Science & Technology

દસ વર્ષ પહેલાં Fire Phoneની નિષ્ફળતા બાદ સ્માર્ટફોનમાં કમબેક કરવાની Amazon યોજના, જાણો વિગત…

By GS Team
1 Apr 20264 mins read
TukuTouch Logo
2014માં Amazon દ્વારા પોતાનો પહેલો સ્માર્ટફોન રજૂ કરવામાં આવ્યો હતો. એમાં Apple અને Samsungને ટક્કર આપવાની આશા રાખવામાં આવી હતી. Fire Phoneની દેખરેખ સીધા Amazonના ફાઉન્ડર Jeff Bezos દ્વારા કરવામાં આવી હતી. જોકે એમ છતાં માત્ર એક વર્ષથી થોડા વધુ સમયમાં જ બંધ કરી દેવામાં આવ્યો હતો, અને તે Amazonની સૌથી મોટી નિષ્ફળતાઓમાંની એક ગણવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દસ વર્ષ પહેલાં Fire Phoneની નિષ્ફળતા બાદ સ્માર્ટફોનમાં કમબેક કરવાની Amazon યોજના, જાણો વિગત…

Amazon Smart Phone: 2014માં Amazon દ્વારા પોતાનો પહેલો સ્માર્ટફોન રજૂ કરવામાં આવ્યો હતો. એમાં Apple અને Samsungને ટક્કર આપવાની આશા રાખવામાં આવી હતી. Fire Phoneની દેખરેખ સીધા Amazonના ફાઉન્ડર Jeff Bezos દ્વારા કરવામાં આવી હતી. જોકે એમ છતાં માત્ર એક વર્ષથી થોડા વધુ સમયમાં જ બંધ કરી દેવામાં આવ્યો હતો, અને તે Amazonની સૌથી મોટી નિષ્ફળતાઓમાંની એક ગણવામાં આવે છે.

ફરીથી નવો ફોન લાવવાની તૈયારીમાં Amazon

આ નવી પહેલને કંપનીમાં એક “Transformer” તરીકે ઓળખવામાં આવે છે અને તે કંપનીના devices and services યુનિટમાં વિકસાવવામાં આવી રહી છે. આ મોબાઇલ સાથે પરિચિત ચાર લોકો દ્વારા આ વિશે જણાવવામાં આવ્યું છે. આ ફોનને એક પર્સનલાઈઝ્ડ મોબાઇલ ડિવાઇસ તરીકે જોવામાં આવી રહ્યો છે, જે ઘરેલુ વોઇસ આસિસ્ટન્ટ Alexa સાથે સિંક થઈ શકે અને દિવસભર Amazon ગ્રાહકો સાથે કનેક્ટ થઈ શકે છે.

આ પહેલ Jeff Bezosના લાંબા સમયથી ચાલી રહેલા વિઝનનો એક ભાગ છે, જેમાં “Star Trek” જેવી સાયન્સ ફિક્શન સિરીઝમાં દર્શાવવામાં આવેલા વોઇસ-ડ્રિવન કમ્પ્યુટિંગ આસિસ્ટન્ટ જેવી ટેક્નોલોજી બનાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવી રહ્યો છે. Jeff Bezosએ એવો સ્માર્ટફોનની કલ્પના કરી છે જેમાં શોપિંગ મુખ્ય કેન્દ્રમાં હોય અને Prime મેમ્બરશિપ દ્વારા ડિલિવરી સુવિધા અને ડિસ્કાઉન્ટ આપી Appleને ટક્કર આપી શકાય. આ પ્રક્રિયામાં Amazonને મોબાઇલ ફોન દ્વારા યુઝર્સ વિશે નવી માહિતી મળશે, જેમાં ખરીદીનો ઇતિહાસ અને કન્ટેન્ટ પસંદગીનો પણ સમાવેશ થાય છે.

Amazonના આ નવા સ્માર્ટફોન પ્રોજેક્ટ વિશે અગાઉ કોઈ અહેવાલ આવ્યો નહોતો. આ ફોનની કિંમત અથવા પ્રોજેક્ટમાં કરવામાં આવેલા ઇન્વેસ્ટમેન્ટ વિશે ચોક્કસ માહિતી મેળવી શકાઈ નથી. Transformer પ્રોજેક્ટનો સમયગાળો પણ સ્પષ્ટ નથી. બની શકે કે કંપનીની સ્ટ્રેટેજીમાં ફેરફાર અથવા આર્થિક કારણોસર તેને રદ પણ કરવામાં આવી શકે છે. Amazonના પ્રવક્તાએ આ મુદ્દે કમેન્ટ કરવા માટે ઈનકાર કર્યો હતો. શુક્રવારે કંપનીના શેર 1.6% ઘટીને $205.37 પર આવ્યા અને આ વર્ષે કુલ 9.3% ઘટ્યા છે. આ નવા ફોનમાં પર્સનલાઈઝેશન ફીચર્સ દ્વારા Amazon.com પરથી ખરીદી, Prime Video જોવું, Prime Music સાંભળવું અથવા Grubhub જેવા પાર્ટનર્સ પાસેથી ફૂડ ઓર્ડર કરવું વધુ સરળ બનશે.

