Sahiyar

સહિયર સમીક્ષા

By GS Team
21 Sep 20263 mins read
સહિયર સમીક્ષા
  • મારા લગ્ન થયે છ મહિના થયા છે. મને સમાગમ દરમિયાન ઘણું દર્દ થાય છે.

હું ૨૮ વરસની પરિણીતા છું. મારા પતિ ઘણા વ્યસ્ત રહે છે. તેમને ઘરે આવતા પણ મોડું થાય છે. રવિવારે પણ ઓફિસે જાય છે. આ કારણે હું મારી જાતને ઉપેક્ષિત સમજું છું. ગમે તેટલા પ્રયાસ કરું તો પણ ફરિયાદ કર્યા વિના રહેવાતું નથી. મારા પતિને હું સમજાવી ચૂકી છું, પરંતુ કોઈ ફેર પડયો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.
એક મહિલા (સુરત)

  • પતિની વ્યવસ્તતાને કારણે પરેશાન થવાની જરૂર નથી ફરિયાદ કરવાને બદલે તેમને પ્રસન્નતાથી મળો. જેથી તેમનો દિવસ ભરનો થાક દૂર થઈ જાય. તમારું વર્તન તેમને તણાવમુક્ત રાખશે. શક્ય છે કે તમારી ફરિયાદ અથવા શુષ્ક વર્તાવને કરણે તેઓ ઘરની બહાર રહે છે. આમ છતાં પણ તેઓ લગ્નેત્તર સંબંધમાં સપડાયા નથી એની ખાતરી કરી લો. ઘરમાં તેમનું તમારી સાથેનું વર્તન કેવું છે? શું તેઓ તમારી ઉપેક્ષા કરે છે? એક વાર શાંતિથી બેસીને એમની સાથે આ બાબતની ચર્ચા કરો. તેઓ કામને કારણે જ ઘરની બહાર રહેતા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. છેવટે આનો આર્થિક લાભ તમને અને તમારા પરિવારને જ થવાનો છે.
    હું ૨૭ વર્ષની છું. મારા લગ્ન થયે છ મહિના થયા છે. મને સમાગમ દરમિયાન ઘણું દર્દ થાય છે. ડૉક્ટર કહે છે કે મારા ગર્ભાશયમાં ગાંઠ છે. અને એ માટે ઓપરેશન જરૂરી છે. શું ઓપરેશન સિવાય બીજો કોઈ વિકલ્પ છે? શું હું માતા બની શકીશ?
    એક બહેન (મુંબઈ)
  • સંબંધ બનાવતી વખતે થતા દર્દનું કારણ ઇન્ફેકશન પણ હોઈ શકે છે. લગ્નના શરૂઆતના તબક્કામાં આ તકલીફ થાય છે. આ માટે સફાઈનું ધ્યાન રાખવું જોઈએ. ગાંઠ એટલે ફાઈબ્રોઈડનો પ્રશ્ન છે તો આ કારણે સમાગમ દરમિયાન દુ:ખાવો થતો નથી આને કારણે માસિક દરમિયાન દરદ કે વધુ પડતો રક્તસ્ત્રાવ થઈ શકે છે. ગાંઠ કાઢ્યા પછી ગર્ભધારણ કરવામાં કોઈ તકલીફ થશે નહીં. આથી કોઈ સારા ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ પ્રમાણે ઉપચાર કરાવો. ચિંતા કરવાની જરૂર નથી. બધુ ઠીક થઈ જશે.
    હું ૫૦ વર્ષનો છું. મારા લિંગની ચામડી ઊતરેલી છે. એ ફાટી ગઈ હોય એવું લાગે છે. બળતરા થવાથી સમાગમમાં પણ તકલીફ થાય છે. આ ઉપરાંત હું શીઘ્રસ્ખલનથી પણ પીડાઉં છું. યોગ્ય સલાહ આપશો.
    એક ભાઈ (વલસાડ)
  • પત્નીને યોનિમાર્ગમાં ઇન્ફેકશન હોય કે કોઈ બીજા કારણસર પણ સંભોગ પછી ચામડી લાલ થઈ જાય છે. આ ઉપરાંત ખંજવાળ આવે છે અને બળતરા પણ થાય છે. આનો ઉપચાર જરૂરી છે. આથી સત્વરે તમારા ફેમિલિ ડૉક્ટરની સલાહ લો. શીઘ્રસ્ખલનને કારણે પણ તમારી તકલીફ વધી શકે છે. આ ઉપરાંત વધુ પડતી કામોત્તેજના. લિંગના આગળના લાલ ભાગમાં વધુ પડતી સંવેદનશીલતા, પ્રોસ્ટેટમાં ઇન્ફેકશન કે ડાયાબિટિસની શરૂઆતને કારણે પણ શીઘ્ર સ્ખલનની સમસ્યા સતાવે છે. યોગ્ય કારણ જાણીને ઉપચાર કરો.
    હું ૧૮ વરસની છું. મારા બન્ને સ્તનમાં ગાંઠો થઈ છે. પહેલા આ ગાંઠો નાની હતી. દબાવવાથી દુ:ખતી પણ નહોતી, પરંતુ હવે મોટી થઈ ગઈ છે અને દુ:ખે પણ છે. મારા સ્તનોનો વિકાસ પણ વ્યવસ્થિત થયો નથી. શંુ મને સ્તન કેન્સર હશે? મારી મૂંઝવણ દૂર કરવા વિનંતી.
    એક યુવતી (અમદાવાદ)
  • સૌપ્રથમ જણાવવાનું કે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની શક્યતા મિડલ એજ કે એ પછી જ હોય છે. આથી તમારે આ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. આ ઉપરાંત તમારી ઉંમરમાં આ ફરિયાદ સામાન્ય છે. આમ છતાં બેધ્યાન રહી પછીથી પસ્તાવા કરતા અગમચેતી વાપરી ડૉક્ટરની સલાહ લેવામાં જ ભલાઈ છે. આથી તમે કોઈ સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરી જરૂરી એવી ટેસ્ટ કરાવી લો. જેથી શંકાનું સમાધાન થઈ જાય. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
    હું ૩૨ વર્ષની છંુ. મને ચાર મહિના થયા છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી પેટમાં દરદ રહે છે અને પાણી પણ જાય છે. શું કરવું એ જણાવવા વિનંતી.
    એક મહિલા (વડોદરા)
  • તમે આટલા દિવસ શાંત કેમ બેસી રહ્યા? તમારે તરત જ તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈતો હતો. હજુ પણ મોડું થયું નથી. ગાયનેકોલોજીસ્ટને મળી યોગ્ય ઉપચાર કરાવો. આમ યોનિમાં ઇન્ફેકશનને કારણે પણ થઈ શકે છે. આને કારણે સમય પૂર્વે લેબર પેઈન શરૂ થવાની કે પ્રી-મેચ્યોર ડિલિવરી થવાની શક્યતા છે. આ ગંભીર બાબત છે. આથી સમય ગુમાવ્યા વિના તમારા ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો.
  • નયના