World

પાકિસ્તાને કરાવેલી સમજૂતી એક સપ્તાહ પણ ન ટકી : અમેરિકા-ઇરાન યુદ્ધ ફરી શરૂ થવાની ભીતિ

By GS Team
27 Jun 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ છતાં અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ ફાટી નીકળ્યું છે. હોર્મુઝ સ્ટ્રેઈટમાં કાર્ગો શિપ પર ઈરાનના હુમલા બાદ અમેરિકાએ એરસ્ટ્રાઈક શરૂ કરી. ઇરાને અમેરિકાના મથકો પર વળતા પ્રહારો કર્યા. સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત માર્ગે જનારા 2 ટેન્કરોને ઈરાનની જીદને કારણે પાછા ફરવું પડ્યું. બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાને કરાવેલી સમજૂતી એક સપ્તાહ પણ ન ટકી : અમેરિકા-ઇરાન યુદ્ધ ફરી શરૂ થવાની ભીતિ
  • સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત માર્ગે જનારાં બે ટેન્કરોને પાછા જવું પડયું
  • પશ્ચિમ એશિયામાં સીઝ ફાયર દરમ્યાન જ હોર્મુઝ સ્ટ્રેઈટમાં કાર્ગો શિપ પર ઇરાને કરેલા હુમલાથી અમેરિકા છંછેડાયું : ઇરાન પર એરસ્ટ્રાઈક શરૂ કરી
    તહેરાન : પશ્ચિમ એશિયામાં સીઝ ફાયર છતાંયે અમેરિકા-ઇરાન વચ્ચે ફરી યુદ્ધ છેડાઈ ગયું છે. હોર્મુઝ સ્ટ્રેઈટસમાં કાર્ગો શિપ પર ઇરાને કરેલા હુમલા પછી અમેરિકાએ એર સ્ટ્રાઈક ફરી શરૂ કરી દીધી છે. ભારત પાકિસ્તાને કરાવેલી શાંતિ સમજૂતી ખતરામાં પડી ગઈ છે.
    ગુરૂવારે સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝમાંથી પસાર થયેલાં એક કાર્ગો શિપ ઉપર ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા. અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે આ કૃત્યને સીઝ ફાયરના સીધા ઉલ્લંઘન સમક્ષ ગણાવ્યું હતું. તેની જવાબી કાર્યવાહીની ચેતવણી આપતાં ટ્રમ્પે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે તમોને ટૂંક સમયમાં જ ખબર મળી જશે.
    આ પછી માત્ર થોડા કલાકે જ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઇરાનની અંદર મિસાઈલ્સ અને ડ્રોન સ્ટ્રાઈક્સ તથા તટીય રેડાર કેન્દ્રો ઉપર એર સ્ટ્રાઈક્સ શરૂ કરી દીધી હતી.
    આ હુમલાઓ પૂર્વે વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે કહ્યું : 'મને તે વાત બિલકુલ પસંદ નથી પડી કે તેમણે ગઈકાલે હુમલા કર્યા. વાસ્તવમાં તેમણે ચાર હુમલા કર્યા હતા.'
    આ સામે ઇરાનનાં ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (આઈઆરજીસીએ) કહ્યું તું કે અમારા નેવીએ પણ અમેરિકામાં મથકો ઉપર વળતા પ્રહારો શરૂ કરી દીધા છે. પરંતુ સીઝ ફાયર ઉલ્લંઘનનો ટ્રમ્પનો દાવો તેમણે ફગાવી દીધો હતો. ઇરાનની સંસદના રાષ્ટ્રીય સુરક્ષા આયોગના પ્રમુખ ઇબ્રાહીમ અઝીઝીએ સ્પષ્ટ કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેઈટ્સ ઉપર ઇરાનનું જ નિયંત્રણ છે. તેથી અમારા નિયમોનું સન્માન કરવું જ જોઈએ.
    અઝીઝીએ આગળ જણાવ્યું કે તે નિયંત્રણને તંગદીલી વધારનાર ન સમજતા, તે સીઝફાયરનું ઉલ્લંઘન નથી પંરતુ સીઝ ફાયર મેનેજમેન્ટ છે.
    ઇરાનનાં આ વિધાનો સામે અમેરિકાના ઉપપ્રમુખ જે ડી વાન્સે ચેતવણી આપી છે કે હિંસાનો જવાબ હિંસાથી જ મળશે. તેઓએ ઇરાનને સલાહ આપી હતી કે સીઝ ફાયર અંગેનો કોઈ પણ વિવાદ માટે તેમણે રાજદ્વારી માર્ગ અપનાવવો જોઈએ. અને ફોન ઉઠાવવો જોઈએ.
    આમ વધી રહેલી તંગદીલી વચ્ચે ઇરાનની સરકારી ન્યૂઝ એજન્સી પ્રેસ ટીવી જણાવે છે કે બંને દેશોએ સૈન્ય ટક્કર રોકવા માટે એક ડાયરેક્ટ કોમ્યુનિકેશન ચેનલ સ્થાપી છે. ગત સપ્તાહે સ્વિત્ઝર્લેન્ડમાં ઝૂરિચમાં થયેલી મંત્રણા પછી સ્થાપવામાં આવી છે. જેથી બંને દેશો વચ્ચેની ગેરસમજ દૂર થઈ શકે અને ઇસ્લામાબાદ સમજૂતી યોગ્ય રીતે અમલી બની શકે.
    અમેરિકા ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ૧૮ જૂનની ૧૪ સૂત્રીય અંતરિમ સમજૂતિ પછી દુનિયાના એક મહત્વના સમુદ્રીય માર્ગ ઉપર વ્યાપાર ફરી પાટે ચઢી રહ્યો હતો. બુધવારે ત્યાંથી ૭૮ જહાજો પસાર થયાં હતાં. જે યુદ્ધ શરૂ થયા પછીનો આ સૌથી મોટો આંક હતો. જોકે યુદ્ધ પહેલાં તે સ્ટ્રેઈટ્સમાંથી રોજનાં ૧૩૦ જહાજો પસાર થતાં હતાં.
    ઇરાનનાં ઉપ-વિદેશમંત્રી કાઝીમ ગરીબાબાદીએ શુક્રવારે ફરી કહ્યું હતું કે દરેક જહાજોએ તહેરાને નિશ્ચિત કરેલા માર્ગેથી જ જવું પડશે. જો તેમાં તાલમેલ નહીં હોય તો વૈકલ્પિક માર્ગો પણ સસ્પેન્ડ કરાશે.
    આંતરરાષ્ટ્રીય નેવીગેશનના નિયમોના પાલન અંગે વ્યાપેલી આ અનિશ્ચિત્તતાને લીધે, ઓમાન પાસેના સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત માર્ગ લેનારાં ટેન્કરો પૈકી ઓછામાં ઓછા બે ટેન્કરોને પાછા ફરવું પડયું હતું. કારણ કે ઇરાને પોતે નિશ્ચિત કરેલા કોરિડોરમાંથી જ પસાર થવા દેવાની જીદ કરી હતી.