Sahiyar

વાચકની કલમ

By GS Team
2 Nov 20264 mins read
વાચકની કલમ

નીરખી તારા રૂપને
દિલની વાત તું ઇશારાથી સમજે છે,
નજરથી નજર મળે ત્યાં મુખ મલકાય છે.
મધુર યાદોની સ્મૃતિને દિલમાં સાચવી છે,
ભીંજાયેલા દિલની ભીનાશ
મને ભીંજવે છે.
તારી સંગતમાં મોસમની રંગત જામી છે,
સ્પર્શની સંગતમાં અંગત વાત કરવી છે.
વરસાદી મોસમનો ભીંજાયેલો
આ સંબંધ છે,
પ્રેમના બંધનને જોડતો સેતુ
આજે અકબંધ છે.
ઝળહળતી ચાંદનીમાં ચાંદલિયો ચમકે છે,
મિલનની મસ્તીમાં મુખ તારું મલકે છે.
ઉષાનાં વિશ્વાસને મારા દિલમાં
સાચવ્યો છે
નિરખી તારા રૂપને મારી
આંખો અંજાઈ જાય છે.
આકાશ પ્રણયનાં પુષ્યોથી
સંબંધને સજાવ્યો છે,
ઉષા-કિરણનાં મધુર જીવનની
આ સફર છે.
કિરણભાઈ આર. પંચાલ 'આકાશ' (અટલાદરા, વડોદરા)

કવિતા
સદીની ચીસોમાં ક્ષણોની કવિતા
મળી આંસુના તોરણોની કવિતા
દીઠી ખૂના-મરકી માનવતા રડેછે.
બધે હિંસા છે. દુર્ગુણોની કવિતા
કદી લાગણીઓ પણ જો યુદ્ધે ચડશે
પછી શિસ્ત ક્યાં? દે વર્ણોની કવિતા
લડાયક મિજાજો બધા એક થૈ, દે
અમન 'પ્રાસ' થોડો ઘણોની કવિતા
બને રાહ મંઝીલ તણી અડચણોમાં
ખળખળ 'છંદે' વહેતા
ઝરણોની કવિતા
સજાવીને શબ્દો કવિતા બનેના
મરણ ચીસ દે અવતરણોની કવિતા
નરી વાસ્તવિકતા છે.
સુખ દુખ જીવનનાં
અનુભવ લખે તારણોની કવિતા
સગા સ્વાર્થ શોધે સંબંધોય એવા
મુસીબત લખે તારણોની કવિતા
મળે વ્હાલ, મમતા છલોછલ મુહબ્બત
ફક્ત રચતી 'મા' તાતણોની કવિતા
જુદા હર વિષયના જુદા છે, વિચારો
મનગમતી પસંદ કારણોની કવિતા
તું 'અંજાન' ઘાયલ સુખનવર નથી જે
રચે નિત તૂટયા દર્પણોની કવિતા.
અબ્દુલ ગફુર 'અંજાન' શહેરા (પંચમહાલ)

ઓછા પડયા
ઘર ન હોતુ તો બધાને
આશરા ઓછા પડયા,
ઘર મળ્યું તો માનવીને
ખાટલા ઓછા પડયા!
માંગે એવું માનવાનું બંધ
કર ઇશ્વર હવે,
આભ દઈશ તો કહેશે કે
તારલા ઓછા પડયા!
અરે, દુશ્મનનું શું ગજું કે
કાંકણીચાળો કરે?
આપણામાંથી ખરેખર
આપણા ઓછા પડયા!
મોત નામે માર્ગદર્શક
એટલો હોંશિયાળ કે,
જીંદગી તારા દીધેલા,
દાખલા ઓછા પડયા!
મૃત લાશમાં જીવ
આવે તો, નનામી,
બળતા બળતા બોલશે કે
લાકડા ઓછા પડયા!
માનવીની માગણી અવિરત,
વધતી જાય છે,
ઇશ્વર તારા દરબારમાં
જથ્થો પણ ઓછો પડશે!
માગવાનું કહે છે તો
માંગી લઉ એ પ્રભુ,
દઈદે મન એવું કે માગે તે કશુંય નહીં.
સી. જી. રાણા (ગોધરા)

તું આવી જાને
હું થાક્યો છું રાહ તારી જોતા જોતા
જોને વાદળા દેખાય બધે મોટે મોટા
આકાશે મીટ મારી લાંબી લાંબી ને
પાછા તડકામાં, ધૂળ તણા ગોટે ગોટા
તું આવશે ને મોરલાઓ નાચશે જરૂર જો
તું રીઝી જાને ભાઈ મારા મોટે મોટા
ટીટોળીએ ઇંડા મૂક્યા જરૂર જોને
કોયલ પણ હવે સાદ કરે બીતા બીતા
નાના આ ભૂલકાઓ, હોડી બનાવી બેઠા
હવે આંગણા કરજા બધાં ભીના ભીના
ખેડૂ તો બેઠો છે, ગામની અટારી ને
તમો આવી જાઓ 'મેઘ' હવે સીધે સીધા
અનીલ ધનગર 'અશ્મિ' (આહવા-ડાંગ)