Transformer પ્રોજેક્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આથી ટ્રેડિશનલ એપ સ્ટોર્સની જરૂરિયાત ઘટી શકે છે, કારણ કે એપ્સ ડાઉનલોડ અને રજીસ્ટર કરવાની જરૂર નહીં રહે. Alexa આ ફોનમાં મુખ્ય ફીચર હશે, પરંતુ તે જરૂરી નથી કે તે મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ બને. AI આધારિત હાર્ડવેર ક્ષેત્રમાં અગાઉ Humane AI Pin અને Rabbit R1 જેવા પ્રોડક્ટ્સ નિષ્ફળ રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય લોગિન વગર AI ઉપયોગ શક્ય બનાવવાનો હતો. એમ છતાં, અન્ય કંપનીઓ AI આધારિત નવા ડિવાઇસિસ પર કામ કરી રહી છે. OpenAI, Apple, Google અને Meta જેવી કંપનીઓ સ્માર્ટ ગ્લાસ, વોચ અને હેડફોન જેવા ડિવાઇસ વિકસાવી રહી છે.

International Data Corporationના વાઇસ પ્રેસિડન્ટ ઓફ ડેટા એન્ડ એનાલિટિક્સ Francisco Jeronimo કહે છે, ’Amazon માટે આ એક નવી તક છે, કારણ કે કંપની પાસે કોમર્સ, કન્ટેન્ટ, ક્લાઉડ અને Alexa જેવી મજબૂત AI સિસ્ટમ છે.’ જોકે તેમણે ચેતવણી આપી કે આ નવી તકની વિન્ડો ખૂબ નાની છે કારણ કે તમામ મોટી કંપનીઓ એક જ દિશામાં આગળ વધી રહી છે.

Amazonનું AWS ક્લાઉડ ક્ષેત્રમાં આગેવાન છે, પરંતુ AI એપ્લિકેશનમાં તે પાછળ રહ્યું છે. Alexaને 2025માં ફરી લોન્ચ કરવામાં આવ્યું હતું અને Amazonના ભવિષ્ય માટે એને ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ફોન પણ યુઝર્સમાં AIનો ઉપયોગ વધારવાનો એક પ્રયાસ છે.

Fire Phoneની નિષ્ફળતા

2014માં Amazonના સ્માર્ટફોનમાં કેમેરા આધારિત શોપિંગ ટૂલ જેવી સુવિધાઓ હતી, જે પ્રોડક્ટ ઓળખીને Amazon પર કાર્ટમાં ખરીદી માટે એડ કરતી હતી. જોકે Fire OSમાં લોકપ્રિય એપ્સનો અભાવ હતો અને 3D ડિસ્પ્લે સિસ્ટમ વધુ બેટરીનો ઉપયોગ કરતી હતી. Amazonએ Primeનું એક વર્ષ ફ્રી આપ્યું છતાં ફોન વેચાણમાં નિષ્ફળ રહ્યો હતો. એની કિંમત $649થી ઘટાડીને $159 કરી અને 14 મહિનામાં પ્રોજેક્ટ બંધ કરી દીધો હતો. આ પ્રોજેક્ટમાં $170 મિલિયનનું નુકસાન થયું હતું. Apple અને Samsung હાલમાં વૈશ્વિક માર્કેટમાં લગભગ 40% હિસ્સો ધરાવે છે. IDC અનુસાર 2026માં સ્માર્ટફોન વેચાણમાં 13%નો ઘટાડો થવાની શક્યતા છે.

આ પણ વાંચો: AI સાથે ખાનગી વાતો શેર કરતાં પહેલા ચેતજો! Perplexityએ યુઝર્સ ડેટા મેટા-ગૂગલને વેચ્યો હોવાનો આરોપ

ZeroOne પ્રોજેક્ટ અને ભવિષ્ય

આ પ્રોજેક્ટ Amazonના ZeroOne યુનિટ દ્વારા સંચાલિત છે. આ યુનિટ ‘બ્રેકથ્રૂ’ ગેજેટ્સ બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. આ ટીમનું નેતૃત્વ Microsoftના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ J Allard કરે છે. Amazonના ડિવાઇસ હેડ Panos Panay આ ડિપાર્ટમેન્ટને નફાકારક બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ફોન હજુ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. કંપની ટ્રેડિશનલ સ્માર્ટફોન અને “ડમ્બફોન” બંને વિકલ્પો પર વિચાર કરી રહી છે. ડમ્બફોન દ્વારા યુઝર્સના સ્ક્રીન ટાઇમને ઘટાડી શકાય છે. એને Light Phone જેવી મિનિમલિસ્ટ ડિવાઇસ તરીકે પણ ઓળખી શકાય છે જેમાં કેમેરા, મેપ્સ, કેલેન્ડર જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હોય, નહીં કે વધારાના ફીચર્સ. Counterpoint Research મુજબ 2025માં આવા ફોનનો હિસ્સો 15% રહ્યો હતો. આ પ્રકારના ફોનનો ઉપયોગ ઓફિસમાં કામ કરનાર પ્રોફેશનલ્સ દ્વારા અને વૃદ્ધ માતા-પિતા દ્વારા કરવામાં આવે છે, જેમાં વધુ ફીચર્સની જરૂર નહીં હોય, ફક્ત જરૂરી ફીચર્સ હોય છે.