Science & Technology

પિક્સેલ બાદ હવે તમામ એન્ડ્રોઇડ યુઝર્સ આઇફોન સાથે શેર કરી શકશે ફાઇલ: ગૂગલ પૂરજોશમાં કામ કરી રહ્યું છે આ ફીચર પર

By GS Team
6 Feb 20262 mins read
TukuTouch Logo
એન્ડ્રોઇડ ફોન અને આઇફોન વચ્ચે ફાઇલ શેરિંગની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે ગૂગલ પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે. ગયા વર્ષે ગૂગલે એક ફીચર રજૂ કર્યું હતું જે એન્ડ્રોઇડ ફોનમાંથી સીધું એપલના આઇફોન, આઇપેડ અને મેકમાં ફાઇલ શેરિંગ કરતું હતું. જોકે આ ફીચર ફક્ત Pixel 10 સિરીઝના યુઝર્સ માટે ઉપલબ્ધ હતું. ગૂગલના એન્ડ્રોઇડ પ્લેટફોર્મના હેડ ઑફ એન્જિનિયરિંગ એરિકે જાહેરાત કરી છે કે 2026 સુધી આ સુવિધા Pixel સિવાયના અન્ય ડિવાઇસ પર પણ ઉપલબ્ધ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પિક્સેલ બાદ હવે તમામ એન્ડ્રોઇડ યુઝર્સ આઇફોન સાથે શેર કરી શકશે ફાઇલ: ગૂગલ પૂરજોશમાં કામ કરી રહ્યું છે આ ફીચર પર

Android and Apple Data Sharing: એન્ડ્રોઇડ ફોન અને આઇફોન વચ્ચે ફાઇલ શેરિંગની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે ગૂગલ પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે. ગયા વર્ષે ગૂગલે એક ફીચર રજૂ કર્યું હતું જે એન્ડ્રોઇડ ફોનમાંથી સીધું એપલના આઇફોન, આઇપેડ અને મેકમાં ફાઇલ શેરિંગ કરતું હતું. જોકે આ ફીચર ફક્ત Pixel 10 સિરીઝના યુઝર્સ માટે ઉપલબ્ધ હતું. ગૂગલના એન્ડ્રોઇડ પ્લેટફોર્મના હેડ ઑફ એન્જિનિયરિંગ એરિકે જાહેરાત કરી છે કે 2026 સુધી આ સુવિધા Pixel સિવાયના અન્ય ડિવાઇસ પર પણ ઉપલબ્ધ થશે.

એપલ ડિવાઇસ સાથેની ટેસ્ટિંગ

એરિકે ખાતરી આપી છે કે ગૂગલ દ્વારા એપલના આઇફોન, આઇપેડ અને મેકબૂક સાથે આ ફાઇલ-શેરિંગ સિસ્ટમનું ટેસ્ટિંગ કર્યું છે. ગૂગલ હવે અન્ય ટેક ફર્મ્સ સાથે મળીને તેને આગળ વધારી રહી છે. ગૂગલની ક્વિક શેર એપને પ્લે સ્ટોર દ્વારા અપડેટ કરી શકાય એવી સ્વતંત્ર એપ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલું ભર્યા બાદ ગૂગલ હવે આ ફીચરને ફક્ત પિક્સેલ ફોન સુધી મર્યાદિત રાખવા નથી માગતું.

નથિંગ અને ક્વાલકોમની પાર્ટનરશિપ

ગૂગલ દ્વારા કોઈ ચોક્કસ બ્રાન્ડનું નામ જાહેર કરવામાં નથી આવ્યું. જોકે કેટલાંક રિપોર્ટ અનુસાર અન્ય કંપનીઓ પણ આ ટેસ્ટિંગમાં જોડાઈ રહી છે. નથિંગએ જાહેરમાં ખાતરી આપી છે કે તે પોતાના ફોનમાં આ ફીચર લાવવા માટે કામ કરી રહી છે. ચિપ બનાવનાર કંપની ક્વાલકોમે પણ સંકેત આપ્યો છે કે સ્નેપડ્રેગન ચિપ ધરાવતા ડિવાઇસમાં ભવિષ્યમાં આ ફાઇલ-શેરિંગ ફીચરનો ઉપયોગ કરી શકાય છે. આ પગલું એપલની ઇકોસિસ્ટમમાં યુઝર્સને બાંધી રાખતી સૌથી મોટી અડચણ તોડી શકે છે.

એન્ડ્રોઇડ-આઇફોન વચ્ચેનું અંતર દૂર થશે

ગૂગલનું આ પગલું એન્ડ્રોઇડ અને આઇફોન યુઝર્સ વચ્ચેનો મોટો અંતર દૂર કરી શકે છે. એપલનું લાંબા સમયથી ચાલતું એરડ્રોપ ફીચર ફોટા, વીડિયો અને ફાઇલ શેરિંગને સરળ બનાવે છે. એન્ડ્રોઇડ યુઝર્સને એ જ કામ માટે થર્ડ-પાર્ટી એપ્સ અથવા તો અન્ય રીતો પર આધાર રાખવો પડતો હતો. ગૂગલનું આવનારું ફીચર હવે આ અંતર આખરે દૂર કરી રહ્યું છે.

આ પણ વાંચો: 2027માં ગગનયાન અને 2028 સુધી અંતરિક્ષયાત્રીને ચંદ્રયાન મિશન પર મોકલવામાં આવશે: ISROના ચીફ વી. નારાયણન

બે પ્લેટફોર્મ વચ્ચે ડેટાની સરળ આપ-લે

આઇફોનમાંથી એન્ડ્રોઇડમાં આવનાર યુઝર્સ માટે પણ આ પ્રોસેસ સરળ રહે એ માટે ગૂગલ ખૂબ જ જોરશોરથી કામ કરી રહ્યું છે. જૂના ફોનમાંથી ડેટા ટ્રાન્સફર કરવા માટે ગૂગલ વધુ સારા ટૂલ્સ બનાવવા પર ધ્યાન આપી રહી છે. ગૂગલ એવું સોફ્ટવેર બનાવી રહી છે જેનાથી યુઝરને એવો અહેસાસ ન થાય કે તેઓ નવો ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે. તેમની પાસે તેમના તમામ ડેટા હોય એના પર ગૂગલ હાલમાં ધ્યાન આપી રહી છે. ડિસેમ્બરમાં ગૂગલ અને એપલે તેમના પ્લેટફોર્મ વચ્ચે ડેટા ટ્રાન્સફરને સરળ બનાવવા માટેની જાહેરાત કરી હતી.