Saransh

સામાજિક બહિષ્કાર અને બદનામીના ડરથી આપઘાત

By GS Team
4 Nov 20265 mins read
TukuTouch Logo
સિંગાપોરમાં રાષ્ટ્રીય વિકાસ ખાતાના પ્રધાન તેહ ચિઆંગ વાન ભ્રષ્ટાચારના કેસમાં ફસાયા હતા. 1981 અને 1982માં તેમણે જમીનના બે અલગ-અલગ કેસમાં કુલ 8 લાખ ડોલરની લાંચ લીધી હતી. તપાસ દરમિયાન પુરાવા મળતા, પ્રધાને આત્મહત્યા કરી લીધી. પીએમ લિ કવાન યુએ તેમની સામે તપાસ કરાવી, જેમાં તેમણે સોડિયમ એમીટલ નામનું ઝેરી કેમિકલ ખાઈને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

સામાજિક બહિષ્કાર અને બદનામીના ડરથી આપઘાત
  • સિંગાપોરમાં ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા બીજા એક પ્રધાનનો
  • સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
  • ભાગ-૩
  • સિંગાપોરમાં શાસક પક્ષના એક ભ્રષ્ટ સાંસદ ગભરાઈને થાઈલેન્ડ ભાગી ગયા
  • જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર આખા સમાજ માટે જોખમરૂપ છે : લિ કવાન યુ

શનિવારની એ લંચ મીટિંગમાં મહામંત્રીની વારંવારની મક્કમ રજૂઆતના કારણે મેં તેમની હાજરીમાં જ ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરોના વડાને ફોન કરી કહ્યું, ''તમે યુનિયન પ્રમુખ ફેય યુ કોક વિરૂધ્ધ જે પુરાવા ભેગા કર્યા છે, તે અત્યંત ગુપ્ત રાહે દેવન નાયરને બતાવજો. તેઓ અહીં મારી સાથે બેઠા છે અને થોડીવારમાં જ તમારી ઓફિસમાં પહોંચશે. દેવન નાયર બ્યૂરોના વડાને મળ્યા અને પ્રમુખે આચરેલા ભ્રષ્ટાચારના જે પુરાવા તેમણે વાંચ્યા-જોયા પછી તેમણે મારો સંપર્ક જ ના કર્યો. એનો અર્થ એ થયો કે અમારા પક્ષના સાંસદ અને યુનિયનના પ્રમુખ વિરૂધ્ધના ભ્રષ્ટાચારના સચોટ પુરાવા જોઈ તેમને નિશંકપણે ખાતરી થઈ ગઈ હોવી જોઈએ કે સંસદસભ્ય ભ્રષ્ટાચારી જ છે.
યુનિયન પ્રમુખ ફેય યુ કોક જામીન પર છૂટયા પછી ભૂગર્ભમાં જતા રહ્યા. જામીનની મુદત વીતી ગયા છતાં તેઓ પોલીસ સમક્ષ હાજર નહીં થતા તેમના બે જામીનદારોએ જામીનગીરી માટે ભરેલા ૫૦,૦૦૦ ડોલર કોર્ટે જપ્ત કરી લીધા.
શાસક પક્ષ PAPનો આ ભ્રષ્ટ સંસદસભ્ય છેલ્લે થાઇલેન્ડમાં હોવાની માહિતી બહાર આવી હતી. સિંગાપોરથી એ ભાગીને થાઇલેન્ડ ગયો હોવાથી એ સાંસદે સતત થાઇલેન્ડના ઇમિગ્રેશન અને પોલીસ તંત્રથી ગભરાઇને છૂપા રહેવું પડતું હતું. ક્યારેક ઇમિગ્રેશન તેમજ પોલીસ અફસરોને લાંચ પણ આપવી પડતી હતી. ટૂંકમાં લાંચિયા સાંસદને વિદેશમાં અત્યંત દયનીય અને કંગાળ હાલતમાં જીવવું પડતું હતું.
સિંગાપોરમાં ભ્રષ્ટાચારના આ બે હાઇપ્રોફાઇલ કેસોને ટપી જાય તેવો ત્રીજો એક કિસ્સો પણ જાણવા જેવો છે.
