Sahiyar

વિવાહ માટે ખરીદી કરી રહ્યાં છો?

By GS Team
28 Jul 20262 mins read
વિવાહ માટે ખરીદી કરી રહ્યાં છો?
  • તો ત્વચાના વર્ણ અનુસાર કરો લહંગાની પસંદગી

આપણે ઘણી વખત કોઈકને એમ કહેતાં હોઈએ છીએ કે આ રંગનો પોશાક તને બહુ શોભે છે. કેટલીક વખત દુકાનદારો પણ ખરીદારને ચોક્કસ કલરનું પરિધાન ખરીદવાની ભલામણ કરતાં કહેતાં હોય છે કે આ શેડમાં તમે વધુ સુંદર દેખાશો. શું તમે આનું કારણ જાણ છો?
વાસ્તવમાં ચોક્કસ વ્યક્તિને અમુક અમુક રંગો વધુ શોભે તેનું કારણ હોય છે તેમની ત્વચાનો વર્ણ. ચોક્કસ પ્રકારના વર્ણ પર ચોક્કસ રંગો દીપિ ઉઠતાં હોય છે અને આ વાત ધ્યાનમાં રાખીને જો પ્રભુતામાં પગલાં પાડનારી કન્યા પોતાના લહંગાની પસંદગી કરે તો તેનું સૌદર્ય કેવું નિખરી ઉઠે તેની કલ્પના કરવી ખાસ મુશ્કેલ નથી. આજે આપણે આ મુદ્દે વાત કરીશ.
શ્યામવરાણી ત્વચા પર:

  • જો તમારી ત્વચાનો વર્ણ શ્યામ હોય તો હળવા રંગ પર પસંદગી ઉતારો. જોકે તેમાં અમુક ઘેરા કલર પણ જચે છે. જેમકે નારંગી અને રાતો, તેના સિવાય ભૂરો, પીચ, ગુલાબી, વાઈન, ડલ ગોલ્ડ, ઓલિન જેવા કલર સરસ લાગશે.
    આવા કલરના ચણિયા- ચોળીમાં ડબલ ગોલ્ડ કે સિકવન વર્કનો આગ્રહ રાખવો. થ્રેડ વર્ક પણ જચશે. પરંતુ સિલ્વર વર્ક કરાવવાની ભૂલ ન કરવી. તેવી જ રીતે વધારે પડતી શાનિંગવાળાનું ભરતકામ પણ ન કરાવવું.
    ગોરા વર્ણ પર:
  • ગોરી ત્વચા પર મોટાભાગના બધા જ રંગ આકર્ષક દેખાય છે.
  • પરફેકટ લુક માટે સોફટ પેસ્ટલ શેડ્સ પર પસંદગી ઉતારો. તમને પીચ, ગુલાબી, એકવા, સોફટ ગ્રીન, રેડ અને બ્લુ જેવા રંગના પરિધાણ ખૂબ જ જચશે.
  • જોકે વધારે પડતા ઘેરા રંગના લહંગા ખરીદવાનું ટાળવું. તેવી જ રીતે અતિશય ગોરી યુવતીઓએ પેસ્ટલ અને પેલ (ફિક્કા) કલર લેવાનો પ્રયાસ ન કરવો. આ રંગો તમારા દેખાવને પણ ફિક્કો પાડી દેશે.
    ઘઉવર્ણી ત્વચા માટે:
    ઘઉંવર્ણી ત્વચા ધરાવતી યુવતીઓને એમેરલ્ડ ગ્રીન, રૂબી રેડ, રિચ જવેલ ટોન, ઓરેન્જ, રસ્ટ, નેવી બ્લુ, ફિરોજી બ્લુ જેવા રંગો સરસ લાગશે.
  • જો તમારી ત્વચાનો વર્ણ ગોલ્ડન અંડરટોન હોય તો તમારા લહંગામાં એન્ટિક ગોલ્ડ અથવા કોપર વર્ક ખિલી ઉઠશે.
  • જો તમારી ત્વચાનો વર્ણ ઘઉં કરતા સહેજ ઘેરો હોય તો ગોલ્ડ બેઝ વર્ક સાથે મરૂન અને મેટ ગોલ્ડ વર્ક સાથે એમેરલ્ડ ગ્રીન કે કોપર શેડ્સ વધુ સારા લાગશે.
  • જોકે ઘઉંવર્ણી ત્વચા ધરાવતી કન્યાઓએ પેસ્ટલ કલરના લહંગા ખરીદાનું ટાળવું જોઈએ. આવા શેડ્સ પહેરવાથી તેમની ત્વચા ડાર્ક લાગશે.