વાર્તા : રાજીનામાનો પત્ર

- '' મારી રજા પણ આવતા અઠવાડિયે પૂરી થાય છે. એ પહેલાં ઘરનાં સાથે થોડો સમય વિતાવવાની ઇચ્છા છે.'' ''તારી રજાઓ? એનો અર્થ શો? તે હજુ નોકરી છોડી નથી?'' સમીરે ચમકીને સવાલ કર્યો, ''નોકરી કેવી રીતે છોડી શકું? કાયમી સરકારી નોકરી છે.'' ''કાયમી સરકારી નોકરી શું છોડી ના શકાય? એે કોઇ કાયદો તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રના જાણકારોની ભાષામાં કહીએ તો એમ કહી શકાય કે એ વખતે ખૂબ જ શ્રેષ્ઠ યોગ ચાલતો હતો. એમ.એ.માં તે યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવી હતી અને તરત જ ત્રણ મહિના માટે તેને હંગામી ધોરણે અધ્યાપિકા તરીકેની જગ્યા મળી હતી.
''પરંતુ ભણાવવામાં મને કોઇ રસ નથી'' સ્વાતિએ કહ્યું, ''હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરું છું''
''તો તો તારે આ નોકરી કરવી જ જોઇએ જેથી તું યુનિવર્સિટીની લાઇબ્રેરીનો લાભ લઇ શકે. જો એકવાર અહીં કામ કરીશ તો તે પછી સમય પૂરો થવા છતાં તને લાઇબ્રેરીની સગવડ મળતી રહેશે. પ્રિન્સિપાલે સમજાવ્યું.
લાઇબ્રેરીની સગવડ મળવાની વાત મોટી અને મહત્વની હતી. આખરે સ્વાતિએ ભણાવવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેને તેમાં રસ પડવા લાગ્યો. આ સમયગાળા દરમિયાન રજા પર ઉતરેલા પ્રોફેસરે પોતાનું રાજીનામું મોકલી આપ્યું.
સ્વાતીએ હવે આનંદથી નોકરી સ્વીકારી લીધી અને સ્પર્ધાત્મક પરીક્ષાને પડતી મૂકી સંશોધન માટેનું કામ શરૂ કર્યું. એટલામાં સમીર તરફથી માગું આવ્યું.
''પણ હમણાં હું લગ્ન કરવાની ઇચ્છા રાખતી નથી. પપ્પા, મને મારું રિસર્ચ કામ તો પૂરું કરવા દો.''
''એ તો લગ્ન પછી પણ તું કરજે. સમીરના ઘરમાં તને ભણવાનું વાતાવરણ મળશે. તેની મમ્મી પ્રોફેસર છે મોટી ભાભી પત્રકાર છે. એટલા માટે તારી નોકરી કે થીસીસ માટે કોઇ વાંધો નહીં લે આવો ભણેલો ગણેલો પરિવાર સહજ રીતે નથી મળતો એકવાર સમીરને મળી તો લે જો તને પસંદ ન પડે તે અમે તારા પર દબાણ નહીં કરીએ.''
પિતાના આ આશ્વાસન પછી સ્વાતિ સમીરને મળવા તૈયાર થઇ હતી અને પહેલી નજરમાં એના પર ઓળઘોળ થઇ ગઇ હતી. સમીર સુંદર અને આકર્ષક જ નહીં, બેહદ ખુશમિજાજ યુવક પણ હતો. એ આર્કિટેક્ટ હતો. તેણે તેના ગ્રાહકોના મજેદાર કિસ્સા સંભળાવી સ્વાતિ અને તેનાં બહેનભાઇઓને ખૂબ જ હસાવ્યા. તેની મા પ્રેમાળ પરંતુ ગંભીર હતી જ્યારે ભાભી ખૂબ જ બોલકણી અને મિલનસાર હતી. સ્વાતિને લાગ્યું કે આનાથી સારું કુટુંબ મળવાની ઇચ્છા કરવી એ નરી મૂર્ખતા હતી એટલે લગ્ન માટે તરત તૈયાર થઇ ગઇ.
