ઘર સજાવટના ભાગ રૂપે માછલીઘર કદી ના રાખશો

- એક્વેરીયમ રંગબેરંગી માછલીઓ વાળું લાગે એટલે તેની સજાતીયતા જોયા વગર કલરના આધારે વિવિધ જાતિની માછલીઓ રાખવામાં આવે છે. હકીકતે તો આ માછલીઓ મોતની રાહ જોયા કરતી હોય છે. તે તેના માલિકને ઓળખતી નથી એટલે તેમની સાથે રમી શકતી નથી, તે બોલી પણ શકતી નથી. તે સાવ નિર્જીવ પદાર્થની જેમ એકવેરીયમની દિવાલો સાથે ભટકાયા કરે છે. તે જ્યારે મરે છે ત્યારે એેક્વેરીયમોને માલિક તેને બદલી નાખે છે
કોઇ ઘર કે ઓફિસના એક્વેરીયમમાં પુરાયેલી માછલીઓ જોવી મને લગ્ગીરેય ગમતી નથી. તેમની આંખો મને તાંકીને જોયા કરે છે. તે જાણે એમ કહી રહી હોય છે કે પ્લીઝ તમે મને અહીંથી છોડાવો અને મને મારા મૂળ પાણીમાં છોડી દો. એક્વેરીયમમાં (માછલી ઘર) તે નથી તરી શકતી ,નથી રમી શકતી કે નથી મેટીંગ કરી શકતી. એક્વેરીયમમાં તે સાવ ભિખારી અવસ્થામાં રહે છે. થોડા પાણીમાં તે અહીં-તહીં ગોળ ગોળ ફર્યા કરે છે અને પોતાને નહીં ભાવતા સૂકાયેલી માછલીના ભૂકામાંથી બનાવેલ ફૂડની પ્રતિક્ષા કર્યા કરે છે.
એક્વેરીયમ રંગબેરંગી માછલીઓ વાળું લાગે એટલે તેની સજાતીયતા જોયા વગર કલરના આધારે વિવિધ જાતિની માછલીઓ રાખવામાં આવે છે. હકીકતે તો આ માછલીઓ મોતની રાહ જોયા કરતી હોય છે. તે તેના માલિકને ઓળખતી નથી એટલે તેમની સાથે રમી શકતી નથી, તે બોલી પણ શકતી નથી. તે સાવ નિર્જીવ પદાર્થની જેમ એકવેરીયમની દિવાલો સાથે ભટકાયા કરે છે. તે જ્યારે મરે છે ત્યારે એેક્વેરીયમોને માલિક તેને બદલી નાખે છે અને તેની જગ્યાએ બીજી કલરફૂલ માછલી મુકી દે છે.
એક્વેરીયમની માછલીઓ ખુબ લાચાર જીંદગી જીવે છે તેમને ખરીદનારને કમનસીબી વળગે છે કેમકે તેમને મૂંગા જીવના હાયકારા લાગે છે. નદી, તળાવ કે દરિયાના પાણીમાં તરતી માછલીઓને વેદના ત્યારે થાય છે કે જ્યારે તેમને એક કાચના બોક્સમાં મરવા માટે પુરી દેવાય છે. તેમનું કુદરતી જીવન છીનવી લેવાય છે. તે સરહદ જોયા વિના તરતી હતી પણ એક્વેરીયમમાં પુરાયા પછી તેને ચોક્ક્સ નાનકડી જગ્યામાં રહેવું પડે છે.મીઠા પાણીની માછલીઓ પકડવાનો ધંધો ગેરકાયદે ચાલી રહ્યો છે. શિકારીઓ વાઇલ્ડ લાઇફ અભયારણ્યમાં જાય છે અને ત્યાં હજુ પ્રદૂષિત નહીં થયેલા ઝરણા અને નદીઓમાં રહેલી અપ્રાપ્ય ફીશ પકડી લાવે છે. આવી માછલીઓ પકડવા તે પાણીમાં સાઇનાઇડ નાખે છે. તેનાથી માછલીઓ મરતી નથી પણ બેભાન થઇ જાય છે કે ભાગી શકતી નથી. તે સિવાય માછલી પકડવા ઓછી તીવ્રતાવાળો ઘેર બનાવેલો બોંબ પાણીમાં નાખવામાં આવે છે. તેના અવાજથી માછલીઓ સપાટી પર આવી જાય છે. કેટલીક રંગબેરંગી માછલીઓ ત્વરીત મોતને ભેેટે છે જ્યારે બાકીનીનો વેપાર કરવામાં આવે છે. આપણા ઘેર આવતા મુલાકાતીઓ રંગબેરંગી માછલીઓ જોઇને ખુશ થાય અને આપણી વાહ વાહી થાય તે માટે આપણે જાણે અજાણે માછલીઓના ખાત્મો બોલાવતા આવ્યા છીએ. તેની સાથે છીદ્રોવાળા પથ્થરોનો પણ નાશ થાય છે.
