વાર્તા : વાસના ભૂખ્યા વરુ

- જોતજોતામાં રૂપા વિવેકની કાયમી પિલિયન રાઈડર બની ગઈ. રૂપાને પણ મનોમન વિવેકનો મિજાજ વધુ ગમવા લાગ્યો. બીજા કોલેજિયનોને વિવેકની ખૂબ ઇર્ષ્યા થવા લાગી. પણ રૂપાની છલકતી જુવાની અને વિવેકની દિલફેંક આશિકી આગળ કોઈનું કાંઈ ન ચાલ્યું. બન્ને 'મિત્રો'માંથી ક્યારે 'પ્રેમી' બની ગયાં તેની બન્નેને કશી ખબર જ ન રહી.
રૂપા એના નામ પ્રમાણે ખરેખર રૂપરૂપનો અંબાર હતી. ગુલાબની કળી જેવા ફૂલગુલાબી ભરાવદાર હોઠ, દાડમની કળી જેવી ચમકતી દંતપંક્તિ, કમાન જેવી લાંબી અને ઘેરી ભ્રમરો, મોટી મોટી આંખો, ઉન્નત ઉરોજો અને વિશાળ ઘાટીલા નિતંબ, જાણે ખજૂરાહોનું કોઈ શિલ્પ જોઈ લો. એને એકવાર નજરે જોનાર પુરુષની આંખો એની કાયા પરથી બીજે હટે જ નહિ, એવું મોહક વ્યક્તિત્વ.
રોજ સવારે કોલેજ પહોંચવા તે બસ-સ્ટૉપ પર ઊભી રહેતી. ત્યાંથી પસાર થતા કેટલાય બાઈકસવાર કોલેજિયનો તેને 'લિફટ' આપવા તત્પર રહેતા, પરંતુ રૂપા કાયમ વિવેકથી તેમને ના પાડી દેતી અને બસમાં જ જતી-આવતી.
પણ એક દિવસ પરીક્ષાટાણે જ. બસ મોડી પડી. નવ વાગ્યાનું પેપર હતું. છતાં પોણા નવ સુધી એકેય બસ આવી જ નહિ. રૂપાનું ટેન્શન વધી ગયું. ઠંડીના દિવસો હતા છતાં કપાળે પરસેવાનાં ટીપાં બાઝવા માંડયાં. પર્સ ખોલીને નેપકિનથી તે પરસેવો લૂછી રહી હતી એવામાં એક હીરો હોન્ડા મોટરસાઈકલ બસસ્ટોપ પાસે આવીને ઊભી.
''રૂપા, પ્લીઝ પાછળ બેસી જા. તને કોલેજ છોડી દઉં.''
રૂપા સહેજ ચોંકી. પછી સ્વસ્થ થતાં બોલી: ના, ના. હમણાં આવી જશે. થેન્કસ.
''તારી બસ હજી એક કલાક સુધી નહિ આવે.'' વિવેકે ખુલાસો કર્યો.
વિવેક રૂપાના કલાસમાં જ ભણતો હતો. તે એક શ્રીમંત નબીરો હતો. હેન્ડસમ અને સાહસિક હતો. અત્યાર સુધી ક્યારેય કોઈએ રૂપાને સામે ચાલીને આવી ઓફર કરી નહોતી. મોટા ભાગના લોલુપ કોલેજિયનો તેની ના સાંભળીને જ રવાના થઈ જતા. આથી રૂપા થોડીક પીગળી. વળી પરીક્ષા શરૂ થવાને માંડ સાત-આઠ મિનિટ બચી હતી. એટલે રકઝક કર્યા વગર તે ચૂપચાપ વિવેકની પાછળ બેસી ગઈ.
''થેન્ક યુ વેરી મચ, વિવેક, તેં લિફટ ન આપી હોત, તો આજે હું પેપર ન લખી શકત.''
''થેન્ક યુ મારે કહેવું જોઈએ કે તું મારી સાથે 'રાઈડ'. કરવા તૈયાર થઈ. નહિતર ભલભલાને તંુ ના પાડી દે છે.'' વિવેકે વધુ વિવેકી બનતાં કહ્યું.
