વર્ષાઋતુમાં ટ્રાવેલિંગ ટિપ્સ

વરસતા વરસાદનો આનંદ માણવા લોકો સફરે નીકળી જતા હોય છે. પરંતુ એ આનંદ ઘણી વખત દુ:ખદ ઘટનામાં બની જવાના દાખલા પણ સમાજમાં જોવા મળ્યા છે. તેથી ચોમાસામાં સફરે જતી વખતે નાની-નાની ઘણી વાતો ધ્યાનમાં રાખવી જરૂરી છે જેથી મુસાફરીનો ભરપુર આનંદ માણી શકાય.
ચોમાસામાં મૌસમ ક્યારે બદલાઇ જાય તેનો અંદાજ હોતો નથી. ઘણી વખત એવુ ંપણ બનતું હોય છે કે સવારે આકાશ સ્વચ્છ જોવા મળે અને થોડી વારમાં તો સાંબલાધાર વરસાદ પડવાનું શરૂ થઇ જતું હોય છે. ખાસ કરીને પહાડ અને સમુદ્ર સ્થળોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પાણી ભરાવા જેવી સ્થિતિ સર્જાતી અચાનક ભોગવવી પડતી હોય છે. તેથી જ આ સઘળી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સફરની તૈયારી કરવી મહત્વનું છે.
યોગ્ય પરિધાન અને ફુટવેરની પસંદગી
મોનસૂમાં કપડા હળવા અને જલદી સુકાઇ જાય તેવા પહેરવા. લાંબા સમય સુધી ભીના કપડા પહેરવાથી શરદી થઇ જાય એ સ્વાભાવિક છે.તેથી નાની મુસાફરી દરમિયાન એક જોડી કપડાની વધારે રાખવા.
મજબૂત અને એન્ટી-સ્લિપ જોડા
પાણી અને રસ્તામાં ભીનાશના કારણે લપસી પડવાની શક્યતા વધુ હોય છે. તેથી ચોમાસામાં મજબૂત અને એન્ટી-સ્લિપ જોડા પહેરવા જોઇએ.
ઋતુની જાણકારી સતત લેવી જોઇએ
હવે મોનસૂન અપડેટ વારંવાર આવતું હોય છે. જેથી બહાર નીકળતી વખતે ઋતુની જાણકારી લેવી જરૂરી છે. ઘણી વખત અચાનક ભારી વરસાદ પડવા તો લાગે રસ્તો પણ બદલવાની પરિસ્થિતિ આવી જતી હોય છે.
ઇલોકટ્રોનિક સામાન અને જરૂરી દસ્તાવેજ સુરક્ષિત રાખવા
આધુનિક જીવન શૈલીમાં સેલફોન, કેમેરા, પાવરબેન્ક ઉપરાંત લેપટોપ અને આઇપેડ પણ સાથે રાખવા જરૂરી થઇ ગયા છે. આ ઇલેકટ્રોનિક ડિવાઇસ પાણીથી જલદી ખરાબ થઇજતા હોય છે. તેથી આ સાધનનોને વોટરપ્રુફ પાઉચ અથવા એરટાઇપ જિપ બેગમાં સુરક્ષિત રાખવા. ઉપરાંત મહત્વના દસ્તાવેજ જેવા ઓળખપત્રની હાર્ડકોપી પણ વોટરપ્રુફરહે તે રીતે રાખવી.
છત્રી અને રેઇનકોટ સાથે રાખવા
વરસાદ દરમિયાન ટ્રાવેલ કરતી વખતે સૌથી જરૂરી ચીજ છત્રી અને રેઇનકોટ સાથે હોવા જરૂરી હોય છે. ઓચિંતાના વરસાદથી ટ્રિપનો આનંદ ખરાબ ન થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
જરૂરી દવાઓ અને ફર્સ્ટ એડ કિટ
ચોમાસામાં શરદી-ઉધરસ થવાની શક્યતા વધી જતી હોય છે. તેમજ વરસાદને કારણે થયેલી ભીનાશથી લપસી જવાનું જોખમ પણ રહેલું હોય છે.જેથી શરદીને લગતી દવાઓ તેમજ નાનકડી ફર્સ્ટ એડ કિટ સાથે રાખવી જેમાં બેન્ડેજ, એન્ટીસેપ્ટિક, દર્દનાશક અને મચ્છર દૂર કરનારું ક્રીમ તેમજ હેન્ડ સેનેટાઇજર હોવું જરૂરી છે.
આહાર
વર્ષાઋતુની સફરનો આનંદ સરળતાથી માણી શકીએ માટે આહાર પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. જાહેરમાં વેચાતા ખાદ્યપદાર્થો, સમારેલા ફલો, અસ્વચ્છ જગ્યા પર ખાવાનું, તેમજ ખુલ્લુ પાણી પીવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થઇ શકે છ.ે તાજો અને ગરમ આહાર જ ખાવો જોઇએ.
વોટરપ્રુફ બેગ કવર
ચોમાસામાં ટ્રાવેલ કરતી વખતે સાથેની બેગનું કવર વોટરપ્રુફ હોય તેની ખાતરી રાખવી.જેથી બેગની અંદરનો સામાન સુરક્ષિત રહે.
જિપલોક બેગ
મોબાઇલ ફોન, વોલેટ, જરૂરી કાર્ડસ, રૂપિયા અને જરૂરી ચીજોને સુરક્ષિત રાખવા માટે જિપ લોક બેગનો ઉપયોગ કરવો.
- જયવિકા આશર




