Sahiyar
અજમાવી જૂઓ
By GS Team
17 Aug 20261 min read

-દહીંમાં થોડો મરીનો ભૂક્કો અને ગોળ ભેળવીને ખાવાથી શરદીમાં રાહત થાય છે.
- હોઠ પર દરરોજ મોઇશ્ચરાઇઝર બામ અથવા મલાઇ લગાડવાથી હોઠ મુલાયમ બને છે.
- વાયુ કે કફ(આમ) દોષથી અંગ જકડાઇ ગયાં હોય તો રાઇની પોટીસ લગસ્વાથી રાહત થાય છે.
- બે કપ પાણી ઉકાળવું તેમાં ૧૦-૧૫ તુલસીના પાન તથા થોડા મરી દાણા અને ચપટી સાકર નાખી બરાબર ઉકળે એટલે ચૂલા પરથી નીચે ઉતારી ઠંડુ પડવા દેવું. ગાળીને દિવસમાં ત્રણ વખત પીવાથી હાઇ બ્લડ પ્રેશરમાં લાભ થશે.
- લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો કિનારીએ મીણનો ટુકડો ઘસવાથી સરળતાથી ખાનું ખુલશે.
- રૂક્ષ હથેળીને મુલાયમ નરમ કરવા બે ચમચી હુંફાળું રાઇના તેલમાં નાનો કટકો મીણ ઓગાળવું. આ પેસ્ટ હથેળી પર ઘસવી.
- જાંબુ વધુ પ્રમાણમાં ખવાઇ ગયા હોય તો થોડું મીઠું ખાવું. રાહત થશે.
- બોરિક પાવડરની નાની નાની પોટલી બનાવી દાળમાં રાખવાથી તેમાં જીવાત નહીં પડે.
- દહીંવડા બનાવતી વખતે વાટેલી દાળમાં એકાદ-બે બાફેલા બટાકાના ટુકડા ભેળવવાથી દહીંવડા પોચા બને છે.
- મીણબત્તીનો ઉપયોગ લાંબા સમય સુધી કરવા મીણબત્તીને પાણીના ગ્લાસમાં રાખી પ્રગટાવવી.
- મીનાક્ષી તિવારી




