Sahiyar

વાચકની કલમ

By GS Team
24 Aug 20263 mins read
વાચકની કલમ

બીજા હતા
તમે મારુ અને તમારુ ઘર ઉજાળ્યું
તમારું ઘર ઉજાળનાર
સલાકાર બીજા હતા
પ્રેમ ભર્યા જીવનમાં
નફરતના બી વાવી ગયા
તમારા કાનમાં તેલ
રેડનાર બીજા હતા
દિલો દીલદારના દીલ
તોડી જખમ આપનાર
જખમીદીલ કરનાર
પીઠમાં ખંજર ભોકનાર
તે ખંજર બીજાના હતા
તમે બકરીના બચ્ચાને
મારવા દસ-દસ
સિંહ ભેગા કર્યા હતા
તે સીંહ તો સરકસના હતા
જીવન સાથે ખેલ ખેલનાર
નીરાશા આપનાર
પાસા ફેંકનાર શકુની બીજા હતા
કલવર કરતા પંખીના ઝાડ,
ફુલોની ફુલ વાડી
જે કુહાડીથી તોડી પાડયા
તે કુહાડીનો હાથો તમે હતા
તમે અમારા ઘરને કુરુક્ષેત્ર બનાવ્યું
તમારા હાથમાં તલવાર આપનાર
દંભી પાખંડી, સ્વાર્થી,
તે તમારા સંગાથી હતા
તમે અમારા મન મંદિરની મુરત હતા
તમે પથ્થરના છો
સમજાવનારા બીજા હતા
અનુ માવજી

પછી ખબર પડે
એ… ક્યાં હતો ને ક્યાં
પહોંચી ગયો પછી ખબર પડે
શિખરે પહોંચવા ગમતું
છોડવું પડે પછી ખબર પડે
ફક્ત વાતોના વડા કરવાથી
કશું ના મળે
પડયા પછી જાતે ઊભા
થઈએ પછી ખબર પડે
શમણાંને સાકાર કરવા
મહેનત ખૂબ કરવી પડે
દિવસ છે કે રાત આંખ
ખૂલે પછી ખબર પડે
કામ કરવામાં ક્યારેકે ભૂલ
પણ થઈ શકે
સલાહ તો બધા આપે
સાથ આપે પછી ખબર પડે
ઠોકર વાગે ત્યારે આંખ
ખૂલે તો ઘણું સારું
આ રસ્તો ખોટો છે
વાગ્યા પછી ખબર પડે
જીવનમાં પહેલા દુ:ખ
પડે એ તો સારું રૂપિયો સાચવીને
વાપરવાની પછી ખબર પડે
સંતાનો ઘરે ના આવે
ત્યારે માવતરને ચિંતા થાય
આકાશ ખુદ માવતર
બને પછી ખબર પડે
કિરણભાઈ આર. પંચાલ 'આકાશ' (વડોદરા)

ખામોશી કો દુનિયા થોડા ઊંચા સુનતી હૈ
ખામોશી કો દુનિયા
અબ થોડા ઊંચા સુનતી હૈ
અલ્ફાઝો ઔર ઈશારો
કી જરૂરત પડેંગી
શેર, મત્લા, મક્તા, રદીફ,
કાફીયા તો ઠીક હૈ મગર
હમ, કો સમજને કે લીએ
ગમ કે મારો કી જરૂરત પડેગી
હદ સે જ્યાદા સમજદારીને
રીશ્તે બીગાડ દીએ
ઉસે, સવારને કે લીએ અબ
અનપઢ ગવારોં કી જરૂરત પડેંગી
કસ્તીઓ કો હો ભલે
મહોબ્બત સમંદર સે તુફાનો મે ફીર ઉસે
કિનારો કી જરૂરત પડેગી
અપનો કે લીએ તુમ ખુદસે
ગદ્દારી કરતે રહો
તુમ્હે ભી ફીર એસે ગદ્દારો
કી જરૂરત પડેંગી
કઈ જખ્મ એસે હૈ જો
મહહમ સે નહીં ભરેગેં 'રાકેશ'
તુમ્હે ફીર શાયરો ઔર
મુશાયરો કી જરૂર પડેંગી
સોલંકી રાકેશ સવિતાબેન 'શબ્દ'
(નવા-વાડજ)

નણંદ ભાભીના હેત
ભાભી મારી તુ છે થવાની
ભાઈ મારાને ખૂબ ગમી છે
આવતી પૂનમે લગન કરવાનું
બાપુજીએ નક્કિ કર્યું છે
આવ સખીરી, નક્કી કરીએ
નારી જીવનની ઉપયોગી વાતો
બે બહેનોની જેમ સાથે રહીશું
સુખ દુ:ખને વહેંચી લઈશું
કોઈ કોઈ વાર ભેગા થઈને
ખૂબ ખૂબ વાતો નિરાંતે કરશું
આનંદની હેલી ઘરમાં કરીશું
ભાવી જીવનની કલ્પના કરીશું
આવ સખી રી સમજી લઈએ
એક બીજાના શું છે વિચારો
લાગણીઓનો ખજાનો લઈને
બીજે જીવવા જવું પડે છે
નફ્ફટ લોકો નફરતોની દુનિયા
હસતાં, હસતાં સહેવી પડે છે
નાસ્તિકોની ધરમની વાતો
મન વિના સાંભળવી પડે છે
ગાડી, વાડી, બંગલાઓમાં
લડાઈ ઝગડા જોવા મળે છે
ધન દોલતના દેખાડામાં
કંજૂસ લોકો જોવા મળ છે
ભાભી મારી ગૌરવથી રહેજો
મારા ઘરની તું દીકરી થવાની
પટેલ શાન્તિલાલ આર. (વડોદરા)

આફતને લલકારી છે
આડા-તેડા રસ્તે
જીવતર ચાલે છે અડબંગ
તોયે એક ખુમારી મનમાં
હૈયે હામની યારી છે
જીવવાનું ઘેલું લાગે
એવી લગની લાગી
મનને ઊંડે ભાસ થયો કે
તારી પણ તૈયારી છે
એકમેકનો ખોળો
માથે ઓશીકું જાણે
સથવારાની સોડમાં જો
નિંદર પણ સહિયારી છે
સાથ સાંપડયો,
જીવતર ચાલ્યું
એક-બીજાનું કાંડું છાલ્યું
કેડી કપરી, લાંબો રસ્તો
તોયે એનો ચહેરો હસતો
એની અણનમ નેમ પર મેં
મારી દુનિયા વારી છે
ઉપર આભ, નીચે ભોંય
છુટ્ટો દોરો છુટ્ટી સોય
બન્ને એક થયા હવે તો
આફતને લલકારી છે
પરસેવો લૂછનાર હતી તો
પરસેવો પાડે રાખ્યો
એકલ પંડયે દોટ મુકે
એનો તો ગિરધારી છે
પરેશ જગદીશચંદ્ર ભટ્ટ 'આનંદ' (આણંદ)