Science & Technology

iPhone યુઝર્સની સંમતિ વિના 'Faceprints' એકત્ર કરવાનો આરોપ: Apple સામે 3.10 લાખ કરોડનો ક્લાસ-એક્શન મુકદ્દમો દાખલ

By GS Team
4 Aug 20263 mins read
TukuTouch Logo
Apple સામે અમેરિકાના Illinois રાજ્યમાં 3.10 લાખ કરોડ રૂપિયાનો ક્લાસ-એક્શન મુકદ્દમો દાખલ થયો છે. iPhoneની Photos એપ પર યુઝર્સની મંજૂરી વિના બાયોમેટ્રિક ડેટા એકત્ર કરવાનો ગંભીર આરોપ છે. આ કેસ Illinoisના 6.5 million ગ્રાહકો વતી થયો છે. જો Apple કેસ હારશે તો મોટું વળતર ચૂકવવું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

iPhone યુઝર્સની સંમતિ વિના 'Faceprints' એકત્ર કરવાનો આરોપ: Apple સામે 3.10 લાખ કરોડનો ક્લાસ-એક્શન મુકદ્દમો દાખલ

Apple Faces Massive Biometric Lawsuit: વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની Apple એક વિશાળ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકાના Illinois રાજ્યમાં Apple સામે $32.5 billion એટલે કે 3.10 લાખ કરોડ રૂપિયાનો ક્લાસ-એક્શન મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો છે. આ કાનૂની કાર્યવાહીમાં ટેક જાયન્ટ પર ગ્રાહકોની સંમતિ લીધા વિના તેમની તસવીરોમાંથી બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

Photos App દ્વારા 'Faceprints' બનાવવાનો ગંભીર આરોપ

આ મુકદ્દમામાં મુખ્યત્વે iPhoneમાં આવતી 'Photos' એપ્લિકેશનને નિશાન બનાવવામાં આવી છે. કેસમાં કરાયેલા દાવા મુજબ, આ એપ્લિકેશન ચહેરાની ઓળખ કરતી 'Facial Recognition' ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ ટેકનોલોજી ઈમેજીસમાં દેખાતા વ્યક્તિઓના ચહેરાને સ્કેન કરીને તેમના યુનિક 'Faceprints' (ચહેરાના બાયોમેટ્રિક નિશાન) તૈયાર કરે છે.

યુઝર્સની મંજૂરી વગર ફેસપ્રિન્ટ્સ બનાવવાની આ પ્રક્રિયા ગંભીર પ્રાઇવસી ચિંતાઓ ઊભી કરે છે. કેસમાં આક્ષેપ કરાયો છે કે જ્યારે સિસ્ટમ પર્યાપ્ત માત્રામાં સેમ્પલ્સ એકત્ર કરી લે છે, ત્યારે એક ખાસ અલ્ગોરિધમનો ઉપયોગ કરીને iPhone યુઝરની ઓળખ સુનિશ્ચિત કરવામાં આવે છે અને આ ડેટા તેમના ડિવાઇસની Photos Appની અંદર સ્ટોર કરી લેવામાં આવે છે.

iCloud Syncing પણ નિયમોનું ઉલ્લંઘન! 3.10 લાખ કરોડનો મોટો દાવો

આ કેસમાં માત્ર ડિવાઇસ પૂરતો જ આરોપ નથી, પરંતુ ડેટા સિંકિંગને પણ આવરી લેવામાં આવ્યો છે. મુકદ્દમામાં દાવો કરાયો છે કે ફોટોગ્રાફ્સ અને તેની સાથે જોડાયેલો ડેટા iCloudના માધ્યમથી અન્ય ડિવાઇસીસમાં સિંક થાય છે, જેમાં બાયોમેટ્રિક ડેટાનો પણ સમાવેશ થાય છે. આ પદ્ધતિ Illinois રાજ્યના કાયદાનું સીધું ઉલ્લંઘન છે.

આ મુકદ્દમો Illinoisના લગભગ 6.5 million ગ્રાહકો વતી દાખલ કરવામાં આવ્યો છે. જો Apple આ કેસ હારી જાય છે, તો કંપનીને શરત મુજબ 3.10 લાખ કરોડ જેટલું માતબર વળતર ચૂકવવું પડી શકે છે.

Appleનો દાવો ફગાવી દેતી કોર્ટ: જૂનમાં મળ્યો ક્લાસ-એક્શનનો દરજ્જો

Appleએ આ કેસને રદ કરાવવા માટે કોર્ટમાં પૂરતા પ્રયાસો કર્યા હતા. કંપનીએ સવાલ ઉઠાવ્યો હતો કે શું તેની આ ટેકનિકલ પ્રક્રિયા ખરેખર 'બાયોમેટ્રિક આઇડેન્ટિફાયર્સ'ની વ્યાખ્યામાં આવે છે કે નહીં. Appleએ સફાઈ આપતા દાવો કર્યો હતો કે તેમની પાસે કડક પ્રાઇવસી સેફગાર્ડ્સ ઉપલબ્ધ છે, જેથી ફોટો આલ્બમ્સને ઓર્ગેનાઇઝ કરવા માટે વપરાતા વેક્ટર્સ ક્યારેય મૂળ ચહેરો પુનઃનિર્માણ કરી શકતા નથી કે તેને કોઈ વ્યક્તિના નામ કે ઓળખ સાથે જોડી શકતા નથી.

પરંતુ કંપનીની આ દલીલો છતાં, જૂન મહિનામાં Illinoisના જજે આ કેસને ક્લાસ-એક્શન મુકદ્દમા તરીકે આગળ વધારવા માટેની તમામ કાનૂની જરૂરિયાતો પૂર્ણ થતી હોવાનો ચુકાદો આપ્યો હતો.

શું છે Illinois Biometric Information Privacy Act?

આ આખોય કાનૂની વિવાદ Illinois Biometric Information Privacy Actના આધારે ઉભો થયો છે, જે કાયદો વર્ષ 2008માં અમલમાં આવ્યો હતો. આ રાજ્ય કાયદો ખાનગી કંપનીઓ દ્વારા બાયોમેટ્રિક માહિતીના ઉપયોગ પર કડક નિયંત્રણ રાખે છે. આ કાયદા હેઠળ રેટીના કે આઇરિસ સ્કેન, ફિંગરપ્રિન્ટ્સ, વોઇસપ્રિન્ટ્સ અને ફેસપ્રિન્ટ્સ જેવા બાયોમેટ્રિક આઇડેન્ટિફાયર્સનો સમાવેશ થાય છે.

આ કાયદાની જોગવાઈ મુજબ, કોઈ પણ ખાનગી કંપનીએ વ્યક્તિગત બાયોમેટ્રિક આઇડેન્ટિફાયર્સ એકત્રિત કરવા, તેને જાહેર કરવા કે તેને સુરક્ષિત રીતે સ્ટોર કરવા માટે સંબંધિત વ્યક્તિની સ્પષ્ટ સંમતિ લેવી અનિવાર્ય છે.