Sahiyar

વાચકની કલમ

By GS Team
31 Aug 20263 mins read
વાચકની કલમ

સમયનો સમય…!
સમય સમયે સંભળાવે સમય સમયની વાત
સમયને સમજો સમય સમજાવે બનીને તાત
સમય બને મહેરબાન તો
ઠેકાણે લાવે સૌની શાન
સમય બને જો ક્રૂર તો સૌને ભૂલાવી દે ભાન
સમય છે સવળા સમય આવ્યે
હામી બનીને હસાવે
સમય છે અવળા સમય આવ્યે
ફારસ કરીને ફસાવે સમય જો હોય સારો તો
સુખની સરિતા રેલાવે
સમય જો હોય માઠો તો
રૌદ્ર સ્વરૂપ ફેલાવે સમય જ્યારે ઉઠે તો
દુ:ખ-દર્દ સઘળાં ભગાવે
સમય જ્યારે રૂઠે તો
અણધારી આગ લગાવે
સમય જો ધારે તો, જીવનમાં
ધારી સફળતા અપાવે
સમય જો મારે તો જીવન
દારુણતામાં ખપાવે
સમય પ્રમાણે વર્તો ત્યારે
પામો સમયની કૃપા ભારી
સમય સામે બાધ ભીડો
ત્યારે સમજો જીવન ગયા હારી
સમયે સમયે સાવધાન રહેજો
તે સૌનું ભવિષ્ય ભાખે
સમય કોઈને છોડતો નથી
તે બધાનો હિસાબ રાખે
સમય મુજબ વર્તન કરતાં
સમયને પણ સમય લાગે
સમય સમયની વાત છે સમય પણ સમય માગે
'સ્વયં' કહે છે સમય નિરાળો
સમયની રીત જેણે જાણી
સમયને જે સમજે તેને ત્યાં
સહદેવ ભરે પાણી
પ્રવીણ પટેલ 'સ્વયં' (ગણદેવી)

હૃદય બહાર નહીં આવતું
હસી ખુશી મજાક મસ્તી કરતાં મનને જોઈ
હૃદયે પણ ભીતરથી બહાર ડોકિયું કર્યું
મે એને સમજાવ્યું ખોખલી ખુશી છે અહીં
તું બાહર આવીશ તો
એકલું અટવાય જઈશ
ધોખેબાજ દોસ્તીની આ મીજલસ છે મંડાઈ
પરિજનો પણ ઢોલક લઈ નીકળી પડયા છે
મન તો છે, માંકડું નાચતું કુદતું ભલે રહે
લાગણીશીલ હૃદયને સૌ ક્ષણમાં ભરખી જશે
દુનિયાના તમાશા મનને મુબારક છે અહીં
તું નહીં તો હું નહીં રહીશ હું તરીકે અહીં
પલભરમાં પક્ષ બદલતા
લોકો મનના છે માલિક
તું તો છે સત્યનું યાચક મારું પ્યારું હૃદય
જગત આખું ફરે ફરતી ધરતી સાથે ક્ષણે ક્ષણે
'ઈશ્વર'નો આદેશ છે
તને સત્ય વક્તા રહેવાનો
ઈશ્વર અંચલીકર (સુરત)

પ્રેમનો પ્રવાહ
હતું જે સુસુપ્ત અવસ્થામાં
દરદ-એદિલ એ જગાડીને ચાલ્યા ગયા
કલી જે ખીલી હતી ગુલ થવા
એને એ મુરજાવીને ચાલ્યા ગયા
વહ્યો ન વહ્યો પ્રેમનો પ્રવાહ
એને એ સુકાવીને ચાલ્યા ગયા
ઇન્તજારી સાવ એળે ગઈ
બસ એમ જ આવીને ચાલ્યા ગયા
એને જ કાશ મહોબત માની લીધી
બસ નજર એક મીલાવીને ચાલ્યા ગયા
મણીલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

