વાચકની કલમ

છૂટો મૂકી દે વર્ષારાણી
તારો રેશમી પાલવ !
શ્યામ બુટ્ટા ચીતર્યા તેં વાદળી
કેરા દામન,
કેમ બાંધી રાખ્યો છે,
તેં મોંઘામૂલો સાવન ?
છૂટો મૂકી દે વર્ષારાણી,
તારો રેશમી પાલવ !
વીજના ચમકારે આવી,
ધીમેથી મેઘ સવારી,
સંભળાય સર્વત્ર તેના
ગડગડાટ કેરી લવારી,
છૂટો મૂકી દે વર્ષારાણી,
તારો રેશમી પાલવ !
રાતના અંધારે જોઇ,
તારી મરક મરક મુસ્કાન,
'આવું છું'ના કહેણમાં
ગોરંભાતી છૂપી દાસ્તાન,
છૂટો મૂકી દે વર્ષારાણી,
તારો રેશમી પાલવ !
સૂરજને છૂપાવી બાંધી
રાખ્યું ચોમાસું પાલવ છેડે
મેઘધનુષના એ સપ્તરંગને
ક્ષિતિજ સ્નહથી તેડે,
છૂટો મૂકી દે વર્ષારાણી,
તારો રેશમી પાલવ !
પશુ-પંખી ને માનવ
જીવને કરે છે તરબોળ,
તારી અમી નજરે
સર્વે થઇ જાય ઓળધોળ,
છૂટો મૂકી દે વર્ષારાણી,
તારો રેશમી પાલવ !
ગીતા ત્રિવેદી
પરિવર્તન જોવા મળે
ઘર, પરિવારને સમાજમાં
પરિવર્તન જોવા મળે
મોબાઈલ, ટીવી સિરિયલોની
અસર જોવા મળે
પાડોશીના ઘરમાં ઘૂસીને
બંધ બારણે વાતો કરે
માવતરને કાઢવા બસ
મોટાની જ રાહ જુએ
પરિવારથી જુદા રહેવા
માવતરને બદનામ કરે
ઘર ફૂટે ઘર જાય ખુદના
પગ પર કુહાડો મારે
પહેલો સગો પાડોશી
આ વાત આજે વામણી લાગે
પાડોશી ભેગા ભળીને
સુખી પરિવારમાં આગ લગાડે
સાસરીવાા ભલે વ્હાલા લાગે
હવે તો માવતર ના ગમે
ઘરમાં માવતરથી છૂપુ રાખે
સાસરીવાળા બધુ જાણે
સાસરીયાની અવર-જવર વધેને
વણ માગી સલાહ આપે
કૃતદની સંતાનો કહે.. પપ્પા!
તમને હવે ખબર ના પડે
પારકા પૈસે જલસા કરવા
મળે ત્યાં જ સંબંધ રાખે
સુખમાં પાર્ટીઓ કરે દુ:ખમાં
આંસુ લૂછવા કોઈ ના આવે
ચાલશે, ફાવશે, ગમશે છતાં
માવતરને સહન કરવું પડે
ઘરમાં દખલ ના કરે છતાં
માવતરની જ ભૂલો કાઢે
બેટા..! તમારી સાથે ફાવ્યું
તમને ના ફાવ્યું માવતર સાથે
બેટા.. વતનમાં નાનકડું ઘર
પણ આજે વ્હાલુ લાગે
વારંવાર પિયરમાંથી ફોન
આવે ને ઘરમાં અશાંતિ રહે
કૃતજ્ઞાી સંતાનો વ્હાલા..
વિચાર વાણીને વર્તનથી દીપી ઉઠે
માવતરને વ્હાલા સંતાનો જે
પરિવારની ઇજ્જત કરે
પરિવારમાં સુખ શાંતિને
સંતોષ ત્યાં જ જોવા મળે
કિરણભાઈ આર. પંચાલ 'આકાશ' (વડોદરા)
નાનકડું જીવન
નાનકડું શુ જીવન
એમાં ગાઇને પ્રેમનું કવન
તું મન-ભર માણી લે
જીવતરનું ચોમાસું વને-વન.
બધી આરત ને જિજિવિષા
મૂકીને કોરે તું ગાઇલે ઓ મન
પ્રેમમય જીવનનું ગાણું,
થાય તને કે હું પણ જીવનને
માણું !
આરતી ભલે રહેતી
બાકી તારી
કે હું જીવનને જાણું !
તુષાર દેસાઇ (અમદાવાદ)
કલમ
કવિઓની તાકાત છે કલમ
શબ્દોનો ભંડાર છે કલમ.
ખૂબ ઓછા ભાવમાં વેચાય છે.
પણ ભવિષ્ય બદલી નાંખે છે કલમ.
ઘણું બધું શીખવી જાય છે કલમ
શબ્દોનું વાવાઝોડું લઇને આવે છે કલમ.