''આજકાલ કેવા બનાવો બને છે તું જાણે છે ને? એટલે સ્ત્રીએ સાવધ રહેવું જ પડે. જોકે બધા પુરુષો એવા નથી હોતા. વળી તેં સામેથી મને પૂછ્યું. મને તારી હિંમત અને નિખાલસતા ગમી ગયાં એટલે મારાથી 'હા' પડાઈ ગઈ,'' આટલું બોલી રૂપાએ શરમાળ સ્મિત વેર્યું અને વિવેકને 'બાય' કરવા હાથ ઊંચો કર્યો.
પરંતુ વિવેક હાથ ઊંચો કરવાને બદલે રૂપાની વધુ નજીક ગયો અને હાથ લંબાવતાં બોલ્યો : મને પણ તારી આ નિખાલસતા ખૂબ ગમી ગઈ. મિલાવ હાથ. આપણે બન્ને આજથી બેસ્ટ ફ્રેન્ડ્સ, હવે નો 'બસ' પ્લીઝ. હું તને રોજ બાઈક પર કોલેજ લઈ જઈશ, ઓકે?''
રૂપાએ હાથ મિલાવ્યો અને કશુંક કહેવા જાય એ પહેલાં જ વિવેક હેન્ડશેક કરીને બાઈક તરફ આગળ વધ્યો અને 'કિક' મારીને સડસડાટ ચાલી નીકળ્યો.
જોતજોતામાં રૂપા વિવેકની કાયમી પિલિયન રાઈડર બની ગઈ. રૂપાને પણ મનોમન વિવેકનો મિજાજ વધુ ગમવા લાગ્યો. બીજા કોલેજિયનોને વિવેકની ખૂબ ઇર્ષ્યા થવા લાગી. પણ રૂપાની છલકતી જુવાની અને વિવેકની દિલફેંક આશિકી આગળ કોઈનું કાંઈ ન ચાલ્યું. બન્ને 'મિત્રો'માંથી ક્યારે 'પ્રેમી' બની ગયાં તેની બન્નેને કશી ખબર જ ન રહી.
જોકે રૂપાની સહિયરોએ તેને ચેતવી પણ ખરી કે વિવેક એક 'બડે બાપ કી બિગડી ઔલાદ' જેવો છે અને તે કેવળ નામનો જ 'વિવેક' છે. આવા નબીરાઓને મન 'સ્ત્રી' મોજશોખનું એક સાધન માત્ર હોય છે. પરંતુ રૂપ-યૌવન અને વિજાતીય આકર્ષણના કેફમાં ચકચૂર રૂપાએ તેની સહેલીઓને સુણાવી દીધું કે 'વિવેક એવા યુવાનોમાંનો નથી, જેઓ સ્ત્રીને એક રમકડું માને છે. તે મને ખરેખર પ્રેમ કરે છે. તમને કદાચ મારી ઇર્ષ્યા થાય છે એટલે જ મને તેનો સાથ છોડવાનું કહો છો.''
એટલામાં હીરો હોન્ડાનો હોર્ન વાગ્યો અને રૂપાએ આંગળી અને આંખના ઇશારે બધી બહેનપણીઓને ચૂપ રહેવા કહ્યું. વિવેકે તેને બાજુમાં બોલાવીને કહ્યું : 'રૂપા, આવતી કાલે સાંજે પાંચ વાગ્યે આપણે નેશનલ પાર્કમાં મળીશું. પછી સાથે ડિનર લઈશું.''
બીજે દિવસે રૂપા સમયસર સજીધજીને પહોંચી ગઈ. વિવેક અડધો કલાક વહેલો જ ત્યાં આવી ગયો હતો. હસીને તેણે રૂપા સાથે હાથ મિલાવ્યો અને તેની પાતળી કમર ફરતે હાથ વીંટાળીને કહ્યું, ''ચાલ, આપણે પેલા એકાંત ખૂણામાં બેસીએ.''
એક વૃક્ષના થડને અઢેલીને બેઠા પછી થોડીવારે વિવેકે રૂપાનો હાથ દાબતાં પૂછ્યું, ''રૂપા આપણે ક્યારે પરણીશું?''
રૂપાને ખબર હતી કે તે વિવેક વગર હવે ચેનથી જીવી નહિ શકે. છતાં તેણે વિવેકનું ટેસ્ટિંગ કરવા ખાતર પૂછ્યું,
''ધારો કે હું તમને પ્રેમ ન કરું તો?''