રાષ્ટ્રીય વિકાસ (નેશનલ ડેવલપમેન્ટ) ખાતાના ભ્રષ્ટ પ્રધાન તેહ ચિઆંગ વાનના અધ:પતનનો કિસ્સો વર્ષ ૧૯૮૬ના નવેમ્બર મહિનાનો છે.
ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરોના સિનિયર અફસરોની આકરી પૂછપરછ દરમિયાન એ ભ્રષ્ટાચારી પ્રધાનના જ એક સમયના ગાઢ સાથીદારે અતિ ચોંકાવનારી કબૂલાત કરી દીધી કે રાષ્ટ્રીય વિકાસ ખાતાના પ્રધાન તેહ વાનને મેં બે વખત ચાર-ચાર લાખ ડોલર મળીને કુલ ૮ લાખ ડોલર રોકડમાં આપ્યા હતા.
એક કેસમાં સરકારે સંપાદન કરવા માટે અનામત રાખેલી જમીન ખાનગી કંપનીને આપી દેવા માટે મેં ૪૦૦,૦૦૦ ડોલર આપ્યા હતા. આ ચાર લાખ ડોલર મેં ૧૯૮૧માં આપ્યા હતા અને તે પછીના વર્ષે ૧૯૮૨માં બીજા એક કેસમાં બિલ્ડરને તેના ખાનગી પ્રોજેકટ માટે સરકારી જમીન સસ્તા ભાવે આપી દેવા માટે પણ ૪૦૦,૦૦૦ ડોલર મેં પ્રધાનને રોકડમાં લાંચ આપી હતી.
જો કે નેશનલ ડેવલપમેન્ટ ખાતાના લાંચિયા પ્રધાન તેહ ચિઆંગ વાને ભ્રષ્ટાચારના આ કેસમાંથી છટકવા માટે ઘણાં હવાતિયા માર્યા. પહેલાં તો પોતે લાંચ લીધી હોવાનો સદંતર ઇન્કાર કરી દીધો. ''મારી સામેના આ આક્ષેપો ખોટા છે,'' એવી તેણે સતત ટેપ વગાડયા કરી.
એ પછી પ્રધાને બીજી તરકીબ અજમાવી. ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરોના સિનિયર આસિસ્ટન્ટ ડિરેકટર કે જેઓ પ્રધાન સામેના ભ્રષ્ટાચાર કેસની તલસ્પર્શી ઊંડી તપાસ કરી રહ્યા હતા, તેઓ આ કેસની નિષ્ઠાપૂર્વકની તપાસ કરવાના બદલે કેસ રફેદફે કરી નાંખે તે માટે એ અફસરને ફોડવાની કોશિશ કરી.
કેબિનેટ સચિવે આ તમામ વિગતોની નોંધ છેક ઉપર સુધી મોકલાવી; એટલે પ્રધાને કેબિનેટ સચિવને મળવાનો સમય માંગ્યો. પરંતુ કેબિનેટ સચિવે તેમને સ્પષ્ટરીતે કહી દીધું કે તમારી સામેની તપાસ પુરી નહીં થાય ત્યાં સુધી હું તમને મળવા નહીં આવું.
ભ્રષ્ટાચારના મામલે પોતાની સરકારના જ પ્રધાન કે સંસદસભ્યને પણ નહીં છોડનાર તત્કાલીન વડાપ્રધાન લિકવાન યુએ, ''From Third World To First'' ટાઇટલવાળા તેમના સંસ્મરણ પુસ્તકમાં લખ્યું છે કે અઠવાડિયા પછી તા.૧૫ ડિસેમ્બર ૧૯૮૬ના દિવસે મારા સિક્યુરિટિ અફસરે મને જાણ કરી કે પ્રધાન તેહનું મૃત્યુ થયું છે, અને તમારા માટે એક પત્ર લખી ગયા છે.
