાં કંપનીને સમજાયું કે આ AI વીડિયો કન્ટેન્ટનો અસલી ઉપયોગ એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રમાં નહીં, પરંતુ કોર્પોરેટ સેક્ટરમાં છે. સિન્થેશિયાએ પોતાનું ધ્યાન એન્ટરપ્રાઈઝ કંપનીઓની ટ્રેનિંગ, એમ્પ્લોય ઓનબોર્ડિંગ અને ઈન્ટરનલ કમ્યુનિકેશન માટે વીડિયો બનાવવા પર કેન્દ્રિત કર્યું. આ એક વ્યૂહાત્મક નિર્ણયથી કંપનીનું નસીબ બદલાઈ ગયું. આજે સિન્થેશિયા કોઈ પણ કેમેરા, એક્ટર કે પ્રોડક્શન ક્રૂ વગર માત્ર AI અવતાર દ્વારા પ્રોફેશનલ વીડિયો બનાવવાની સુવિધા આપે છે.

$4 બિલિયનનું વેલ્યુએશન અને કર્મચારીઓને ફાયદો

તાજેતરમાં યોજાયેલા ફંડિંગ રાઉન્ડ બાદ સિન્થેશિયાનું વેલ્યુએશન $4 billion (અંદાજે ₹39,000 crore) પર પહોંચી ગયું છે, જેની સાથે જ તે યુરોપની સૌથી અગ્રણી AI કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે.

આ ફંડિંગ રાઉન્ડમાં સેકન્ડરી શેર સેલનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો, જેનાથી કંપનીના પ્રારંભિક રોકાણકારો અને કર્મચારીઓને મોટો નફો કમાવવાની તક મળી છે. 100થી વધુ રિજેક્શનથી શરૂ થયેલી $4 બિલિયનની આ સફર સાબિત કરે છે કે દ્રઢ સંકલ્પ અને સ્પષ્ટ વિઝન સામે ગમે તેવા પડકારો પણ નમી જાય છે.