''તું કદાપિ એવું નહિ કરે. મને તારી ઉપર પૂરો ભરોસો છે. હું તારા વગર જીવી નહિ શકું. આપણે લગ્ન કરીને એક નવી દુનિયા વસાવીશું.''
''મારું પણ એવું જ છે. આ તો જસ્ટ તમારી પરીક્ષા કરતી હતી.'' કહી રૂપાએ વિવેકના ગાલ પર ચીંટિયો ભર્યો.
''લુચ્ચી, હજી મારી પરીક્ષા કરવાની છે?'' કહેતાં કે વિવેકે રૂપાને બાહુપાશમાં જકડી લીધી. અને તેના હોઠ પર પોતાના હોઠ બીડી દીધા.
''અરે? થોડોક તો વિવેક જાળવો. આ કંઈ આપણો બેડરૂમ નથી.''
''સાચું કહું રૂપા? તું સાથે હોય છે ત્યારે દરેક જગ્યા બેડરૂમ બની જાય છે. યુ આર મોસ્ટ લવેબલ એન્ડ બ્યુટીફુલ.''
''બધા પુરુષો શરૂઆતમાં આવું જ બોલતા હોય છે.'' રૂપા બાહુપાશ છોડાવતાં બોલી.
''પણ હું એ બધામાંનો નથી, યુ નો? તને હંમેશાં છાતીસરસી ચાંપી રાખું એવું મન થાય છે.''
''ના, ના. એવી કોશિશ નહિ કરતા.''
''કેમ?''
''પછી હું ગૂંગળાઈ મરીશ તો?''
આ સાંભળતાં જ બન્ને ખિલખિલાટ હસી પડયાં.
પછી ઊઠતાં ઊઠતાં વિવેકે કહ્યું, ''રૂપા, આપણે માટે આવતી કાલે મેં એક પોશ હોટેલમાં રૂમ બુક કર્યો છે.''
''પણ હોટેલમાં કેમ?''
''તને ખબર છે? પ્રેમ ત્યારે જ પરિપૂર્ણ બને, જ્યારે તન અને મન બન્નેનું મિલન થાય.''
''પણ આપણા સમાજમાં તો એ બધું લગ્ન પછી જ શોભે.''
''તું પણ યાર, કયા જમાનામાં જીવે છે? તારા હૈયા પર હાથ રાખીને કહે કે શું તને એવી ઇચ્છા નથી થતી?''
''થાય છે તો ખરી. પરંતુ…''
''પરંતુ-બરંતુ કાંઈ નહિ. આવી સંકુચિત પરંપરામાં પુરાઈને ક્યાં સુધી તડપતા રહીશું? બસ એક રાતની તો વાત છે. લગ્ન પછી તો રોજ સાથે જ રહેવાનું છેને? બોલ, આવીશ ને? તું નહિ આવે, તો મને બિલકુલ નહિ ગમે. મારો મૂડ નહિ બગાડતી. પ્લીઝ.''
વિવેકના બાહુપાશ અને ગાઢ ચુંબનથી કામવિવશ બનેલી રૂપાથી બોલાઈ ગયું: ''યસ ડાર્લિંગ, જરૂર આવીશ.''
હોટેલમાં વિવેકના સમાગમથી તૃપ્ત થયેલી રૂપાને પછી તો એવો ચસકો લાગ્યો કે તે જ્યાં બોલાવતો ત્યાં સંકોચ વગર પહોંચી જતી.
એક દિવસ બન્ને એક અજાણી હોટેલમાં પ્રવેશ્યાં તો તેમાં દારૂની વાસ આવતી હતી. અંદરથી બે-ત્રણ પુરુષોનો અવાજ આવતો હતો. રૂપાએ પૂછ્યું,
''વિવેક આ શું? કોણ છે અંદર?''
''સવારે તો કોઈ નહોતું. પછી આવી ગયા હશે. ડોન્ટ વરી. મારા મિત્રો જ છે.''
રૂપા હળવે હળવે ચાલતી એક પલંગ પર બેઠી. અચાનક બે-ત્રણ જણને નજીક આવતા જોઈને તે બોલી ઊઠી.
