શારદીય નવરાત્રિ અને આયુર્વેદ

- આરોગ્ય સંજીવની
- નવરાત્રિ દરમિયાન પર્યાપ્ત પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, નારિયેળનું પાણી વગેરે દિવસભર પીતા રહેવું જોઈએ.
નવરાત્રિ અને આયુર્વેદનો સંબંધ ખૂબ ઊંડો છે. આયુર્વેદ એમ માને છે કે, નવરાત્રિ માત્ર એક ધાર્મિક કે આધ્યાત્મિક પર્વ નથી, તે ઋતુ પરિવર્તન સમયે શરીરને સ્વસ્થ અને શુદ્ધ કરવાની એક વૈજ્ઞાાનિક પદ્ધતિ છે.
દર વર્ષે મુખ્યત: બે વાર નવરાત્રિ આવે છે.
(૧) ચૈત્ર નવરાત્રિ : જે દરમિયાન વસંતઋતુ ચાલતી હોય છે.
(૨) શારદીય નવરાત્રિ : જે દરમિયાન શરદઋતુનું આગમન થયેલ હોય છે.
આ બંને સમય એવા છે કે જ્યારે ઋતુ પરિવર્તન થઈ રહેલ હોય છે. જેનાથી આપણા શરીરનું પાચનતંત્ર, અગ્નિ, વાત, પિત્ત, કફ (ત્રિદોષ) અસંતુલિત થઈ જાય છે.
ઋતુસંધિ દરમિયાન સંક્રમણ (ૈંહકીર્બૌહ) અને બિમારીઓ તથા રોગોનો ખતરો ખૂબ રહે છે. શરદઋતુને તો રોગોની જનની કહેલ છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઠંડી (શિયાળા)ની સમાપ્તિ અને ગરમી (ઉનાળા)નો પ્રારંભ થતો હોય છે. ઠંડીના કારણે શરીરમાં જમા થયેલો કફ ગરમીની શરૂઆત થતાં પીગળવા લાગે છે. જેથી શરદી, ખાંસી, સુસ્તી વગેરે જેવી સમસ્યાઓ સર્જાય છે.
શારદીય નવરાત્રિ વખતે ચોમાસુ પૂર્ણ થાય છે અને ઠંડીની શરૂઆત થાય છે. વરસાદ પછી તડકા-ગરમીના કારણે શરીરમાં પિત્તદોષ વધી જાય છે. જેથી ત્વચારોગ, એસીડીટી અને તાવ આવવાની શક્યતાઓ વધી જાય છે.
નવરાત્રિમાં આપણે ઉપવાસ કરીએ છીએ, જેનું આધ્યાત્મિકતાની સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધી પણ ખૂબ મહત્વ રહેલું છે.
નવરાત્રિનાં નવ દિવસોનાં ઉપવાસ (ખચજૌહય) થી શરીરને ર્ઘીાટૈકઅ થવા માટેનો સમય મળે છે, જેથી પાચનતંત્રને આરામ મળે છે, અને રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે.
નવરાત્રિ આહારનું આયુર્વેદ દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ રહેલું છે. નવરાત્રિમાં ખવાતા બધા જ ખાદ્ય પદાર્થો સંપૂર્ણ રીતે આયુર્વેદનાં સિધ્ધાંતો પર કાર્ય કરે છે. જેમ કે,
(૧) શિંગોડાનો લોટ : જે પચવામાં હલકો, ગ્લૂટેન ફ્રી, તથા શરીરને શક્તિ આપવા વાળો છે.
(૨) સામો : જે પચવામાં ખૂબ હલકો તથા આંતરડાને સાફ રાખવામાં ખૂબ મદદ કરે છે.
(૩) સિંધવ : ઉપવાસમાં સિંધવનો જ ઉપયોગ થાય છે. આયુર્વેદમાં સિંધવને શુદ્ધ અને ત્રિદોષનાશક માનવામાં આવે છે.
(૪) મખાણા અને સૂકો મેવો : તેનાથી શરીરને જરૂરી પોષક દ્રવ્યો મળે છે અને થકાવટ લાગતી નથી.
(૫) ફળ અને જળ : ઉપવાસ દરમિયાન વધારે પ્રમાણમાં ફળ અને પ્રવાહી પદાર્થોનું સેવન કરવાથી શરીરમાંથી વિષાકત દ્રવ્યો (્ર્ટૈહજ) દૂર થાય છે.
આ સમય દરમિયાન લસણ, ડુંગળી, માંસ, મદિરા જેવા તામસિક અને હાનિકારક પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે તેનાથી આળસ, નિંદ્રા, ચંચળતા વગેરે વધે છે.
ઉપવાસના નામ પર પૂરી, સાબુદાણા વગેરે અતિપ્રમાણમાં લેવાથી શરીરમાં 'આમ' (ઝેરી દ્રવ્યો) જમા થવા લાગે છે.
નવરાત્રિ દરમિયાન પર્યાપ્ત પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, નારિયેળનું પાણી વગેરે દિવસભર પીતા રહેવું જોઈએ. તથા સાથે-સાથે પૂરતી ઊંઘ લેવી પણ તેટલી જ જરૂરી છે. મોડી રાત સુધી ગરબા કરવાથી કે ઉજાગરો કરવાથી શરીરમાં વાયુદોષ વધવા લાગે છે. જેથી પથ્ય આહાર-વિહાર માટે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. નવરાત્રિ દરમિયાન લીંબુ ઠંડા પાણીમાં મધ નાખીને પીવાથી પિત્તની સમસ્યાઓમાં ખૂબ લાભ થાય છે, તથા એનર્જી પણ વધે છે, તથા ટોક્સિક દ્રવ્યો શરીરમાંથી બહાર નીકળે છે. ઉપવાસ દરમિયાન જલોપવાસથી પ્રારંભ કરવો જોઈએ. ત્યારબાદ રસોપવાસ પણ કરી શકાય. ૫ થી ૧૦ મુનક્કા અને ૨ થી ૩ અંજીર તથા જવારા, બીટ, કુંવારપાડુનો રસ લઈ ઉપવાસ રાખવાથી હિમોગ્લોબીન ખૂબ વધી જાય છે, અને શરીરનું પુન: શુધ્ધીકરણ થઈ જાય છે.
આધ્યાત્મિકતાથી મનનું અને ઉપવાસથી તનનું શુધ્ધિકરણ કરવાનો આ સુનહરો ઉત્સવ (અવસર) સાત્વિકતા, શાંતિ અને સ્વાસ્થ્યની બક્ષિસ આપે છે જેમાં બે મત નથી.
- જહાનવીબેન ભટ્ટ