ધબકતા હૈયે સ્પર્શી જાય છે કલમ
પ્રણયની લાગણી વહેતી કરે છે કલમ.
આખા વિશ્વમાં કવિની કવિતા
ફરતી કરે છે કલમ
સ્વની ઓળખ કરાવે છે કલમ.
જિંદગીભરનો સાથ અપાવે છે કલમ
''ઇશ્વર'' નવી નવી
કવિતા લખાવે છે કલમ.
જિંદગીમાં ઘણું શીખવી જાય છે કલમ
લાખો દિલમાં 'દીપ' બની
પ્રકાશ ફેલાવે છે કલમ.
દિપક ઇશ્વરભાઇ ટુંડજવાળા (ભરૂચ)
પ્યાસ
સંસાર અસાર છે,
સહેલગાહ સાથ છે,
તૂટેલ નાવની પાસ,
મુજ નારાયણ સાથ છે.
સંધાણ નાવનું થાય નહીં,
તુ પણ ગભરા નહીં,
વિના સંકોચ શરમે
મુજ નાવમાં આવ અહીં.
અસાર આ સંસારમાં ન બજાવું નિજ ધર્મ,
તો ક્યારે પૂરા કરીશ હું પૂર્વજન્મના કર્મ?
નવ જીંદગી ગ્રહવાની જો તને આશા છે,
તો વૈરાગ્ય ત્યજવાની
મુજની અભિલાષ છે.
અંત એ અનંત છે ન જાણે તો જાણ જે,
મુજ હૃદય તણું આ મર્મ,
મનથી તું પિછાણ જે.
રખે ભૂલે તું પણ, તુંજ નો તારણહાર છે,
અંતમાંથી અનંતમાં લાવનાર દિલદાર છે.
નિરાશ નવ થા તું, તે પણ એક આશ છે,
નવ જીંદગી અર્પવાની
'નિર્લેપ'ની એક પ્યાસ છે.
નિરંજન જે શાહ 'નિર્લેપ'
(ડેરોલ સ્ટેશન-પંચમહાલ)
ગઝલ
મારી આંખ્યું મા મારી છબી
હોઠો પર તારી જ વાત છે
મને લાગે છે તારા મારા
પ્રણયની આ શરૂઆત છે….
તારી નજરુંમાં ડૂબવાની
ઝંખના જાગી છે
તારી હર એક અદા મને બહુ
ગમવા લાગી છે
તું હસે તો દિવસ મારો
નહિં તો કાળી અંધારી રાત છે
મને લાગે છે તારા મારા
પ્રણયની આ શરૂઆત છે….
મારા મુખેથી દિલની વાત મેં
તને જણાવી દીધી
તેં તો આંખોના ઇશારે
તારી હાલત બતાવી દીધી
હોઠ તારાં બંધ છે પણ
મારા હાથમાં તારો હાથ છે
મને લાગે છે તારા મારા
પ્રણયની આ શરૂઆત છે…
તારાં કાજળ ભર્યા નયનો
એ એવાં તે કામણ કીધાં
વગર માગ્યે તમને અમે
અમારાં સુખ- ચેન દઇ દીધાં
હવે ક્યાં જરૂર છે તેની?
હવે તો તારો મીઠડો સાથ છે
મને લાગે છે તારા મારા
પ્રણયની આ શરૂઆત છે….
પંકજ ગજ્જર તરસાલી (વડોદરા)
'મળે કે ન મળે'
પછી યાદો મા મળે કે ના મળે
મન ભરી ને જોઇ લઉં એ હસતો
ચહેરો કદાચ ફરી ને હસતો
ચહેજો જોવા મળે કે ન મળે
મિલાવી લઉં મારી આંખો તારી
સાથે પછી એ આંખો મિલાવવા
મળે કે ના મળે જો તો રહુ તારી
એ લટને ચહેરા પર આવતી
પછી જોવા મળે કે ના મળે
સુઇ જાવું તારા એ ઝુલ્ફોની
એ છાંયા મા પછી એ છાંયા
મળે કે ના મળે
તારા હાથ મા હાથ પરોવી ચાલી
લઉં પછી ચાલવા મળે કે ના મળે
મન ભરી ને તારી સાથે મસ્તી
મજાક કરી લઉં પછી એ મસ્તી
મજાક મળે કે ના મળે
કરી લઉં તારી સુંદરતાના વખાણ
પછી આવી સુંદરતા જોવા મળે કે
ના મળે પછી યાદોમાં તું મળે કે ના મળે
જીવનની અંતિમ ક્ષણે તને વાગોળી
શકું તેવી તારી સુંદર છબી પછી
જોવા મળે કે ન મળે
સુખ અને દુ:ખોથી ભરેલી અને
તેની ઘટમાળમાં ડૂબી ગયેલી
તારી યાદો પણ જોવા મળે કે ના મળે
મિનાક્ષી દેસાઇ (વડોદરા)









