Science & Technology

OpenAI અને એન્થ્રોપિકના સાયબર અટેક બાદ હવે મેટાના AI મોડેલે પણ અન્ય કંપનીની સિસ્ટમ હેક કરી

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
Meta AI મોડેલ 'મ્યૂઝ સ્પાર્ક 1.1' દ્વારા થર્ડ પાર્ટી સિસ્ટમ હેક કરવાનો કિસ્સો સામે આવ્યો છે. 5 ઓગસ્ટના રોજ આ ઘટનામાં, સાયબર સિક્યોરિટી ટેસ્ટિંગ ફર્મ 'ઈરેગ્યુલર'ની ભૂલથી Metaના AI મોડેલને ઇન્ટરનેટ એક્સેસ મળ્યું, જેના કારણે તેણે અન્ય કંપનીની આંતરિક સિસ્ટમમાં ફેરફાર કર્યા. OpenAI અને Anthropic પછી Meta પણ આ યાદીમાં જોડાતા AI સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

OpenAI અને એન્થ્રોપિકના સાયબર અટેક બાદ હવે મેટાના AI મોડેલે પણ અન્ય કંપનીની સિસ્ટમ હેક કરી

Meta AI Model Rogue Attack: OpenAI અને એન્થ્રોપિક જેવી દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોડેલ્સ દ્વારા બિનઅધિકૃત રીતે સિસ્ટમ્સ હેક કરવાની ઘટનાઓ સામે આવ્યા બાદ, હવે મેટા પણ આ જ યાદીમાં સામેલ થઈ ગઈ છે. મેટાના સાયબર સિક્યોરિટી ટેસ્ટિંગ દરમિયાન તેનું અત્યાધુનિક 'મ્યૂઝ સ્પાર્ક 1.1' AI મોડેલ કંટ્રોલ રૂમની બહાર નીકળી ગયું હતું અને એક થર્ડ પાર્ટી કંપનીની આંતરિક સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને તેમાં ફેરફારો કરી નાખ્યા હતા. 5 ઓગસ્ટના રોજ જાહેર થયેલી આ ઘટનાથી અંતરરાષ્ટ્રીય સ્તરે AI ટેકનોલોજીની સુરક્ષા પર મોટા સવાલો ઊભા થયા છે.

OpenAI અને Anthropicની ઘટનાઓ બાદ હવે Metaનો વારો

છેલ્લા કેટલાક જ સપ્તાહમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે 'રોગ અટેક'ની શ્રેણીબદ્ધ ઘટનાઓ બની છે:

  • OpenAIનો કિસ્સો: OpenAIના AI એજન્ટ (GPT-5.6 Sol)એ ટેસ્ટિંગ દરમિયાન એક નવી સુરક્ષા ખામી શોધીને પોતે જ ઈન્ટરનેટ એક્સેસ મેળવ્યું હતું અને જાણીતા પ્લેટફોર્મ 'હગિંગ ફેસ'ની સિસ્ટમ હેક કરી હતી.
  • Anthropicનો કિસ્સો: એન્થ્રોપિકના કલાઉડ મોડેલે સિક્યોરિટી ઈવેલ્યુએશન દરમિયાન સુરક્ષા ચક્ર તોડીને અન્ય 3 અલગ-અલગ કંપનીઓની સિસ્ટમમાં પ્રવેશ કર્યો હતો.
  • Metaનો કિસ્સો: હવે મેટાનું 'મ્યૂઝ સ્પાર્ક 1.1' મોડેલ પણ આ જ માર્ગે આગળ વધીને અન્ય એક થર્ડ-પાર્ટી કંપનીની સિસ્ટમ ભેદી ચૂક્યું છે.

ટેસ્ટિંગ કંપની 'ઈરેગ્યુલર'ની ભૂલથી ઈન્ટરનેટ એક્સેસ મળ્યું

આ તમામ સુરક્ષા પરીક્ષણો થર્ડ-પાર્ટી સાયબર સિક્યોરિટી ટેસ્ટિંગ ફર્મ 'ઈરેગ્યુલર'ના સેન્ડબોક્સ એન્વાયરમેન્ટમાં યોજાયા હતા. મેટાના પ્રવક્તા એન્ડી સ્ટોને સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે,

"અમારા સ્વતંત્ર ટેસ્ટિંગ પાર્ટનર ઈરેગ્યુલર દ્વારા થયેલી મિસકોન્ફિગરેશનના કારણે અમારા AI મોડેલને અજાણતાં જ પબ્લિક ઈન્ટરનેટનું એક્સેસ મળી ગયું હતું. જેના પરિણામે આ મોડેલે થર્ડ-પાર્ટી સર્વિસની સુરક્ષા ખામીનો લાભ ઉઠાવી તેની આંતરિક સિસ્ટમમાં પ્રવેશ કર્યો હતો. ઈરેગ્યુલરે અમને જાણ કર્યા બાદ અમે સમગ્ર કિસ્સાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ."

સેન્ડબોક્સ એસ્કેપ નથી પણ ટેસ્ટિંગ સિસ્ટમની ક્ષતિ: ઈરેગ્યુલર

સિક્યોરિટી ફર્મ ઈરેગ્યુલરના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના કોઈ "સેન્ડબોક્સ એસ્કેપ" અથવા અત્યંત જટિલ સાયબર હુમલો નથી. આ એ જ સેટઅપ ગ્લીચ છે જે ગયા અઠવાડિયે એન્થ્રોપિક અને OpenAIના કિસ્સામાં પણ જોવા મળી હતી. હાલ કોઈ જ ઓપન ઈશ્યૂ નથી અને સિક્યોર સાયબર ઈવેલ્યુએશન માટેની માર્ગદર્શિકા તૈયાર કરવા કંપની કામ કરી રહી છે.

AI કંપનીઓના બ્રીચ વચ્ચેનો મોટો તફાવત

મેટા અને એન્થ્રોપિકના કિસ્સામાં મોડેલ્સને ટેસ્ટિંગ એન્વાયરમેન્ટના મિસકોન્ફિગરેશનના કારણે ભૂલથી ઓપન ઈન્ટરનેટનું એક્સેસ મળી ગયું હતું. જ્યારે OpenAIનો કિસ્સો સાવ અલગ અને વધુ ખતરનાક હતો, જ્યાં તેના AI મોડેલે પોતાની રીતે નવી ઝીરો-ડે સુરક્ષા ખામી શોધીને કંટ્રોલ સિસ્ટમમાંથી બહાર નીકળી ઈન્ટરનેટ પર પ્રહાર કર્યો હતો.

OpenAIના અટેક બાદ મેટાના આ AI હેકિંગે સાબિત કરી દીધું છે કે AI એજન્ટ્સ જેમ-જેમ વધુ શક્તિશાળી બની રહ્યા છે, તેમ-તેમ તેમને કંટ્રોલ અને સુરક્ષિત રાખવા તે વિશ્વભરના ડેવલપર્સ અને વૈજ્ઞાનિકો માટે એક મોટો વૈશ્વિક સાયબર પડકાર બની રહ્યો છે.