Sahiyar

સહિયર સમીક્ષા

By GS Team
20 Jul 20264 mins read
સહિયર સમીક્ષા

મને ૨૭ વર્ષના એક પુરુષ સાથે છેલ્લા ત્રણ વરસથી પ્રેમ છે. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે.
મારા પતિ સેક્સ પછી તરત જ સૂઈ જાય છે જ્યારે હું લાંબા સમય સુધી જાગતી હોઉં છું. સેક્સ પછી મને તેમની સાથે ઘણી વાતો કરવાની ઇચ્છા થાય છે. પરંતુ તેમને આ વાતોમાં રસ જ નથી. આ કારણે હું ઘણી ડિપ્રેશ રહું છું. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક મહિલા : (સૌરાષ્ટ્ર)
આ પ્રકારની સમસ્યા તમને એકલાને જ નથી ઘણી સ્ત્રીઓ આ સમસ્યામાંથી પસાર થાય છે. સમયની કમી, થાક, તણાવ જેવા કારણોસર સેક્સ એક કર્તવ્ય બનીને રહી જાય છે. પરંતુ સેક્સ માટે એકબીજાને સમજવાની પણ જરૂર છે. આ કારણે સેક્સ દરમિયાન ફોર લે પ્લે અને આફટર પ્લેને સેકસોલોજીસ્ટો મહત્ત્વના માને છે. તમારે તમારા પતિ સાથે વાત કરીને તેમને તમારી પસંદ-નાપસંદ તેમજ ઇચ્છાઓ વિશે જણાવવાની જરૂર છે.
હું ૨૦ વરસની છું. બે વર્ષ સુધી મને એક ૨૫ વર્ષના યુવક સાથે પ્રેમ હતો. પરંતુ એક ગેરસમજને કારણે મેં તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. પરંતુ હવે હું તેના વગર રહી શકતી નથી. મને મેં ભરેલા પગલાનો પસ્તાવો થાય છે. તે બીજી યુવતી સાથે ફરતો હોવા છતાં મારે તેને પાછો મેળવવો છે. મારે શું કરવું તે જણાવવા વિનંતી.
એક યુવતી : (અમલસાડ)
- તમારી તમારી આ લાગણીઓથી પીછો છોડાવવો જ પડશે. પ્રેમ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. અને આમ પણ આ યુવકને તમારામાં હવે રસ હોય એમ લાગતું નથી. તે ભૂતકાળ ભૂલી આગળ વધી ગયો છે. અને તમારે પણ આમ કરવાની જરૂર છે. ૨૦ વરસની ઉંમરે તમારી સામે આખી દુનિયા છે. જાત પર દુ:ખી થવાને બદલે બહાર નીકળી આનંદ માણો. નવા મિત્રો બનાવો. આ સંબંધ તમારે માટે નથી એમ માનીને આગળ વધો. ભૂતકાળમાં ડૂબી વર્તમાનને નુકસાન કરવું. એ ઠીક નથી.
હું ૨૪ વરસની છું મને ૨૭ વર્ષના એક પુરુષ સાથે છેલ્લા ત્રણ વરસથી પ્રેમ છે. અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. તે મને પ્રેમ કરતો હોવાનો દાવો કરે છે. તેની સાથે હોઉં છું ત્યારે મને પણ સારું લાગે છે. પરંતુ અંદરખાને મને લાગે છે કે તે મારે માટે યોગ્ય નથી તે ક્રોધી અને મૂડી છે અને મારા પર હુકમ ચલાવે છે. ધૂમ્રપાન અને મદ્યપાન પણ કરે છે. જે મને પસંદ નથી. અમારા પરિવારજનો અમને લગ્ન કરવા દબાણ કરે છે. મારે શું કરવું એનંુ માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (મુંબઈ)
તેને ના પાડતા શીખો. વિશ્વાસ વગર લગ્ન કરવા એ યોગ્ય નથી. તમારી લાગણીઓ પર તમારા પરિવારના દબાણને હાવી થવા દો નહીં. આ તમારું જીવન છે અને તમારે આપી જિંદગીએ પુરુષ સાથે ગાળવાની છે. લગ્ન કર્યાં પછી આ લગ્ન ટકાવવાનું કામ મુશ્કેલ બની શકે છે. આથી આ સંબંધ પણ પૂર્ણવિરામ મૂકી આગળ વધી જાવ.
હું ૩૨ વરસનો છું. અમારા લગ્નને ચાર વર્ષ થયા છે પરંતુ હજુ સુધી અમને સંતાન નથી. જોકે અમે કોઈ પણ ગર્ભ નિરોધક પદ્ધતિનો વપરાશ કરતા નથી શું સહવાસ પછી વીર્ય બહાર નીકળી જતું હોવાને કારણે આમ થતું હશે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક ભાઈ : (જામનગર)
- તમારી પત્નીને ગર્ભ નહીં રહેવા પાછળ આ કારણ જવાબદાર નથી. તમારે બન્નેએ તમારું પૂરું ચેકઅપ કરાવવાની જરૂર છે. સંતાન ન હોવા પાછળ પતિ કે પત્ની બન્નેમાંથી કોઈ પણ એક જવાબદાર હોઈ શકે છે. જોકે સહવાસ પછી તમારી પત્ની દસ-પંદર મિનિટ પીઠ પર સૂઈ રહે તો શક્ય છે કે વીર્યમાં ઉપસ્થિત શુક્રાણુ ગર્ભાશય સુધી પહોંચી શકે. પરંતુ તમે તબીબી તપાસ કરાવો એ જ ડહાપણભર્યું છે. ચિંતા કરવાની જરૂર નથી. યોગ્ય સારવારથી તમારા પત્નીને ગર્ભ જરૂર રહેશે.
હું ૨૪ વરસની છું. મારા લગ્ન થયે બે મહિના થયા છે. હું સેક્સમાં તેમને સહકાર આપતી નથી. એ કારણે મારા પતિ મારા પર નારાજ છે. મારે શું કરવું તે સમજાવવા વિનંતી.
એક યુવતી : (ગુજરાત)
- સંતોષજનક શારીરિક સંબંધ માટે પતિ-પત્નીએ સંકોચ છોડી એકબીજાને સહયોગ આપવો જરૂરી છે. પત્નીના સક્રિય સહકાર વિનાનો સંબંધ એક યાંત્રિક ક્રિયા સમાન બની જાય છે. અને પતિ તરત જ પત્નીથી કંટાળી જાય છે. તમારે તમારા મનની ઇચ્છા તમારા પતિને જણાવવી જરૂરી છે અને તેમની ઇચ્છાઓ વિશે પણ જાણકારી મેળવવી જરૂરી છે. સુખી જીવન માટેનો શ્રેષ્ઠ વિકલ્પ વાતચીત છે. વાતચીત દ્વારા તમે તમારા સેક્સ સંબંધમાં સુધારો લાવી શકો છો.

  • નયના