વર્ષાઋતુમાં ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ

ચોમાસામાં વરસાદની ઠંડકની સાથેસાથે કાદવ-કીચડ, પાણીના ખાબોચિયાં જેવી તકલીફો પણ આવતી હોય છે. તેથી આ ઋતુમાં ઘરની બહાર નીકળતી વખતે માનુનીઓએ ચોક્કસ ટિપ્સનું પાલન કરવું જોઇએ.
પરિધાનમાં ખાસ કરીને વાઇડ-લેગ જીન્સ પહેરવાનો મોહ રાખવો નહીં. વર્ષાઋતુમાં આ ફેશનેબલ જીન્સ રપગેરવાથી જીન્સની નીચેનો હિસ્સો વરસાદના પાણી અને કાદવ-ચીચડથી ંગંદો થઇ જતો હોય છે. તેની જગ્યાએ ક્રોપ અથવા એન્કલ ેન્થ જીન્સ અથવા પેન્ટસ પહેરી શકાય.
હળવા રંગના પોષાક પહેરવાની ભૂલ કરવી નહીં. આવા પોષાક સુંદરતો દીસે છે. પરંતુ વરસતા વરસાદમાં ભીંજાવાને કારણે આ રંગો ટ્રાન્સપરેન્ટે થઇ શકતા હોય છે. જેમાંથી શરીર આરપાર દેખાવા લાગે છે. તેથી જ ચોમાસાની ઋતુમાં ડાર્ક કલરના કપડા પહેરવાથી કમ્ફર્ટેબલ રહેવાય છે
એ -લાઇન અને ફિટેડ કપડા વર્ષાઋતુમાં પાર્ટી,આઉટિંગ અતવા કૈઝ્યુઅલ લુક ક્રિએટ કરે છે. તેમજ વરસાદમાં આ સ્ટાઇલના પોષાક પહેરવાથી આરામદાયક પણ રહેવાય છે.
આ ઉપરાંત ફિટ એન્ડ ફ્લેયર ડ્રેસ પહેરવો હોય તો હળવું અને જલદી સુકાઇ જાયતેવું ફેબ્રિક પસંદ કરવું જેવું કે રેયોન, પોલિએસ્ટર અથવા ડ્રાઇ ફિટ કપડું પસંદ કરવું.
સફેદ કપડા શાનદાર લુક આપે છે તેમાં કોઇ શંકા નથી. પરંતુ ચોમસાની ઋતુમાં આ કલરની પસંદગી સમસ્યાનુંકારણ બની જતી હોય છે. તેના પર કાદવ-કિચડના ડાઘ તરત જ દેખા દે છે. જેથી શરમજનક સ્થિતિમાં મુકાઇ જવાઇ છે. આના સ્થાને ડાર્ક અને કલરફુલ કપડાની પસંદગી કરવી.
ચોમાસામાં પાણીના કારણે લાદી અને જમીન ચીકણી તેમજ લીસી થઇ જતી હોવાથી હીલ્સ પહેરવાથી લસરીજવાની શક્યતા વધી જાય છે. તેથી ચોમાસામાં આવા જોડા પસંદ કરવા નહીં. તેમજ લેધરના જોડા પણ પહેરવા યોગ્ય નથી. તેના સ્થાને વોટરપ્રુફ જોડા, પ્લાસ્ટિક ના સેન્ડલ અથવા ગ્રિપ ફુટવેયર પહેરવા.
- મીનાક્ષી તિવારી