પ્રેમની ચાહત
મારા દિલના દરવાજા પર
નામ લખ્યું છે તારું
તું આવીને વાંચ તો ખરી
રાહ જોઈ બેઠો છું
ખોલવા માટે દરવાજો
તું આવીને દસ્તક દે તો ખરી
મનોમન સજાવી બેઠો છું
સપનાઓ કૈંક જીવનભરના
સાથે મળીને કરીએ સાકાર
તું મારા જીવનમાં આવ તો ખરી
ના એમ બિલકુલ ન ચાલે
ફક્ત હું જ તને ચાહતો રહું
તું મારી તરફ નજર ન નાખે
તું મારા ભણી નજર નાખ તો ખરી
જીવનભર રાખીશ હું તને ખુશખુશાલ
તું મારા પર ભરોસો કર તો ખરી
શારદા અરવિંદ કોટક (મુલુંડ)

તારું-મારું-અંધારું
આ તારું ને આ મારું
પરિણામ છે અંધારું
માયાના આવસરણાં
સર્વત્ર છે અંધારું
મારું મારું કરીને સૌ
ચાલ્યા ગયા એકલા
જીવતાની મોજમઝા
પછી તો છે અંધારું
જીવનમાં જો હોય
ત્યાગ અને સમર્પણ
એના જીવનમાંથી
દૂર થાય છે અંધારું
છે ઘણા સંતો મહંતો
માયાને જીતનાર
અજ્ઞાાની જીવોને સદા
દેખાય છે અંધારું
જીવન એક વન છે
કાંટાથી ભરપૂર સમજો તો પ્રકાશ છે
નહિ તો છે અંધારું
ગાડી, લાડી અને વાડીના
સૌ છે હક્કદાર
અંતે છોડીને જવાનું
જમીનમાં છે અંધારું
અવતાર છે માનવીનો
અતિ મૂલ્યવાન
એ ન સમજાય તો
જીવનમાં છે અંધારું
ભગુભાઈ ભીમડા (હલદર-ભરૂચ)
જિંદગીની ડાયરીમાં
સુખ દુ:ખનો કદીયે કરીશમાં સરવાળો
જિંદગીની માગે રોજીંદો
મચી ગયો છે કેરકાળો
નથી કોઈને ફરિયાદ કરી શકતી
નથી કોઈની મદદ લઈ શકતી
ખોળીયામાં પ્રાણ હોય
ત્યાં સુધી એના બદનશીબે
ગોઠવી દીધો છે દુ:ખનો ગાળો
નથી ઘરની વાતું કોઈને કરી શકતી
નથી મનડાની વેદના
મનડામાં રાખી શકતી
જિંદગીની ઘટમાળ ખોટા
માર્ગે ચડી જાતા તો
મચી ગયો છે ભાઈ હોબાળો
નથી આંસુડાની ધાર થંભાવી શકતી
નથી કોઈની લાગણીના
શબ્દો સાંભળી શકતી
કોમળ હૃદયના હૈડાની
કાચી માટીની કાયાને
ઘેરી રહી છે ભયાનક જવાળો
જિંદગી તો છે આવડો મોટો જંગ
ક્યાંથી મળે એને? હંસી ખૂશીનો રંગ
કાચલિયા કહે આખરી ઘડીયે
જિંદગીની ડાયરીમાં
માંડતી ગઈ સુખ દુ:ખનો સરવાળો
નવિનચંદ્ર રતિલાલ કાચલિયા (નવસારી)

આવિષ્કાર પ્રેમનો
તમારી પાંપણ તણા
પલકારનો શું સાર છે?
ઇકરાર કે ઇન્કારનો
એ ભાસ છે?
પ્રેમમાં હું જાન
પણ ન્યોછાવર કરું?
પણ એક મધુર હાસ્ય
દેવા શીદ બેકરાર છો
પ્રેમની લેણીદેણીમાં
હિસાબ હોતો નથી
ત્યાગની ભાવના
એ જ તો આધાર છે
હોય જો વિશ્વાસ
તો મા, મુજ હૃદયને
સતત ધકે છે
રણકાર તારા પ્રેમનો
તારા રૂપની છાયમાં
લપટાયેલ રહું છું
શિતળતા સાંપડે
છાંયમા એ જ પ્રેમનું નામ છે
ચાલ ખોલીયે રંગ
પ્રેમના બાઝારમાં
પ્યાર છે તો જિંદગીનો જનાધાર છે
પ્રેમપંથ છે પાવક જવાળા
પ્રગેટ જ્યાં તો પ્રેમનો ઉજાસ છે
સી. જી. રાણા (ગોધરા)