Sahiyar

રોજિંદી ખોટી જીવનશૈલી-આદતો લીવરના સ્વાસ્થ્ય પર જોખમ વધારે!

By GS Team
12 Oct 20263 mins read
રોજિંદી ખોટી જીવનશૈલી-આદતો લીવરના સ્વાસ્થ્ય પર જોખમ વધારે!
  • ઘણાં લોકોને તો એ વાતની જાણ જ નથી થતી કે તેમનું વજન ધીમે ધીમે વધી રહ્યું છે અને તેની સીધી અસર કયા અંગ અને અવયવો પર પડે છે. વસેરલ-ફેટ (ચરબી) તો વિવિધ અંગોની આસપાસ-ખાસ કરીને તો લીવર પર જામવા માંડે છે, જેને ફેટી-લીવર કહેવામાં આવે છે.

આપણી રોજિંદી સામાન્ય આદતો પણ આપણને લીવરની અનેકવિધ બીમારીઓ સુધી દોરી જઈ શકે છે, જેનો આપણને અંદાજ પણ નથી આવતો. આ અંગે જાગૃતિ જાળવવી અને કેવા પ્રકારના નાસ્તા, ભોજન લેવામાં આવે છે તેના તરફ ધ્યાનથી નજર રાખવાની જરૂર છે. સફેદ ચોખા, મેંદામાંથી બનેલા સ્વાદિષ્ટ નાસ્તા અને ખાંડ તથા કૃત્રિમ રસાયણો નાંખીને બનાવેલા ઠંડા પીણાં પીવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધી જાય છે અને તે ચરબીમાં રૂપાંતરિત થઈને લીવરની આસપાસ સંગ્રહ થવા માંડે છે. આટલું જ નહીં, બેઠાળું જીવન અને આઠથી નવ કલાક સુધી કરાતા ડેસ્ક કામોની પણ શરીર પર વિપરિત અસર થાય છે.
આ પ્રકારની જીવનશૈલી પ્રમાણમાં આળસું તો બનાવે જ છે, પણ તેની સાથોસાથ સ્નાયુઓની ગ્લુકોઝ શોષવાની ક્ષમતાને પણ ધીમે ધીમે મંદ કરે છે. આની સીધી અસર લીવર પર પડે છે. લીવર પર મેટાબોલિક પ્રેશર આવે છે. આ સાથે જ ઓછી ઊંઘ અને ઇન્સ્યુલિન સંવેદનશીલતાને નિયંત્રિત કરતાં હાર્મોન્સને વિક્ષેપિત કરે છે. જે આ સમસ્યાને વધુ જટિલ બનાવે છે. લીવરને થતી ખરાબ અસરની જાણ લોકોને ઘણી મોડી થાય છે અને ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
ઘણાં લોકોને તો એ વાતની જાણ જ નથી થતી કે તેમનું વજન ધીમે ધીમે વધી રહ્યું છે અને તેની સીધી અસર કયા અંગ અને અવયવો પર પડે છે. વસેરલ-ફેટ (ચરબી) તો વિવિધ અંગોની આસપાસ-ખાસ કરીને તો લીવર પર જામવા માંડે છે, જેને ફેટી-લીવર કહેવામાં આવે છે. આ ચરબી ત્વચાની નીચે પણ જામવા લાગે છે અને ધીરે ધીરે શરીર સ્થૂળ બને છે. ભારતીયો આવી આનુવાંશિકતા ધરાવે છે.
સૌથી વધુ મહત્ત્વની વાત તો એ છે કે શરીરના કોઈ પણ અંગો કરતાં લીવર પર ખૂબ જ ઝડપથી ચરબીના થર જામે છે. આવા ફેટી-લીવર ધરાવતા દરદીઓએ તો શુધ્ધ કાર્બોહાઈડ્રેટ્સનું સેવન જાળવીને કરવું જોઈએ અને ઇંડા, પનીર, માછલી અને ચિકન જેવા પ્રોટીન સ્રોતોને પ્રાથમિકતા આપવી જોઈએ. આવું થવાથી થોડા દિવસોમાં જ લીવર પરથી ચરબીનું પ્રમાણ ધીમે ધીમે ઘટવા લાગશે. થોડા મહિનામાં જ આ હકીકત અનુભવવા મળશે, પણ આ પહેલા આહારમાં સખત પરેજી અથવા અન્ય પુરવણી અંગે જાણવું પણ એટલું જ જરૂરી છે.
ઇન્સ્યુલિન-પ્રતિકારને સુધારવા માટે જરૂરી પગલાં લેવા જરૂરી છે. લીવરની પૂરતી સંભાળ રાખવી પણ જરૂરી છે. આ બાબત માત્ર લીવર માટે જ નહીં, પણ તમારા મેટાબોલિક સ્વાસ્થ્ય માટે પણ ઘણું મહત્ત્વપૂર્ણ છે. તમારી રોજિંદી આદતો જે તમારા લીવર પર ચરબીની જમાવટ કરે છે તેજ આદતો તમારા બ્લડ પ્રેશરને વધારે છે તમારા બ્લડ સુગરને ડાયાબિટીસ ભણી ધકેલે છે.
બેશક, આવી પરિસ્થિતિમાં શાંત રહેવું કંઈ હાનિકારક તો નથી. આનો અર્થ એ છે કે રિપોર્ટ અલગ રીતે વાંચવામાં આવે તે પહેલાં તમારી પાસે હજુ પણ ચોક્કસ કાર્ય કરવાનો-યોગ્ય પધ્ધતિસરની જીવનશૈલી અપનાવવાનો સમય છે. આથી, તમે શક્ય એટલી વહેલી તકે ખરાબ અને આરોગ્ય બગાડે એવી જીવનશૈલીમાં ફેરફાર લાવો અને સારું-સુખમય જીવન જીવો.

  • ભૂપેન્દ્ર પટેલ