''મને બહાર જવા દો. મને બહુ ડર લાગે છે.''
વિવેકે રૂપાના ગળે હાથ વીંટાળતાં કહ્યું, ''નો પ્રોબ્લેમ. એમાં ડરવા જેવું કાંઈ નથી.'' એમ કહીને એણે દરવાજે તાળું મારી દીધું અને રૂપાને નિરાંતે પલંગ પર આડી પડવા કહ્યું. પછી મિત્રો તરફ ફરીને કહ્યું, ''રિલેક્સ યાર. હવે રૂપા અહીંથી ક્યાંય નહિ જાય. આ લો રૂમની ચાવી.''
રૂપા વિવેકની બદદાનત સમજી ગઈ. તે સફાળી બેઠી થઈ ગઈ અને વિવેકને હાથ જોડીને કરગરતાં બોલી, ''પ્લીઝ મને જવા દો.''
વિવેક તેના અસલ મિજાજમાં આવી ગયો હતો. તેણે રૂપાના બન્ને હાથ પકડી તેને ઊભી કરી અને કમરથી ઉંચકીને પલંગ પર સુવાડી, તેની છાતી તરફ ઝૂકવા લાગ્યો.
રૂપાએ જોર લગાવીને તેને હડસેલતાં કહ્યું, ''તું પ્રેમી નથી. પણ વાસનાભૂખ્યો વરુ છે. નાલાયક… મારી સખીઓ સાચું જ કહેતી હતી કે તારા જેવા પર ભરોસો ન મુકાય. પણ હું જ મૂરખ હતી. જુવાનીના જોશની ભરતીમાં તણાઈને મેં તને મારી નજીક આવવા દીધો. તેં મારો વિશ્વાસઘાત કર્યો છે.''
વિવેક નફફટની માફક ખડખડાટ હસતાં બોલ્યો, ''જુવાનીના જોશમાં તણાવું અને તારા જેવી રતિને એની ભરતીમાં તાણવી એ જ આપણું કામ છે. અમારા જેવા કામાતુર પુરુષો માટે સ્ત્રી કામસુખના સાધન સિવાય બીજું કશું નથી, સમજી?''
રૂપા જેમતેમ કરીને વિવેકની પકડમાંથી છૂટીને દરવાજા તરફ ધસી. પણ એવામાં તેના મિત્રોએ રૂપાને બાવડેથી ઝાલી લીધી.
'બચાવો… બચાવો'ની રૂપાની બૂમો તેની લાચારીની માફક હોટેલના રૂમમાં જ ઘૂમતી રહી.
''એક અસહાય સ્ત્રી સાથે આવું અધમ કુકર્મ કરતાં તમને શરમ નથી આવતી?'' રૂપા તાડૂકી ઊઠી. પરંતુ હવસખોરોમાંથી એકે કહ્યું, ''વિવેક સાથે લગ્ન પહેલાં જલસા કરતી વખતે તને શરમ કેમ ન આવી?''
ત્રણે વાસનાવરુઓએ રૂપાને નિર્વસ્ત્ર કરી અને પછી નિર્લજ્જતાથી વન-બાય-વન પોતાની વાસના સંતોષી. થોડીક વારમાં રૂપાની કમનીય કાયા રગદોળાયેલા પુષ્પ જેવી બની ગઈ. થોડાંક ડૂસકાં અને થોડાંક હીબકાં ભર્યા બાદ રૂપા બેહોશ બની ગઈ.
તે ભાનમાં આવી ત્યારે રૂમમાં સન્નાટા સિવાય કોઈ નહોતું. ધીમે ધીમે ડગલાં માંડતી તે બાથરૂમમાં ગઈ અને ફ્રેશ થઈને કપડાં પહેર્યાં. રહીરહીને તેને બહેનપણીઓની ચેતવણી યાદ આવતી હતી કે 'વિવેક' માત્ર નામનો જ વિવેક છે.
વિવેકની ઠગારી નિખાલસતા અને હિંમતમાં પોતે મૂકેલા ભરોસાએ તેનંુ હીર હણી લીધું હતું. હતાશ 'હૈયે તેણે ઘર ભણી પગલાં માંડયાં.




