ફેસબુક ગ્રૂપ્સ માટે અલગ એપ આવી

- ík{u VuMkçkwf økúqÃMk{kt ¾kMMkk yuÂõxð nku íkku ík{khu fk{Lke ðkík
ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે હમણાં તેમના ટીમ મેમ્બર્સને એવું કહ્યું
હોવાનું કહેવાય છે કે કંપનીના કામકાજમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો સાથ
હોવાથી કંપની હવે અગાઉ કરતાં ઘણી વધુ ઝડપથી નવી એપ્સ લોન્ચ કરી શકશે! એમની વાત ખોટી નથી. વાત જ્યારે મેટા, માઇક્રોસોફ્ટ, લિંક્ડઇન કે ગૂગલ જેવી મોટી
કંપનીની હોય ત્યારે કોઈ પણ નવી સર્વિસ કે એપ લોન્ચ કરવાનું કામ બહુ મુશ્કેલ હોય.
જેના કરોડો યૂઝર્સ હોઈ શકે, એમાં કોઈ કચાશ ન ચાલે.
પરંતુ હવે એઆઇને કારણે નવી સર્વિસ કે એપનો કોડ તૈયાર કરવાનું કામ સહેલું બનવા
લાગ્યું છે. કદાચ એ જ કારણે હમણાં મેટાએ ઇન્સ્ટાગ્રામ સાથે ઇન્સ્ટન્ટ્સ નામે નવી અલગ એપ લોન્ચ કરી
અને હવે ફેસબુક ગ્રૂપ્સ માટે પણ નવી એપ આવી રહી છે.
આ એપ ફેસબુક ગ્રૂપ્સ ઉપરાંત અન્ય યૂઝર્સ સાથે સીધા સવાલ-જવાબનું એક પ્લેટફોર્મ પણ બને એવી શક્યતા છે. સવાલ એ છે કે યૂઝર્સ તરીકે આપણને, લગભગ એક સરખાં કામ માટે જાતભાતની એપની જરૂર છે ખરી?
{uxkyu ¾kMk
nku-nk rðLkk ÷kuL[ fhe ‘Vkuh{’
જો તમે ફેસબુકમાં સંખ્યાબંધ ગ્રૂપ્સમાં જોડાયા હો તો હવે તમે એ બધાં ગ્રૂપ
સાથે અલગ રીતે ઇન્ટરેક્ટ કરી શકશો. આ અલગ રીત એટલે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ લોન્ચ કરેલી નવી એપ, જેને નામ આપવામાં આવ્યું છે ફોરમ. અલબત્ત, ગ્રૂપ્સ માટે અલગ એપ એ નવી
વાત નથી. ફેસબુકે ૨૦૧૪માં આ જ રીતે, ગ્રૂપ્સ માટે એક અલગ એપ લોન્ચ
કરી હતી અને પછી ૨૦૧૭માં તેને સમેટી પણ લીધી.
હવે ગયા અઠવાડિયે મેટા કંપનીએ ખાસ કશી હો-હા વગર આ નવી એપ લોન્ચ કરી. આ એપ
ફેસબુક ગ્રૂપ્સ પર આધારિત છે, પણ ઘણે અંશે તે રેડિટ કે ક્વોરા પ્રકારની જેમ છે, જેમાં યૂઝર્સ એકબીજાને પ્રશ્નો પૂછીને તેમના જવાબ મેળવી શકશે.
અત્યારે આ એપ ફક્ત આઇફોન પર ઉપલબ્ધ છે અને કંપનીના કહેવા પ્રમાણે તેનું
લિમિટેડ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. વહેલા મોડી તે એન્ડ્રોઇડ પર પણ આવશે, પણ આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતમાં તે આઇફોન પર પણ ઉપલબ્ધ નથી.
ફોરમ એપનો કન્સેપ્ટ કંઈક આવો છે - અત્યારે ફેસબુક પર પર્સનલ પ્રોફાઇલ્સ અને
ગ્રૂપ્સની ભીડ છે. આપણે પોતે જેમાં મેમ્બર હોઇએ તેવા ગ્રૂપ્સમાં શું ચાલી રહ્યું
છે તે જાણવું હોય તો થોડી કસરત કરવી પડે. ફોરમ એપ તેનો સહેલો ઉપાય આપે છે. આ નવી
એપમાં આપણે જેમાં મેમ્બર હોઇએ તેવા બધા ગ્રૂપ્સમાં મુકાતું નવું કન્ટેન્ટ એક ફીડ
તરીકે જોઈ શકાય છે. મહત્ત્વની વાત એ છે કે આ ફીડમાં આપણને શું બતાવવું એ નક્કી
કરવા માટે કંપનીના પોતાના અલ્ગોરિધમનો ઉપયોગ થતો નથી કે અહીં આપણા ફ્રેન્ડઝની
પોસ્ટ પણ બતાવવામાં આવતી નથી. ફક્ત ગ્રૂપ્સમાં જે કંઈ નવું મુકાય એ બધું અહીં જોવા
મળે. આપણે ફોરમ ફીડનો ઉપયોગ કરીને કોઈ પણ ગ્રૂપમાં કંઈ પણ પોસ્ટ કરીએ તો એ જે તે
ગ્રૂપની ફીડમાં સૌને જોવા મળે.
