Science & Technology

ટેક વર્લ્ડમાં ફરી કડાકો: ઓરેકલમાં સવારે આંખ ખુલતાં જ સેંકડોની નોકરી ગઈ, અગાઉ 21,000ને કાઢ્યા હતા!

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
ટેક્નોલોજી ક્ષેત્રે મોટા સમાચાર છે કે ઓરેકલ કંપનીએ ફરી મોટા પાયે છટણી કરી છે. સોમવારે સવારે ઈમેલ દ્વારા કર્મચારીઓને તેમની નોકરી સમાપ્ત થઈ હોવાની જાણ કરાઈ. AI અને ક્લાઉડ સર્વિસના વિસ્તારને કારણે કંપની ખર્ચ ઘટાડી રહી છે. અગાઉ 21,000 કર્મચારીઓ છૂટા કરાયા હતા. આ છટણીથી કર્મચારીઓમાં ભારે ચિંતા વ્યાપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેક વર્લ્ડમાં ફરી કડાકો: ઓરેકલમાં સવારે આંખ ખુલતાં જ સેંકડોની નોકરી ગઈ, અગાઉ 21,000ને કાઢ્યા હતા!
IMAGE - IANS

Oracle Mass Layoffs: ટેક્નોલોજી ક્ષેત્રમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓરેકલ (Oracle) કંપની દ્વારા ફરી એકવાર મોટા પાયે છટણી કરવામાં આવી છે. અગાઉ કંપનીએ હજારો કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા હતા અને હવે કંપનીએ ફરીથી છટણી શરૂ કરી દીધી છે, જેના કારણે કર્મચારીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

ઈમેઈલથી છીનવાઈ રોજગારી

સોમવારે સવારે જ્યારે કર્મચારીઓની આંખ ખુલી, ત્યારે તેમને કંપની તરફથી એક ઈમેઈલ મળ્યો હતો. આ ઈમેઈલ દ્વારા કર્મચારીઓને જાણ કરવામાં આવી કે કંપનીમાં મોટા સ્તરે બદલાવ કરવામાં આવી રહ્યા છે અને તેમની નોકરી હવે સમાપ્ત કરી દેવામાં આવી છે. અચાનક આવેલી આ આફતથી કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

સોશિયલ મીડિયા પર છલકાઈ કર્મચારીઓની વેદના

નોકરીમાંથી બહાર ફેંકાયેલા કર્મચારીઓએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. લિંક્ડઈન (LinkedIn) અને રેડિટ (Reddit) જેવા પ્લેટફોર્મ્સ પર અનેક કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવ્યાની પોસ્ટ શેર કરી છે. એટલું નહીં, કેટલાક કર્મચારીઓએ વીડિયો પોસ્ટ કરીને કંપનીના આ અચાનક અને કઠોર પગલાં વિશે પોતાની આપવીતી જણાવી છે.

એઆઈ (AI) અને ક્લાઉડ સર્વિસના વિસ્તાર પાછળનું કારણ

ઓરેકલમાં થઈ રહેલી આ છટણી પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ સર્વિસની વધતી માંગ હોવાનું માનવામાં આવે છે. કંપની પોતાના ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ વધારી રહી છે અને સાથેસાથે ખર્ચ ઘટાડીને વર્કફોર્સને વ્યવસ્થિત કરવાની કોશિશ કરી રહી છે. હાલમાં ઓરેકલના એઆઈ બિઝનેસમાં ભારે માંગ જોવા મળી રહી છે અને કંપનીએ 30 અબજ ડૉલરથી વધુના વધારાના એઆઈ ક્લાઉડ કૉન્ટ્રેક્ટ પણ સાઈન કર્યા છે, જેનાથી કંપનીને મોટા રેવેન્યૂનો ફાયદો થવાની અપેક્ષા છે.

અગાઉ પણ હજારો કર્મચારીઓ ગુમાવી ચૂક્યા છે નોકરી

હાલની છટણીમાં કંપનીએ સત્તાવાર રીતે કેટલા કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડ્યો છે તે અંગે કોઈ આંકડો જાહેર કર્યો નથી. જોકે, અગાઉ કંપની દ્વારા કરવામાં આવેલી વ્યાપક કપાતમાં આશરે 21,000 કર્મચારીઓની નોકરીઓ ખતમ કરવામાં આવી હતી. કંપનીની વાર્ષિક ફાઇલિંગ મુજબ, વૈશ્વિક સ્તરે કર્મચારીઓની સંખ્યામાં લગભગ 13 ટકાનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે અગાઉ 1.62 લાખની સરખામણીએ કર્મચારીઓની સંખ્યા ઘટીને આશરે 1.41 લાખ રહી ગઈ હતી.