વાચકની કલમ

વરસાદમાં ભીંજાતી એ કન્યા
વરસ્યો જ્યાં મોસમનો પહેલો વરસાદ,
એ કન્યા ભીંજાવા દોડતી આવી,
છે એના હૈયામાં હર્ષોલ્લાસ,
છંટાતા જળબિન્દુમાં એ બની પ્રેમાતુર,
જામે જ્યાં ચોમાસું,
એ લથપથ ભીંજાતી જાય!
આંખોમાં રંગીન સ્વપનાં આંજતી,
ધોધમાર વરસાદમાં એ
કન્યા પલળતી જાય! હૈયામાં ઉમટયાં છે,
અનેરો ઉમંગ આનંદનો,
આ એક ધારા વરસતા વરસાદ જેવાં!
બન્નેમાં દેખાયો છે, અનેરી મોજ મસ્તી,
જાણે એ થયા બારે મેઘ ખાંગા!
વરસાદ ને જ્યાં ખેલવું છે, આ ધરા પેર,
એ કન્યાને ઉડવું છે,
મસ્ત બનીને ગગનમાં!
થવું છે એને આઝાદ,
જમાનાની બેડીઓ તોડીને!
પરેશ અંતાણી (રાજકોટ)
સંગીતની સૂરાવલી
ગાયન વાદન અને નૃત્ય છે આ સંગીત,
આનંદ પ્રમોદ ભેળું કૃત્ય છે આ સંગીત.
જીવનને નવજીવન અપાવે આ સંગીત,
વેગને આવેગમાં ખપાવે આ સંગીત.
તનમાં નવો ઝંકાર જન્માવે આ સંગીત,
મનમાં નવો આનંદ સન્માવે આ સંગીત.
આહની નવી સરાહના કેળવે આ સંગીત,
ચાહની નવી ચાહના મેળવે આ સંગીત.
જોમેજોમની કામના જગાવે આ સંગીત,
રોમે રોમની નામના ચગાવે આ સંગીત.
સૂરોની સૂરાવલી ચમકાવે આ સંગીત,
તાલોની તાલાવલી દમકાવે આ સંગીત.
અંગજારોડની ભાષા ભણાવે આ સંગીત,
આરોહ-અવરોહની પિરભાષા
જણાવે આ સંગીત.
શાસ્ત્રીયતાનો સાદ સમજાવે આ સંગીત,
સારેગમાનો નાદ ગજાવે આ સંગીત.
રાગનો રણકાર રેલાવે આ સંગીત,
ધ્વનિનો ધબકાર ફેલાવે આ સંગીત.
પ્રવીણ પટેલ 'સ્વયં' (ગડત, તા. ગણદેવી)
આપી ગયા
અમે ડોલી સજાવી લાવ્યા હતા.
તમે અમારી અર્થી સજાવી દીધી.
તમને ફુલોનો હાર પેરાવ્યો હતો.
પણ તમે કાંટાનો તાજ આપી દીધો.
અમે તમને પોતાના સમજીને લાવ્યા હતા,
તમે મોજ સોખ ખાતર બીજાના થઈ ગયા.
અમે તમને દિલમાં પ્રેમથી રાખ્યા હતા,
તમે દિલ તોડી જખમ નફરત આપી ગયા.
અમે તમને હશીખુશીથી રાખ્યા હતા,
તમે અમારા કુંટુંબને માતમ આપી ગયા.
અમે જીવનભર સાથ નીભાવવાના હતા,
તમે સાથ છોડી જાંજવાના
જળ પાછળ દોડી ગયા.
અમે ધર્મની બહેનને
પણ મા-બહેન સમજીએ છીએ,
તમે અમારામાં બહેનને
બદનામી આપી ગયા.
