Sahiyar

સહિયર સમીક્ષા

By GS Team
28 Sep 20263 mins read
સહિયર સમીક્ષા
  • મને એક છોકરા સાથે પ્રેમ છે. અમે બે-ત્રણ વાર જાતીય સુખ માણ્યું હતું પરંતુ એ દરમિયાન મને બ્લિડિંગ થયું નહોતું કે કોઇ દુ:ખાવો પણ થયો નહોતો. પરંતુ મને ચિંતા થાય છે. શું હું નોર્મલ છું?

મારો અવાજ અને ચાલ છોકરીઓ જેવી છે. આના ઇલાજ માટે મેં દરેક પ્રકારની ચિકિત્સા પધ્ધતિનો ઉપયોગ કર્યો હતો. પરંતુ મને આનો કોઇ ફાયદો થયો નથી. મારે શું કરવું તે જણાવજો. મારી ઉંમર ૨૭ છે એ સહજ જાણવા ખાતર લખ્યું છે.
એક યુવક (મુંબઇ)

  • હાર્મોન્સને કારણે કેટલાક પુરુષોના અવાજમાં બદલાવ તેના સેક્સના વિકાસની સાથે સાથે ૧૪-૧૫ વર્ષની આસપાસ આવે છે. તમારો અવાજ હજુ સુધી પાતળો છે. આથી હવે આ બાબતે ખાસ કંઇ થઇ શકે તેમ નથી. જોકે તમે કોઇ સ્પીચ થેરપિસ્ટની સલાહ લો અને તેમણે કરેલા સૂઝાવોનું અમલ કરો તો થોડો-ઘણો ફાયદો કદાચ થાય પણ ખરો.
    ચાર વર્ષ પૂર્વે સુવાવડ પછી મારા બંને ગાલ પર કાળા ધબ્બા પડી ગયા છે. ઘણા ક્રીમ અને મલમ વાપરી જોયા પણ કોઇ ફાયદો થયો નથી. શું આનો ઉપચાર શક્ય છે? યોગ્ય માર્ગદર્શન આપશો.
    એક બહેન (અમલસાડ)
  • તબીબી ભાષામાં આ સમસ્યાને મેલાસ્મા કહે છે. સુવાવડ પછી ઘણી મહિલાઓને આ તકલીફ થાય છે. આ પાછળ હોર્મોન્સ જવાબદાર છે. સામાન્ય રીતે એકાદ-બે વર્ષ પછી આ ધબ્બા આપોઆપ દૂર થઇ જાય છે. એને ઓછા કરવા માટે તમે રોજ સવારે કોઇ સારા સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરો અને તેમજ ડૉક્ટરની સલાહ લઇને વિટામિન 'સી'ની ગોળી લેવાનું શરૂ કરો. આ સમસ્યા દૂર કરવા માટે તમે કોઇ ત્વચા રોગ નિષ્ણાતની સલાહ લઇ શકો છો. આજે તો વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે. ચિંતા કરવાની જરૂર નથી.
    મારા લગ્નને આઠ વર્ષ થયા છે. પરંતુ હજુ સુધી અમને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી. તપાસ કરાવવાથી ખબર પડી છે કે મારા વીર્યમાં શુક્રાણુ નથી. ઘણી દવાઓ કરાવ્યા છતાં ફાયદો થયો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.
    એક ભાઇ (ગુજરાત)
  • શું તમે તમારી ટેસ્ટીક્યુલર બાયોપ્સી કરાવી છે? તપાસ દ્વારા જાણવા મળ્યું હોય કે તમારા અંડકોષમાં વીર્યકરણ બનાવવાની ક્ષમતા નથી તો કોઇ પણ દવા કામ કરી શકે તેમ નથી. તમારા વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ઘણી ઓછી હોય તો કૃત્રિમ ગર્ભાધન કે કોઇ અત્યાધુનિક ટેક્નિકની મદદથી તમને સંતાન સુખ મળી શકે છે. આથી કોઇ નિષ્ણાત ઇન્ફર્ટિનિટી સર્જનનો સંપર્ક કરો.
    હું ૨૩ વરસની છું અને મને એક છોકરા સાથે પ્રેમ છે. હમણા અમારો લગ્ન કરવાનો ઇરાદો નથી. હમે બે-ત્રણ વાર જાતીય સુખ માણ્યું હતું પરંતુ એ દરમિયાન મને બ્લિડિંગ થયું નહોતું કે કોઇ દુ:ખાવો પણ થયો નહોતો. મારા પ્રેમીએ તો મને કંઇ કહ્યું નહતું. પરંતુ મને ચિંતા થાય છે. શું હું નોર્મલ છું?
    એક યુવતી (વડોદરા)
  • તમને બિલ્ડિંગ કે દરદ ન થવું એ સામાન્ય છે. ઉલટાનું તમે નસીબદાર છો કે તમારે આ બંને તકલીફ સહન કરવી પડી નથી. શક્ય છે કે નાનપણમાં રમત ગમત કે વ્યાયામને કારણે તેમજ હસ્તમૈથુનને કારણે તમારો યોનિ પટલ તૂટી ગયો હશે. જેને કારણે બિલ્ડિંગ થયું નહીં હોય. આ ઉપરાંત તમને હસ્તમૈથિનની આદત હોય યા સંબંધ દરમિયાન યોનિ સ્ત્રાવનું પ્રમાણ વધારે હોય તો દરદ થતું નથી. ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
    મારી પુત્રીની વય ૧૩ છે. તેને હજુ સુધી માસિક આવતું નથી. મારે એ જાણવું છે કે હું મારી પુત્રીને આ વિશે પૂર્વ જાણકારી કેવી રીતે આપું જેથી માસિક આવે ત્યારે તે ગભરાય નહીં?
    એક બહેન (સુરત)
  • તમારી પુત્રીને સમજાવો કે દરેક છોકરીને એક દિવસ માતૃત્વ ધારણ કરવાનું છે. આથી કુદરત પહેલેથી જ તેના શરીરને આ કર્યા માટે તૈયાર કરે છે. જેને કારણે ૧૦થી ૧૫ વરસ દરમિયાન તેના શરીરમાં પરિવર્તન થવા માંડે છે.
    જેમ કે સ્તનોનો વિકાસ, પબ્લિક હેર ઉગવા, માસિક વગેરે. આથી તેને કોઇ દિવસ રક્ત દેખાય તો ગભરાય નહીં. પરંતુ તમને કહે અને સ્કૂલમાં તેની શિક્ષિકાને કહે. આ ઉપરાંત આ દરમિયાન તેણે શું કરવું અને કેવો અનુભવ થશે એ વિશે પણ તેને જાણકારી આપો.
  • નયના