Sahiyar
સહિયર સમીક્ષા
By GS Team
12 Oct 20263 mins read

- મારા સ્તન નાના છે અને નીપલ અંદરની તરફ છે. મારું શરીર પાતળું છે. મારી સમસ્યા દૂર કરવાનો કોઇ ઉપાય જણાવશો.
હું સ્વીવલેસ ડ્રેસ પહેરી શકતી નથી. હું હેર રિમુવર તેમજ લેડિઝ રેઝરનો ઉપયોગ કરું છું. પણ બધા જ વાળ નીકળ્યા હોય એવું લાગતું નથી. તેમજ રિમુવરથી પણ બધા વાળ નીકળતા નથી. મારી આ સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરો. મારી બીજી સમસ્યા એ છે કે મારા શરીરના પ્રમાણમાં મારા સ્તન ઘણા નાના છે. આ માટે મારે શું કરવું આ ઉપરાંત મારી નીપલ પણ બહાર નીકળતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (અમરેલી)
- તમારે કોઇ નિષ્ણાત બ્યુટિશિયન પાસે જઇ વેક્સિંગ કરાવવાની જરૂર છે. વેક્સિંગ તમારી સમસ્યાનો ઉપાય છે. વેક્સિંગ કરાવવાથી વાળ મૂળમાંથી ઉખડી જાય છે. નિયમિત રીતે વેક્સિંગ ટ્રીટમેન્ટ લો. તમારા સ્તન નાના હોવાની સમસ્યા છે તો આ માટે ચિંતા કરવાની જરૂર નથી. આ કોઇ શારીરિક ખોડ નથી. હકીકત તો એ છે કે નાના સ્તનમાં સંવેદનાના નર્વ્સ વધુ પ્રમાણમાં ફેલાયેલા હોવાથી નાના સ્તનવાળી યુવતીને જાતીય ઉત્તેજના વધુ થાય છે. અંદર બેસી ગયેલી નીપલ હળવેથી પકડીને બહારની તરફ ખેંચી શકાય છે.
હું ૨૫ વર્ષનો છું. પણ મને હજુ સુધી દાઢી-મુછ આવ્યા નથી. આ કારણે મને ઘણો સંકોચ થાય છે. કોઇ દવા કે ડૉક્ટરનું નામ જણાવવા વિનંતી.
એક યુવક - હાર્મોન્સને કારણે આમ થઇ શકે છે. તમારે હાર્મોન્સની ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર છે. તમારા ફેમિલિ ડૉક્ટરનો સંપર્ક કરો. તેઓ તમને નિષ્ણાતનું નામ સૂચવશે. અહીં બેઠા-બેઠા અમે તમને ડૉક્ટરે કે દવા સૂચવી શકીએ નહીં. આ માટે યોગ્ય ચેનલ દ્વારા જ આગળ વધવું જોઇએ. આથી તમારા ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરો.
હું ૧૮ વરસનો છું. કોલેજમાં ભણું છું. દેખાવે પણ સારો છું. મારી સમસ્યા એ છે કે મારી છાતી છોકરીઓની જેમ વિકસિત છે. આથી મારા મિત્રો મારી મજાક ઉડાવે છે. મારી આ સમસ્યા દૂર કરવાનો ઉપાય દેખાડો.
એક યુવક (ભાવનગર) - તમને કદાચ ગાયનેકોમાસિયાની તકલીફ હોઇ શકે છે. આ બીમારી સાધારણ રીતે યુવાવસ્થામાં વધે છે. આ કારણે સ્તન યુવતીઓ જેવા દેખાય છે. આ માટે કદાચ સર્જરીની જરૂર પડી શકે છે. તમારે કોઇ નિષ્ણાતની સલાહ લઇ જરૂરી એવી તપાસ કરાવવાની જરૂર છે. આ તપાસ પછી ડૉક્ટર તમને યોગ્ય ઉપચાર દેખાડશે. ચિંતા કરવાની કોઇ જરૂર નથી. યોગ્ય સારવારથી ઠીક થઇ જશે.
મારા લગ્ન ૨૦૦૦માં થયા હતા. મારે પાંચ વર્ષનો પુત્ર છે. પરંતુ છેલ્લા બે વર્ષથી મારી ઇન્દ્રિયમાં ઉત્થાન થતું નથી. મને ગાંજો પીવાની આદત હતી. પણ એ પણ મેં છોડી દીધી છે. કેટલીક વાર સ્વપ્નદોષ પણ થાય છે. તેમજ માથાના વાળ પણ ખરે છે. વધુ પડતા સેક્સથી વાળ ખરી પડે છે એમ મેં સાંભળ્યું છે. શું આ વાત સાચી છે?
એક ભાઇ (વિસનગર) - વધુ પડતા સેક્સને કારણે વાળ ખરે છે એ તમારો ભ્રમ છે. સેક્સ અને વાળ ખરવા વચ્ચે કોઇ સંબંધ નથી. શિશ્નોત્થાન ન થવાના ઘણા કારણો હોય છે. રક્તનો પ્રવાહ જ્ઞાાનતંતુઓની કમજોરી અથવા હાર્મોન્સની ઉણપ જવાબદાર હોઇ શકે છે આ ઉપરાંત કેટલાક માનસિક કારણો પણ આ પાછળ જવાબદાર હોય છે. અમુક સમયે ઉત્તેજના આવતી હોય અને અમુક સમયે ઉત્તેજના આવતી નહોય તો આ કારણે માનસિક હોઇ શકે છે. યોગ્ય તપાસ પછી જ કારણ જાણી શકાય છે. આથી તમારા ફેમિલિ ડૉક્ટરની સલાહ લઇ કોઇ નિષ્ણાત સેક્સોલોજીસ્ટ પાસે તપાસ કરાવી યોગ્ય સારવાર લો. યોગ્ય સારવાર પછી બધુ ઠીક થઇ જશે.
મારી ઉંમર ૩૬ વર્ષની છે. હું અપરિણીત છું મારા સ્તન નાના છે અને નીપલ અંદરની તરફ છે. મારું શરીર પાતળું છે. મારી સમસ્યા દૂર કરવાનો કોઇ ઉપાય જણાવશો.
એક મહિલા (અમદાવાદ) - શરીર ઉતારવા માટે વ્યાયામ ઉપયોગી છે એજ રીતે શરીર વધારવા પણ વ્યાયામ ઉપયોગી છે. યોગ્ય વ્યાયામ પ્રશિક્ષકના માર્ગદર્શન હેઠળ વ્યાયામ કરો તેમજ સમતોલ આહાર લો. આહારમાં વજન વધે એવા પદાર્થો વધારી લો. કોઇ આહાર નિષ્ણાતની સલાહ લો. તમારી પ્રથમ સમસ્યાનો ઉત્તર પ્રથમ પ્રશ્નમાં જ છે.
- નયના