સમીરના મામા પરદેશથી થોડા સમય માટે આવ્યા હતા, એટલે તેની મમ્મીની ઇચ્છા હતી કે તેઓ પાછા ફરે તે પહેલાં સમીરનાં લગ્ન થઇ જાય એટલે પહેલી મુલાકાત પછી પંદર દિવસમાં જ સ્વાતિ-સમીરનાં લગ્ન કોઇ રીતરિવાજ કે દેખાવ વિના છતાં ધામધૂમ પૂર્વક પૂરાં થયાં. બંને હનીમૂન માટે ઊંટી ચાલ્યાં ગયા. સમીર બધું જ તેના સુખ અને આનંદ માટે કરતો હતો. ક્યારે પણ પોતાની ઇચ્છાનું ભારણ તેના પર પડવા દેતો નહોતો. તે કહેતો કે હમબિસ્તર બનતાં પહેલાં સરખા વિચારવાળા બનવું વધુ જરૂરી હતું. સ્વાતિ તેના રૂપ સાથે તેની બુધ્ધિ અને વ્યવહારકુશળતા પર પણ ન્યોછાવર થઇ ગઇ હતી.
''હું કદી પુણ્ય કે પૂર્વજન્મમાં વિશ્વાસ કરતો નથી, પરંતુ તારી સાથે લગ્ન કર્યાં પછી વિચારું છું કે ગયા જન્મમાં મેં જરૂર કોઇ સારાં કર્મ કર્યાં હશે જેના કારણે આજે તું મને મળી છે.''
આ સાંભળી સ્વાતિ ગર્વ અનુભવતી હતી. એક દિવસ બંને ફરવા જતા હતા. રસ્તામાં એક જગ્યાએ ભીડ જોઇ સમીરે એક વ્યક્તિને પૂછ્યું, ''શું વાત છે?''
''બાબા બરકત અલીની મઝાર છે અહીં લોકો મન્નત માંગવા આવ્યા છે હું ચાર કલાકથી ઊભો છું.''
''ચાલ સ્વાતિ, આપણે પણ મઝાર જઇએ.''
સમીરના સ્વરમાં દ્દઢતાં સાંભળી સ્વાતિ ચમકી ગઇ અને પૂછ્યું, શું માંગવું છે?''
''મારે તને હંમેશા ખુશ રાખવા માટેનું વરદાન માગવું છે''
સમીરે ગંભીર સ્વરમાં કહ્યું.
૧૫ દિવસ તો જાણે ઝડપથી નીકળી ગયા. જવાનો દિવસ આવી ગયો. ''જવાનું તો મન થતું નથી, પરંતુ મજબૂરી છે. પરમ દિવસે એક નવા ગ્રાહકને મળવાનું છે. છતાં ઓફિસમાં ફોન કરી પૂછી જોઉં છું કે જો કોઇ કારણસર તેણે મળવાનું રદ કર્યું હોય તો આજે નહીં નીકળીએ.''
''ના સમીર, હવે જવું જોઇએ. મારી રજા પણ આવતા અઠવાડિયે પૂરી થાય છે. એ પહેલાં ઘરનાં સાથે થોડો સમય વિતાવવાની ઇચ્છા છે.''
''તારી રજાઓ? એનો અર્થ શો? તે હજુ નોકરી છોડી નથી?'' સમીરે ચમકીને સવાલ કર્યો, ''ખેર, હવે છોડી દેજે''
હવે ચમકવાનો વારો સ્વાતિનો હતો તે બોલી, ''નોકરી કેવી રીતે છોડી શકું? કાયમી સરકારી નોકરી છે.''
''કાયમી સરકારી નોકરી શું છોડી ના શકાય? એે કોઇ કાયદો તો નથી ને? સમીરે હસીને કહ્યું.
''કાયદો તો નથી પરંતુ હું શા માટે નોકરી છોડું? સ્વાતિએ દલીલ કરી.
''કારણ કે તું નોકરી કરે તે મને પસંદ નથી.'' સમીરે સરળતાથી જવાબ આપ્યો.
સ્વાતિ જરા ઉશ્કેરાઇ ગઇ, ''તારે આ વાત લગ્ન પહેલાં કહેવી જોઇતી હતી.''
