Sahiyar

વાચકની કલમ

By GS Team
17 Aug 20263 mins read
વાચકની કલમ

શ્રાવણનો પહેલો વરસાદ
શ્રાવણનો પહેલો વરસાદ
રીમઝીમ વરસે વાલમિયા
નાવાનું મનડુ થાય
તમવિન કેમ કરી જાવું વાલમિયા
નથી તમારો સંગાથ
કંગન રણકે ના મારા
ભાલ બિંદી સેંધી સિંદુર
જાવું તો ભીંજવી જાય
વાલમિયા
પાયલ ઝાંઝર
છમછમ થાય ના
સાળુનો છેડસો સરકી જાય
દલડું ધમધક થાય
વાલમિયા
નોકરીમાં છૂટી લો દિન ચાર
હવે તો એક વાર ઘેરે આવો
વાલમિયા
'ચંદ્ર' તમે છો મારા વાલમિયા
એકલુ કેમ કહેવાય શ્રાવણનો
કે. ડી. અમીન 'ચંદ્ર' (માણસા, અમૃતનગર)

પ્રતિકૃતિ
નીકળ્યા ત્યારે આંસુ કિંમતી
જ્યારે પિતાએ જોઈ પોતાની પ્રતિકૃતિ
લાગ્યું આ તો છે ખુદની નવી આવૃત્તિ
પત્ની હોય પતિ માટે અર્ધાગિની
પણ પિતા માટે દીકરી એની જિંદગી
દીકરીમાં વસે પિતાની આશ જીવતી
એ અપેક્ષાઓની કરવાને પૂર્તિ
કરી દીધી દીકરીએ જિંદગી સમર્પી
સફળતા મેળવવા મથતી દીકરી
જ્યારે કરે છે લક્ષ્યની પ્રાપ્તિ
છલકાય પિતાના આંસુ બેશકિંમતી
પિતાના પગલે ચાલતી પાપા-પગલી
કરતી 'તી એ વ્હાલભરી ચુગલી
વધારી પિતાના નામની ખ્યાતિ
દીકરી બની ખુદ પ્રજ્વલિત 'જ્યોતિ'
જ્યોતિ અર્જુનભાઈ ગામીત (આનંદપુર, તાપી)
હામ-ભર
હારની છોડી હતાશા તું અડગે થૈ હામ-ભર
નિષ્ફળતાઓ પચાવી
હર્ષના કૈ જામ-ભર
કોઈ મંઝીલ આખરી
મંઝીલ નથી હોતી કદી જિંદગીના હરપડાવે
જીતને પડકાર-કર
સુખતણા કે દુ:ખતણા
આવે પ્રસંગો જીવનમાં
સુખ મહીં મલકાય તો
દુ:ખમાંય ધૂમ ધામ કર
વૈભવી જીવન મહીં સંતોષના દે સંપત્તિ
લાલચી મન રોજ કે 'શે
મિલકતો બેફામ
દુખિયાનું કરભલુ તદ્દન
નિખાલસ ભાવથી લૈ દુઆ તું એમની
એકાદ સારું કામ કર
જિંદગી 'અંજાન' ઉમદા
સાદગીમાં ઝળહળે
દિવ્યતાના દીપની એ
રોશની સરેઆમ - કર
અબ્દુલ ગફુર 'અંજાન' (પંચમહાલ)