અનુ માવજી
વ્યથા
જોઈ જોઈને થાક્યો,
એ ઘનઘોર વાદળને…
આશા રાખીને બન્યો,
નિરાશ વાદળથી તે…
હતી કંઈક આશા,
પુષ્પ ખીલવાની તે
ના થઈ પૂર્ણ,
એક પુષ્પથી પણ,
તે છતાં, દિલમાં
કંઈક આશા છુપાઈ'તી,
ને અંતે તે પણ
છુપાવી રહી દિલમાં જ…
બંકિમચંદ્ર બ્રહ્મભટ્ટ 'ચંદ્ર' (અમદાવાદ)
પ્યાર કર કે…
હું ક્યાં કહું છું કે
તું મને પ્યાર કર?
ભલે ચાહે નફરત કર,
તું બની છે વસંતની મોસમ,
લેવા પ્રેમ કે નફરત.
તારી ઈચ્છાને આધિન હું
તને કહું છું :
'તું પ્યાર કર કે નફરત કર'.
જે કરવું હોય તે કર,
પણ 'સુમન'ને જ કર.
જીવાડવા ેએને
તારી ઈચ્છુ મુજબ કર.
સુમન ઓઝા (ખેરાલુ)
દિલનો દર્દી
દિલનો દર્દી છુ, હવે કોઈ
દવા કામ નહીં લાગે,
તારા શહેર સિવાય બીજી
હવા કામ નહીં લાગે.
જાણી જોઈને બીમારી વહોરી છે અમે તો,
મંદિરના જશો, હવે કોઈ
દુઆ કામ નહીં લાગે.
દિલ ચોરીનો મોટો અપરાધ કર્યો છે માટે,
આજે સુપ્રીમ કોર્ટની,
પણ સજા કામ નહીં લાગે.
એક વાર પ્રેમીના
દર્શન કરાવી દો ને નહિતર,
મન્નત માટેની ચઢાવેલ
ધજા કામ નહીં લાગે.
સખી છેલ્લી વાર મળી
લેવાની ઉતાવળ કરો,
એક મુલાકાત માટેની પણ
રજા કામ નહીં લાગે.
ડો. દર્શિતા બાબુભાઈ શાહ 'સખી' (અમદાવાદ)
તલાશ
સાવ ભેટી પડવું એવું આકાશ મળે,
તું મને સામે મળે, એવી તલાશ મળે.
આંસુની વરસતી ધારે એવી પ્યાસ મળે.
ઝૂરપાના સમયમાં તારો વિશ્વાસ મળે.
કૈંક તો લાગણીઓ સાથે શ્વાસ મળે,
ક્ષિતિજને પેલે પાર સોનેરી ઉજાસ મળે.
પર્ણ પર્ણ જીવનનું સ્પંદન મળે,
પુષ્પે પુષ્પે પ્રેમ ભરી સુવાસ મળે.
દિલની દુવાઓમાં એવો આભાસ મળે,
શબ્દે શબ્દ પ્રેમનો અનંત આવાસ મળે.
રણમાં પણ જીવવાની એ આસ મળે,
સૂકા રસ્તે પ્રેમનો મીઠો પ્રવાસ મળે.
આથમતા સૂરજ સાથે થોડી મુલાકાત મળે,
જીવનભર સાચા પ્રેમની બસ તલાશ મળે.
જયશ્રી વાઘેલા (મુંબઈ)
ચમકતો સિતારો
સારો સારો તોય સાગર હું ખારો છું,
ધસમસતી સરિયાનો તોય
હું પ્યારો-દુલારો છું.
લોક કહેતા હોય છે,
પ્રેમીઓ હોય છે સાવ પાગલ,
તોય માશુકાને મન એનો
હું દિલોજાન સથવારો છું.
જાલીમ જમાનો પ્રેમીઓને
કદી જીવવા દેતો નથી,
તોય હસીનાઓના દિલમાં
હું પ્રાણથી પ્યારો છું.
ડૂબી રહી હોય નાવ
જ્યારે પ્રિયાની મઝધારે,
ત્યારે કિનારે સલામત
લાવનારો એનો હું તારો છું.
કરી નથી કદીય અમે
પ્રભુને પ્રાર્થના-ઈબાદત,
તોય એ છે તારણહાર
અમારો એનો હું ચમકતો સિતારો છું.