''જ્ઞાાનચંદજીએ આપણો સંબંધ કરાવ્યો છે. તેમને મારી શરતની જાણ છે. તેમણે કહ્યું હતું કે સ્વાતિને ભણાવવાનું જરા પણ ગમતું નથી. પોતાના જૂના પ્રિન્સિપાલનું માન રાખવા માટે તેણે લીવ વેકન્સી પર ભણાવવાનું સ્વીકારેલું છે. એકાદ મહિનામાં નોકરી પૂરી થવાની છે. જ્ઞાાનચંદજી જૂઠું શા માટે બોલ્યા એ હું જાણતો નથી.''
''એમણે જે કહ્યું તે જૂઠું નહોતું કહ્યું. મને ભણાવવામાં જરા પણ રસ નહોતો. મારે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી કરવાની હતી. એટલે યુનિવર્સિટીમાં નોકરી કરવાથી ત્યાંની લાઇબ્રેરીનો ફાયદો ઉઠાવી શકતી હતી. એના કારણે મે લીવ વેકન્સીમાં નોકરી શરૂ કરી હતી. ધીરે ધીરે ભણાવવામાં મને રસ પડવા લાગ્યો અને જ્યારે રજા પર ગયેલા પ્રોફેસરે રાજીનામું આપ્યું ત્યારે મેં એ જગ્યા સ્વીકારી લીધી. જો કે અત્યારે કાયમી નથી, પરંતુ થોડા વખતમાં થઇ જઇશ.''
''સમીર હસીને બોલ્યો, ''એ પહેલાં તો તું ભૂતપૂર્વ થઇ જઇશ. મતલબ રાજીનામું આપી દઇશ.
''પરંતુ શા માટે સમીર?''
''કારણ કે મને પસંદ નથી.''
''પરંતુ મને ગમે છે ને. મારા લગ્ન તારી સાથે પપ્પાએ એટલા માટે કર્યાં હતાં કે તું મને નોકરી કરવાની ના નહીં કહે.''
''પણ પપ્પાએ એ વિશે મને તો કશું કહ્યું નથી.''
''વિચાર્યું હશે કે જો મા અને ભાભી નોકરી કરી શકે છે તો તેની પુત્રી શા માટે ન કરી શકે?''
''એટલા માટે કે તેમના જમાઇએ નોકરી કરતી પત્નીઓના પતિ મતલબ મારા પપ્પા અને ભાઇની દુર્દશા જોઇને જ પોતાની પત્ની ક્યારેય નોકરી નહીં કરે તેવો નિર્ણય કર્યો છે.''
''શું વાત કરે છે, સમીર?'' સ્વાતિએ અકળાઇને સવાલ કર્યો, ''પપ્પા કહ્યા વિના બતાવતા રહે છે કે આ મોંઘો સૂટ તેમને મમ્મીએ અપાવ્યો છે. એ જાતે તો ખરીદવાનું વિચારી પણ શકતા નથી. સુધીરભાઇ કહેતા હતા કે તેમને સ્ટેજ શો જોવાનો અનહદ શોખ છે અને એટલે તેમણે પત્રકાર એવી પત્નીની પસંદગી કરી છે જેથી ફર્સ્ટ ક્લાસનો ફ્રી પાસ મળ્યા કરશે અને તું કહે છે કે તેમની દુર્દશા થઇ રહી છે…….''
''શરમ છુપાવવા માટે ગાલિબનો વિચાર સારો છો.'' સમીરે કટાક્ષમાં હસીને કહ્યું, ''તેં હજુ અમારા ઘરને પારખ્યું જ ક્યાં છે? રહેતાં રહેતાં બધું સમજાઇ જશે. આ સિવાય કોઇ પણ પુરુષ મોંઘો સૂટ કે કોમ્લિમેન્ટ માટે લગ્ન નથી કરતો, સમજી? તેને ઘર અને પત્ની પાસેથી બીજી ઘણી અપેક્ષા રહેતી હોય છે જેને પૂરી કરવાનું કેરિયર વુમન માટે શક્ય નથી બનતું. ખેર, છોડ આ વાત. ચાલ બોટિંગ કરવા જઇએ.''