આ પત્ર પણ લિકવાને તેમના સંસ્મરણ પુસ્તકમાં સામેલ કર્યો છે; જે નીચે મુજબ છે-
વડાપ્રધાન,
છેલ્લા બે અઠવાડિયાથી હું અત્યંત દુ:ખી અને ડિપ્રેશનમાં છું. આ કમનશીબ ઘટના માટે હું મારી જાતને જવાબદાર ગણું છું, અને મને લાગે છે કે આ ઘટનાની પુરેપુરી જવાબદારી માટે સ્વીકારી લેવી જોઇએ. મારી આ ભૂલ બદલ મારે સૌથી વધુમાં વધુ શિક્ષા ભોગવવી જોઇએ.
તમારો વિશ્વાસુ
તેહ ચિઆંગ વાન
ખરખરો કરવા હું એ પ્રધાનના ઘેર ગયો. પ્રધાનની પત્નીએ આંખમાં આંસુ સાથે મને કહ્યું, આખી જિન્દગી તેમણે સરકારમાં કામ કર્યૂં અને પોતાનું માન-સન્માન છેવટ સુધી જળવાઇ રહે તેવી એમની મહેચ્છા હતી.
પ્રધાન પત્નીએ મને વિનંતીના સ્વરમાં કહ્યું, એમના મૃત્યુના કારણની ન્યાયિક તપાસ (Coroner's Inquirty) ના કરવામાં આવે તો સારૃં.
પણ આ ત્યારે જ શક્ય બને કે જ્યારે એમના ડૉકટર એવું સર્ટિફિકેટ આપે કે પ્રધાનનું મૃત્યુ કુદરતી રીતે (અર્થાત કે હાર્ટ એટેક અથવા તોે ગંભીર પ્રકારના કોઈ ઇન્ફેકશનથી) થયું છે.
પણ એમ નહીં થતા, છેવટે એ પ્રધાનની Coroner's Inquiry નો આદેશ અપાયો, અને એ તપાસના રિપોર્ટમાં બહાર આવ્યું કે પ્રધાને વધુ પ્રમાણમાં ઝેરી કેમિકલ સોડિયમ એમીટલ (Sodium Amytal) ખાઇને આત્મહત્યા કરી હતી.
આ સમગ્ર મામલે વિપક્ષોએ સિંગાપોરની સંસદમાં હંગામો મચાવી તપાસ પંચની ઉગ્ર માંગણી કરી હતી. વડાપ્રધાન લિકવાન લખે છે કે, મેં વિપક્ષની આ માંગણી તત્કાળ સ્વીકારી લીધી, જો કે તેનાથી સ્વ.ભ્રષ્ટ પ્રધાનની જે વિપરીત પબ્લિસિટિ થઇ તેથી તેમના પત્ની અને દીકરીને ખૂબ દુ:ખ પહોંચ્યું. તેઓ બન્ને આ ઘટનાથી એટલી હદે વિચલિત અને વ્યથિત થયા કે મા-દીકરી સિંગાપોર છોડીને કાયમ માટે ક્યાંક જતા રહ્યા.
જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર આખા સમાજ સામે જોખમરૂપ અને હાનિકારક છે, એવો મત સિંગાપોરમાં ઊભો કરી દેવાયો હોવાથી એ ભ્રષ્ટ પ્રધાન તેહ ચિંઆંગ વાન, સામાજિક બદનામી અને સામાજિક બહિષ્કારનો સામનો કરવાની હિંમત ગુમાવી બેઠા અને તેના બદલે તેમણે મોત વ્હાલું કરી દીધું.
વડાપ્રધાન લિકવાને આ ઘટના વિશે વધુમાં લખ્યું છે, ''તેહ પોતે એક અગ્રણી અને સર્જનશીલ આર્કિટેકટ હતા અને તેઓ આર્કિટેકટ તરીકેની પ્રામાણિકપણે પ્રેકિટસ થકી આનાથી કેટલાય ઘણાં વધારે ડોલર કમાઇ શક્યા હોત; આવી સારી સ્થિતિ હોવા છતાં રાષ્ટ્રીય વિકાસ ખાતાના પ્રધાન તેહે આઠ લાખ ડોલરની લાંચ શા માટે લીધી હશે?
(ક્રમશ:)