Sahiyar

અજમાવી જૂઓ

By GS Team
12 Oct 20261 min read
અજમાવી જૂઓ
  • દાંતના દુખાવાથી રાહત પામવા દાંતમાં હિંગ દાબી દેવી.
  • શર્ટના કૉલર પરથી જામેલો મેલ કાઢવા શેમ્પૂનો ઉપયોગ ફાયદાકારક છે. કૉલર પર શેમ્પૂ નાખી રગડવાથી મેલ સરળતાથી દૂર થશે.
  • શરીર, કપડાં, કે વાળ પર ચ્યુઇંગમ ચોંટી ગઇ હોય તો બરફનો ટુકડો ઘસવાથી સરળતાથી નીકળી જશે.
  • રબર, રેક્ઝિન, ફૉમ તથા પ્લાસ્ટિકની પર્સ કે બેગ ફાટી ગઈ હોય તો તેને ફેંકવાની બદલે ગ્લાસ, કપ, પ્લેટ, બાઉલના માપ તથા આકાર પ્રમાણે કાપી ગ્લાસ, કપ વગેરે નીચે રાખવાથી ટેબલ પર ડાઘ નહીં પડે.
  • નાઈલોનના જૂના મોજા પર બૂટ પૉલિશ અથવા શૂ ક્રિમ લગાડી ચપ્પલ, સેન્ડલ તથા બૂટ પર લગાડી બફ કરવાથી ચમકીલા થશે.
  • કપૂરની ટીકડી આખી રાખવા એટલે ઓગળી ન જાય માટે તેની સામે મરીના થોડા દાણા મુકવા.
  • ગુલાબની વચ્ચે કૉપરેલનું એક ટીપું રેડવાથી પાંખડીઓ લાંબા સમય સુધી તાજી રહેશે.
  • ચાની પત્તીને તડકામાં સૂકવી તેની ચા બનાવવાથી ચાનો સ્વાદ અનેરો આવશે.
  • લોખંડની નાની નાની વસ્તુઓ પર ચૉક પાઉડર ભભરાવવાથી લોખંડને કાટ નહીં લાગે.
  • કસ્ટર્ડ પાવડરમાં સાકર નાખ્યા બાદ ગરમ દૂધ નાખી હલાવવાથી કસ્ટર્ડમાં ગાંઠા નહીં વળે.
  • મિનાક્ષી તીવારી