સ્વાતિનો જવાનો મૂડ તો નહોતો, પરંતુ અગાઉથી ચાલી આવતી એ વાતને યાદ કરી કે પુરુષની હા માં હા મેળવી કોઇ પણ કામ કઢાવી શકાય છે. તે આનંદ સાથે તરત તૈયાર થઇ ગઇ. સમીરનો વ્યવહાર પહેલાં જેવો જ આનંદમય થઇ ગયો એ પછી એ બંને વચ્ચે કશી વાત થઇ નહીં.
ઘરે પાછા ફરતાં મમ્મીના કહેવાથી કે ઑફિસ જતી વખતે સ્વાતિને તેના પિયર છોડતો જજે એ વાતને સમીરે સહર્ષ સ્વીકારી લીધી. સ્વાતિની મમ્મીએ વિનંતી કરી કે, રાત્રીનું ભોજન તેમની સાથે જ લે, ત્યારે સમીરે કહ્યું, ''આજે જ રાત્રે શા માટે હું તો રોજ જમવા આવી શકું છું. તમારા હાથનું ભોજન મને ગમે છે.''
''એ તને મસ્કો મારી રહ્યો છે મમ્મી, નહીં તો તેના ઘરે ફાઇવસ્ટાર હોટલ જેવી રસોઇ બને છે.''
''બેશક'' સમીરે કહ્યું, ''પરંતુ તમે જ કહો. મમ્મી, પોતાના ઘરમાં કોને હોટલનું ભોજન આરોગવાનું ગમે? મને ખરેખર ઘરની સીધીસાદી રોટલી અને દાળ સ્વાદિષ્ટ લાગે છે.''
''ઘણો જ સરળ છોકરો છે'' મમ્મીએ તેના ગયા પછી કહ્યું. સ્વાતિ વિચાર કરી ચૂપ રહી કે મમ્મી ખુશ છે. એટલે તેણે તેનો પ્રશ્ન રજૂ કરી તેનો મૂડ ખરાબ કરવાનું યોગ્ય માન્યું નહીં અને મમ્મી પણ તેની નોકરીથી ખુશ તો નહોતી. તે તો સમીરનો પક્ષ જ લેતી. હવે તો પપ્પાને વાત કરવી પડશે.
સાંજે સમીર પપ્પાના આવતાં પહેલાં આવી ગયો તે કશીય વાતની ચિંતા કર્યાં વિના ગપ્પાં મારતો રહ્યો. રાત્રે જવાના સમયે જ્યારે માએ સ્વાતિને સવાલ કર્યોં કે ફરી ક્યારે આવશે તો તેનો જવાબ સમીરે આપ્યો, તમે જ્યારે કહો ત્યારે આવશે. અમારે ત્યાં આખો દિવસ તો કોઇ હોતું નથી. એટલે એને અહીં આવવામાં કશો વાંધો નહીં હોય. કાલે સવારે મારે કામ પર મોડા જવાનું છે, ત્યારે તેને અહીં મૂકતો જઇશ.''
સવારે સ્વાતિને છોડીને જતી વખતે સમીરે કહ્યું કે ઘરે ફોન કરીને પૂછી લેજે, જો મમ્મી સાંજે નોટ્સ તપાસવાની ના હોય તો તું તરત ઘરે ચાલી જજે, નહીં તો મારી રાહ જોજે.સ્વાતિએ જ્યારે એનો અર્થ જાણવા પ્રયાસ કર્યોં ત્યારે તેણે કહ્યું કે લખવાના સમયે મમ્મી ભાભી કે કોઇ સાથે વાત કરતાં નથી. ભાઇ અને પપ્પા પણ ટીવી જોતા હોય છે અથવા તો ક્લબ ચાલી જતા હોય છે. જ્યારે ઘરમાં ઘરનું વાતાવરણ ન હોય તો ઘરે જવાનો અર્થ શો? ''લાગે છે કે મમ્મી અને ભાભી કામ કરે છે તે સમીરને પસંદ નથી'' સમીર જતાં મમ્મી બોલી. ''હા, મમ્મી અને તે ઇચ્છે છે કે હું નોકરી ન કરું'' સ્વાતિએ વાત કરી.
