Sahiyar
સ્વાદિષ્ટ રસોઈ બનાવવાની કળા
By GS Team
28 Sep 20262 mins read

- રવા ઢોસા બનાવવા માટે એક કપ રવામાં બે ચમચો મેંદો ભેળવવાથી રવા ઢોસા સારા થાય છે. રવા ઢોસાનું ખીરું પાતળું રાખવું.
- ભાતને સુગંધીદાર બનાવવા માટે ભાત રંધાતા હોય ત્યારે તેમાં તજનો ટુકડો નાખી દેવો.
- દૂધીના સૂપમાં થોડો ફુદીનો અને જીરૂ નાખવાથી સ્વાદ વધુ સારો થાય છે.
- દાળ ચડતી ન હોય તો તેને એક કલાક માટે હુંફાળા પાણીમાં પલાળીને પછી બાફવી.
- નારિયેળની ચટણીમાં આમલી ઉમેરવાથી સ્વાદિષ્ટ લાગે છે.
- સરસવનું શાક બનાવતી વખતે તેમાં કાચો મૂળો નાખવાથી સ્વાદ સારો થાય છે.
- ઇડલી-ઢોસાનું ખીરુ ખાટું થઇ ગયું હોય તો તેમાં નારિયેળનું દૂધ ઉમેરવું ખટાશ દૂર થાશે.
- બટાકાના માવામાં બ્રેડ સ્લાઇસને વાટીને નાખવાથી માવો ઘટ્ટ રહે છે.
- પાલકને ઉકાળત ીવખતે તેમાં સાકર નાખવાથી રંગ લીલોછમ રહે છે.
- કોઇ પણ વાનગીમાં સાકર ઓછી લાગતી હોય આખી સાકરને બદલે દળેલી સાકર ઉમેરવી.
- ગ્રેવી બનાવતી વખતે તેમાં લસણની માત્રા વધુ અને આદુની માત્રા ઓછી હોવી જોઇએ.
- આલુ પરાઠાના લોટમાં ચોખાનો લોટ ઉમેરવાથી પરાઠા ફુલેલા અને ક્રિસ્પી થાય છે.
- શાક કરમાઇ ગયા હોય તો તેનેપાણીમાં થોડી વાર માટે રાખવા.
- લસ્સી બનાવતી વખતે તેમાં પાણીના સ્થાને દૂધ ઉમેરવાથી વધુ ઘટ્ટ અન ેસ્વાદિષ્ટ થાય છ.ે
- રવાની ઇડલીને સોફ્ટ કરવા માટે ખીરામાં ઇનો ઉમેરવાથી મુલાયમ અને સ્પંજી બનશે.
- બટાકા પૌંઆ બનાવતી વખતે પૌંઆ ધોયા પછી તેમાં લીંબુ નીચોવી દેવાથી સ્વાદ વધુ સારો થાય છે અને પૌંઆ ખીલેલા રહે છે તૂટી જતા નથી.
- સુકા શાકને વધુ સ્વાદિષ્ટ કરવા તેમાં કરકરો સીંગદાણાનો ભુક્કો ઉમેરવો.
- પકોડાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં આરાલોટઅને બે ચમચી તેલનું મોણ નાખવું.
- સાદા પરોઠાને ક્રિસ્પી બનાવવા માટે એક બાફેલું બટાકુ છૂંદીને નાખવું.
- પરાઠાને બટરમાં શેકવાથી વધુ સ્વાદિષ્ટ અને સ્ક્રિપી લાગે છે.
- કાંદા સાંતળતી વખતે તેમાં થોડી સાકર અથવા બેકિંગ સોડા ઉમેરવો.
- ગ્રેવી માટે કાંદા સાંતળતી વખતે તેમાં અડધી ચમચી સાકર ઉમેરવાથી ગ્રેવીનો સ્વાદ અને કલર વધશે.
- રિચ અને ક્રિમી ગ્રેવી બનાવવા માટે કાંદા, લસણ. ટામેટા, આદુ અને કાજુના ટુકડાઓને પાંચ-સાત મિનીટ સુધી પાણીમાં ઉકાળવા. ટામેટાની છાલ ઉતારી સઘળી સામગ્રી સાથે વાટી લેવી.
- ઇન્સટન્ટ ચીપ્સ બનાવવા માટે બટાકાની ચીરીઓને હરફના પાણીમાં થોડી વાર પલાળી રાખીને પછી તળવી.
- ગોળની ચાસણી બનાવતી વખતે તેમાં થોડું ઘી ઉમેરવાથી ચાસણી વાસણમાં ચોટશે નહીં.
- સમારેલા ટામેટા પર તેલ લગાડીને રાખવાથી તે સુકા નથી થઇ જતા.
- શાકમાં ટામેટા નાખ્યા પછી તેમાં થોડુ મીઠું ઉમેરવાથી ટામેટા જલદી ગળી જશે.
- પાલકને બાફી તરત જ ઠંડા પાણીમાં રાખવાથી પાલક લીલીછમ રહેશે.
- રાયતાનો સ્વાદ વધારવા હીંગ અને જીરાનો વઘાર કરવાથી સ્વાદ અને સોડમ બન્ને વધશે.
- ખમણા ઢોકળા બનાવતી વખતે તેમાં થોડો રવો ભેળવવાથી ઢોકળા સારા થશે.
- ભટુરાનો લોટ બાંધતી વખતે તેમાં ૨ વ્હાઇટ બ્રેડને મિક્સરમાં પીસીને નાખવાથી ભટૂરા ફૂલેલા બનશે.
- મીનાક્ષી