મોબાઈલનો રંગ લાગ્યો
રંગ લાગ્યો,
મલ આખાને મોબાઈલનો રંગ લાગ્યો
સૌને ભાવ અનોખો જાગ્યો
રંગ લાગ્યો.. મલક આખાને
મોબાઈલનો રંગ લાગ્યો મોબાઈલ વિના ચેન પડે નંઈ
મોબાઈલ વિના ઘેન ચડે નંઈ
જેમ પ્રિયતમાને તેના પ્રીતમનો સંગ લાગ્યો
રંગ લાગ્યો, મલક આખાને મોબાઈલનો
રંગ લાગ્યો દી-રાત તેમાં રહે છે રચ્યો-પચ્યો
આંખ સામેથી જાય નંઈ ખસ્યો
તોય તળિયા લગી ન તાગ્યો રંગ લાગ્યો
મલક આખાને મોબાઈલનો રંગ લાગ્યો
અચાનક રિચાર્જ ખૂટે તો મહાખેદ પામે જાણે કે મહારોગ લાગ્યો રંગ લાગ્યો
મલક આખાને અજાણી દુનિયામાં ભવ આખો અટવાણો
સારો સમય તેમાં વેડફાણો કહે મારું, જાણવાનું હતું તે જાણ્યું નંઈ
ને ઓચિંતોમૃત્યુ ઘંટ વાગ્યો
મોબાઈલનો રંગ લાગ્યો.. મલ આખાને
મારૂ (રાજકોટ)

દ્રષ્ટી
ગયો 'તો ક્યાંક
ફરવાના આશયથી
ગુંચાયો 'તો કંઈક
ફરવાના સ્થળેથી
વિચારી રહ્યો તો કશુંક
તે સ્થળ વિશે
પણ, તેનાથી બનતું 'તુ
કંઈક વિચારથી અલગ
તે સ્થળે બની રહ્યું 'તુ
કંઈક મનથી અલગ
પણ ના તે હતું કંઈક
ખ્યાલથી અલગ…
અને હા, હતી
કંઈક સંમતિ
વિચારથી મારા અને…
પછી બન્યું 'તુ
કંઈક સંમત વિચારથી મારા
અને ત્યાં મળી 'તી દ્રષ્ટી મારી
કોઈ નિખાલસ દ્રષ્ટીથી..
બંકિમચંદ્ર બ્રહ્મભટ્ટ 'ચંદ્ર' (અમદાવાદ)

પ્રેમનું વ્યસન
આંખથી આંખ જ્યારે મળે
ભીતરથી જરૂર કંઈક જડે
તન-મનનો થાય જ્યારે મેળો
સ્નેહનો જરૂર થાય મન-ભેળો
નીત નવિન સ્ટાઈલ જો મળે
આકર્ષણ વધી જાય સ્નેહ મેળો
શાળા, કોલેજ એકાંતે મળે
પ્રણયના બંધને સર્જાય કેડો
ડી.જે.ના તાલે
ગવાય ગરબો
જોડી બની નાચી જવાય સંગે
હવે રોજનું
બની જાય વ્યસન
પ્રોમિશ આપી બંધાઈ જાય
પરિવાર વિરોધે ચઢી જાય
ગુંથાઈ જાય લગ્ન બંધને
રાજા-રાની બની જાય પછી
કયા કરે મા-બાપની બાજી?
સુમન ઓઝા (ખેરાલુ)

મૌસમ આવી
જગ જંજાળથી અળગા થઈને
મ્હાલવાની મૌસમ આવી
માટી સંગે ભીનાં થઈને
મ્હેકવાની મૌસમ આવી
ડુંગર ગાળે ડણકે સાવજ
ગર્જવાની મૌસમ આવી
મનડું મોર બનીને વગડે
ટહુકવાની મૌસમ આવી
વેલી થઈને વ્હાલની વૃક્ષે
વિંટવાની મૌસમ આવી
કલ કલ કરતાં ઝરણાં સંગે
ધબકવાની મૌસમ આવી
ઉર ઉછળતી નદીઓ ઘેલી
પિયુ મિલનની મૌસમ આવી
બીજ બનીને ઉગી જાવું
નવસર્જનની મૌસમ આવી
ધરતી અંબર એકાકારે,
તૃપ્ત થવાની મૌસમ આવી
હાલ્ય હવે તો પલળી જઈએ
ભીંજાવાની મૌસમ આવી
મનોહરસિંહ જાડેજા (મોઢેરા)