''સવાલ ઘણો ગંભીર છે, બેટી, તારે ધીરજથી કામ લેવું પડશે. હજુ તારા વર્ગો પ્રિન્સિપાલ સાહેબ લઇ રહ્યા છે. તેમને થોડા દિવસ વધુ સંભાળી લેવાનું કહે ત્યાં સુધીંમાં સમીર પોતાના કામમાં વ્યસ્ત થઇને ભૂલી જશે કે તને કામ કરવા સામે એને વાંધો નથી.''
પરંતુ સમીર ભૂલ્યો નહોતો. તણે ત્રણચાર દિવસ પછી પુછ્યું કે સ્વાતિએ રાજીનામું મોકલી આપ્યું કે નહીં.
''હમણાં તો રજા લીધેલી છે.''
સ્વાતિએ સવાલ ટાળવા જવાબ આપ્યો. સમીર એકદમ ભડકી ઊઠી બોલ્યો, ''કોઇને નકામા લટકાવી રાખવાથી ફાયદો શો? જ્યારે તારે રાજીનામું આપવાનું જ છે તો પછી વાર શી?''
''હું નોકરી છોડી આનંદમાં નહીં રહી શકું સમીર અને મને ખુશ રાખવા માટે તે કલાકો સુધી લાઇનમાં ઊભા રહી વરદાન માગ્યું હતું'' સ્વાતિએ યાદ અપાવ્યું.
''પરંતુ નોકરી છોડી તું શા માટે આનંદમાં ન રહી શકે?''
''કારણ કે હું હાર્ડકોર કેરિયરિસ્ટ વૂમન છું. હું માત્ર ગૃહિણી બનીને જીવી ન શકું.''
''મતલબ તારા વિચારોમાં ગૃહિણીનું કોઇ મહત્વ નથી એમને?'' સમીરે સવાલ કર્યો. સ્વાતિએ હકારમાં મસ્તક હલાવ્યું.
''તારી મમ્મીની પણ કશી અગત્યતા નથી?'' સમીરે કટાક્ષમાં પૂછ્યું, ''તમે બધાં ભાઇબહેન આટલાં સુસંસ્કૃત છો. તારા પપ્પા આટલા જવાબદારી ભર્યા હોદ્દા પર રહેવા છતાં કાયમ હળવાશમાં રહે છે માત્ર તારી મમ્મીને કારણે આ તેમને માટે શું કંઇ નાની વાત ગણાય?''
''માની દુનિયા માત્ર ઘર અને બાળકોની આસપાસ ગુંથાયેલી હોય છે. તે બહારનું કશું વિચારી શકતી નથી. પરંતુ મારી દુનિયા વિસ્તૃત છે. હું ઘરની બહાર ઘણું બધું કરવાની ઇચ્છા રાખું છું.''
''ઘર સંસારના સુખચેનના બદલામાં?'' સમીરે વાત કાપતાં કહ્યું, ''જાણે છે સુઘીરભાઇ બાળક ઇચ્છે છે, એવી ઇચ્છા તો ભાભીની પણ છે પરંતુ તેનું કહેવું છે કે જો તેમ થશે તો તેની કારકિર્દીને ન્યાય નહીં આપી શકે. બાળક પ્રત્યે પણ ન્યાય નહીં કરી શકે. થોડો સમય પત્રકારત્વમાં નામ કમાઇ લે પછી ઘર અને બાળકો વિશે વિચારશે. મમ્મી એટલું કમાતી નથી જેટલું નોકરો પાછળ ખર્ચાય છે. મારો કહેવાનો અર્થ એવો નથી કે તું નોકરડીનું કામ કર. ઘર પર રહી નોકર પર નજર રાખ. આ ઘરને સ્નેહભર્યું અને સમૃધ્ધ બનાવ જેવું તારી મમ્મીએ બનાવ્યું છે. જ્યાં જવાનું મન થાય, ભાગવાનું નહીં. આ ઓછી ચેલેન્જિંગ જોબ નથી.
સ્વાતિ ઊભી થઇ.
''ક્યાં જાય છે?'' સમીરે તેને બાથમાં લેતાં પૂછ્યું.
''છોડ સમીર, ઘણાં કામ કરવાનાં છે. પહેલાં તો રાજીનામાનો પત્ર લખવો છે. પછી એક એવા ઘર સંસારની રૂપ રેખા તૈયાર કરવી છે જ્યાં માત્ર પ્રેમ જ પ્રેમ હોય.''