જોકે અત્યારના સમય મુજબ આ એપમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ઇન્ટિગ્રેટ
કરવામાં આવી છે. તેમાં આસ્ક નામે એક ફીચર છે, જેની મદદથી આપણે અન્ય
યૂઝર્સને વિવિધ પ્રશ્નો પૂછીને તેમના જવાબ કે અભિપ્રાય મેળવી શકીએ છીએ.
ગ્રૂપ્સમાંના કન્ટેન્ટમાં કંઈ પણ સર્ચ પણ કરી શકાય છે.
એક રીતે જોઇએ તો શરૂઆતમાં ફેસબુકનું સ્વરૂપ કંઈક આવું જ હતું. આપણે પોતાના
વાસ્તવિક ફ્રેન્ડ્ઝ સાથે ઓનલાઇન ટચમાં રહેવા માટે ફેસબુકનો ઉપયોગ કરતા હતા. પછી
ફેસબુકની ફીડમાં વાયરલ અને ટ્રેન્ડિંગ કન્ટેન્ટની ભીડ થવા લાગી. આપણને જે જોવામાં ખરેખર રસ ન હોય પરંતુ ફેસબુક તેના
પોતાના ફાયદા માટે કે અન્ય કારણસર એવું ધારી લે કે અમુક પ્રકારનું કન્ટેન્ટ
જોવામાં આપણને રસ હશે. પરિણામે ફેસબુકમાં આપણી હોમ ફીડમાં અજાણ્યા એકાઉન્ટ્સનું
કન્ટેન્ટ વધુ પ્રમાણમાં જોવા મળવા લાગ્યું!
ફોરમ એપ માટે મેટા કંપની કહે છે કે આ એપમાં ખરેખરા લોકો શું કહે છે એ જ તમને
બતાવવામાં આવશે. શું ટ્રેન્ડિંગ છે તેના પર ઓછો ભાર રહેશે.
ભારતમાં તે ઉપલબ્ધ થયા પછી, આઇફોનમાં એપ્સ સ્ટોરમાંથી આ નવી એપ ડાઉનલોડ કરી શકાશે. એ પછી તમારું ફેસબુક એકાઉન્ટ તેની સાથે કનેક્ટ કરવાનું રહેશે અને પછી તમે જેમાં સામેલ હો તે બધાં ગ્રૂપ્સ, પ્રોફાઇલ તથા તમારી ગ્રૂપ્સમાંની એક્ટિવિટી આ એપમાં પણ જોવા મળશે. એપ્સના સેટિંગ્સમાં જઇને આપણા પોતાનાં કરન્ટ ગ્રૂપ્સ મેનેજ કરી શકીશું, નવાં ગ્રૂપ્સ શોધી શકીશું કે પોતાનું નવું ગ્રૂપ ઊભું કરી શકીશું. આપણે ફોરમ એપમાં જે કંઈ એક્ટિવિટી કરીએ એ બધી જ ફેસબુકની મૂળ એપમાં પણ જોવા મળશે.
yk Lkðe yuÃk
fuðe heíku WÃkÞkuøke ÚkE þfu?
આ એપ ફેસબુક ગ્રૂપ્સ ઉપરાંત ઘણે અંશે રેડિટ કે ક્વોરા જેવી એપ્સનું સ્વરૂપ લે તેવી શક્યતા છે, જેમાં સવાલ-જવાબો પર વધુ ફોકસ હોય.
વિવિધ ગ્રૂપ્સનું એક ફોરમ
આ એપમાં, ફેસબુકમાંનાં આપણાં બધાં
ગ્રૂપ્સમાં પોસ્ટ થતું બધું કન્ટેન્ટ એક જ ફીડમાં જોવા મળશે.
લોકો સાથે સીધા સવાલ-જવાબ
આસ્ક ફીચરનો ઉપયોગ કરીને આપણે અન્ય યૂઝર્સને સવાલો પૂછીને તેમના જવાબ કે અભિપ્રાય
જાણી શકીશું.
પોતાનું અલ્ગોરિધમ
ફોરમ એપમાં આપણને કઈ બાબતો વિશેની પોસ્ટ જાણવામાં વધુ રસ છે કે શું જોવા માગતા
નથી તે નક્કી કરી શકીશું.
પોતાના ગ્રૂપની ઇન્સાઇટ્સ
ફેસબુક પર આપણે પોતે ગ્રૂપ્સ ક્રિએટ કર્યાં હોય તો તેની બધી વિગતો, ઇન્સાઇટ્સ વગેરે આ એપમાં સહેલાઈથી જોવા મળશે.