શેરીમાં નવી છોકરી
શેરીમાં રહેવા આવી, એક નવી છોકરી,
તેને જોતાં જ મને
ભાવવિભોર કરી દીધો
પહેલી નજરમાં જ ગમી ગઈ એટલી
કે એના પ્રેમનો અરજદાર કરી દીધો.
શરૂ શરૂમાં એણેના ગણકાર્યો મને,
તો મારાં જીવને ચિંતાતુર કરી દીધો.
પૂછ્યું મેં સામેથી એમની લાગણી,
પહેલાં તો એમણે ઈનકાર કરી દીધો
હું એવી નથી કે સહેલાઈથી માની જાવ,
એવાં એના રૂઆબથી
ખબરદાર કરી દીધો
છતાં રોકી ના શક્યો હું મારી જાતને,
એની પાછળ દોવા મજબૂર કરી દીધો.
મહેનત ફળી જ્યારે જોયું એણે
સ્મિતથી સામે,
અને આખી શેરીમાં મશહુર કરી દીધો.
હવે મને પડી નથી આ દુનિયાની,
કંઈક અલગ જ દુનિયામાં
મશગુલ કરી દીધો.

  • દિવ્યેશ ઘેડીયા : (રાજકોટ)

લાગે કે
શબ્દ નો પણ સ્વાદ હોય છે.
સત્ય હોય તો કડવો લાગે છે.
અસત્ય હોય તો મીઠો લાગે છે.
ભૂલનું પણ કદ હોય છે.
પોતાની હોય તો નાની લાગે છે.
ગમતી હોય તો ટૂંકી લાગે છે
ન ગમતી હોય તો લાંબી લાગે છે.
હરખનું હોય તો ઠંડુ લાગે છે.
દર્દનું હોય તો ગરમ લાગે છે.
સ્વર્થ નો પણ સંબંધ હોય છે.
ગરજ હોય તો ગાઠ લાગે છે.
ગરજ ન હોય તો વ્યર્થ લાગે છે.
મુકેશટી. ચંદારાણા (મીઠાપુર)
રિસાઈ ગઈ સજની
જરૂર છે, એ મારી રૂપાળી સજની અનેરી
મધુરી વાણી વદી સૌને એ મોહિત કરતી
બધે દિનભર દોડતી સેવા કરતી એ સૌની
મા કહેતી જરા આરામ કર તું
વહુરાણી કામ તો નથી
ઘટનાનું અંતિમ સમય સુધી
કામ નથી, એ તો જીવન ધર્મ છે, માવડી
શબ્દથી સૌના દિલ જીતી જતી માધુરી
મદમસ્ત એનું બદન હું આશિક છું એનો
નિશા રાણી સંગાથે આવી સજની મારી
સોડમ દેતી વ્હાલથી આવી બિછાને સૂતી
કાનમાં બોલી નહીં દઉં મનગમતું હું તને
તો ચંદનહાર કોને દઉં રિસાઈ જોરાણી.
હસી પડી ને બોલી તને જોઈએ તે દઈસ
ચંદનહારની લાલચ નહીં દઈશ ફરી હવે
'ઈશ્વર' દીધો મારો ભવ ભવનો સાથી
તને નિરાશ કરી હું રહું હસતી હું ક્યાંથી
દોબદન થયાં ક્ષણમાં તૃપ્ત થઈ ગયાં એ
કમરાની દીવાલો પણ શરમાઈ ગઈ હવે.
ઇશ્વર અંચેલીકર (સુરત)
ઓ માનવ
જીવન છે અમૂલ્ય ઓ માનવ
કિંમત સમજીને લે ઓ માનવ
રહેવું તારે આનંદમાં તો આ
જીવન માણી લે ઓ માનવ
તારુંમારું ભૂલી જીએ
આપણા સૌનું જાણ ઓ માનવ
જીવન તો એક વન જેવું છે
એને સુંદર બાવ ઓ માનવ
દુ:ખ આવશે ડુંગર જેવું
એમાં સુખને માણ ઓ માનવ
કુટુંબથી પરિવાર બને છે
જીવનનું છે મૂળ ઓ માનવ.
પ્રેમરસ છે પીવા જેવો
પ્રેમસાગર તરી જાઓ માનવ.
ભગુભાઈ ભીમડા (હલદર-ભરૂચ)
ગીરવી લીધી
પ્રેમમાં 'બુદ્ધિ' ગીરવી લીધી.
સમયની શંકા ઝીરવી લીધી
અરજ છો ને રોદણાં રુવે,
ઉરથી ઊર્મિ સેરવી લીધી.
આભલા સીવી ઓઢણી તારી,
પાઘડી સમજી ફેરવી લીધી
પ્રેમની ભીક્ષા માંગશે ને એ,
ડોકમાં સાંકળ ભેરવી લીધી.
ખેવના કર ઈશ્વર તું તારી,
આ જ તપ તિથી ઠેરવી લીધી.

  • વિનોદચંદ્ર બોરીચા : (મુંબઈ)