પ્રાણીઓ વેચતી દુકાનોવાળાને ખબર નથી હોતી કે ફીશને શું ખાવાનું આપવું એટલે તેને ગમે તે ખાવાનું આપ્યા કરે છે. કઇ જાતિ વાળી માછલીને શું પચશે તેનો કોઇ ખ્યાલ નથી રખાતો. વાઇલ્ડ લાઇફ જીવોને જ્યારે જંગલમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે તેની જાતિ પર જોખમ ઉભું થાય છે. ધીરે ધીરે તે અપ્રાપ્ય બની જાય છે. તાજા પાણીની માછલીઓ પૈકી ૯૦ ટકા ફીશ ફાર્મમાં તૈયાર કરાય છે. સ્લમ વિસ્તારના નાના તળાવમાં ગોલ્ડ ફીશના બચ્ચાં ઉછેરાય છે. દર વર્ષે એક ફાર્મમાં એક લાખથી વધુ બચ્ચાં તૈયાર કરાય છે. પાળેલા પ્રાણીઓની દુકાને તેને વેચાય છે. ખરીદનારા દુકાનેથી તેને પ્લાસ્ટીક બેગ કે નાની પ્લાસટીક થેલીમાં ઘેર લઇ જાય છે.
વિશ્વમાં ફીશ એક્વેરીયમનો ધંધો ૪૦૦ મિલીયન ડોલરનો છે. તે લોકોના શોખનો વિષય છે પરંતુ તેના કારણે લોકો માછલીઓના જીવ લેતા હોય છે. આ શોખના ધંધા માટે વર્ષે ૨૦ મીલીયન માછલીઓ, ૧૨ મીલીયન કોરલ્સ અને અન્ય ૧૦ મીલીયન દરીયાઇ જીવોનો નાશ થાય છે. ભારતમાં એક્વેરીયમ ઉધ્યોગના કારણે અનેક અપ્રાપ્ય માછલીઓનો ભોગ લેવાય છે. ખરીદનારાના આકર્ષણ માટે વિવિધ બ્રીડીગ તૈયારકરાય છે. જેમાં અર્ધ પારદર્શક માછલીઓ પણ તૈયાર કરાય છે જેમાં મુખ્યત્વે ગ્લાસ ફીશ કે વ્હાઇટ મોલીસ જેવી વ્હાઇટ લાઇટ કલર ફીશનો સમાવેશ થાય છે. મોલીસ, ગપ્પી પ્રકારની બલૂન આકારની માછલીઓ પણ એક્વેરીયમ માટે વેચાય છે.
સામાન્ય રીતે ફીશના બચ્ચાં વેચાય છેે એટલે ખરીદનારને એ ખબર નથી હોતી કે તે મોટી થશે તોે કઇ સાઇઝની થશે . ગોલ્ડ ફીશનો વધુ ભોગ લેવાય છે. તેની કેટલીક જાત એક્વેરીયમની સાઇઝમા ંઆવે છે પણ એટલી મોટી હોય છે કે તેને મુવમેન્ટ કરતાં ફાવતું નથી. અંતે તે મોતને ભેટે છે.
ફીશ એકબીજા સાથે ખુબ માઇલ્ડ ફ્રીકવન્સી સાઉન્ડમા મેસેજ મોકલે છે. તે સામાન્ય રીતે ચેતવણીના,આનંદ વ્યકત કરવા કે ફુડ મેળવવા બાબતે હોય છે. આ માછલીઓ શો પીસ માટે કે કલેક્શન માટે નથી હોતી.
ભારત ભરમાં પ્રાણીઓ પાળતા લોકોમાં ડોગ, કેટ અને એક્વેરીયમની માછલીઓ સહિતના પ્રાણીઓની સંખ્યા ૩૦ મીલીયન જેટલી છે. આ પેકી એક ટકાથી પણ ઓછા લોકોને માછલીઓમાં રસ નથી હોતો.
એક્વેરીયમની માછલીઓ તેમના માટે ઇન્ટીરીયર ડેકોરેશન માત્ર હોય છે. આપણે લાખોની સંખ્યામાં માછલી ની નિકાસ કરીએ છીએ. ક્યારેય કોઇ કસ્ટમ ઓફીસર પૂછતો નથી કે તમે કઇ જાતની માછલી વિદેશ મોકલો છેા.
ઇન્ટરનેટના કારણે અપ્રાપ્ય માછલીઓ વધુ વેચાતી થઇ છે. ઓર્નામેન્ટલ એક્વેટીક ટ્રેડ ઓસોસીએશનના જણાવ્યા અનુસાર માત્ર બ્રિટનમાં જ એક્વેરીયમ માટે ૬૫ મીલીયન જેટલી ફીશ વપરાય છે, તે પૈકીની ૫૦ મીલીયન તો એશિયામાંથી જાય છે. એક્વેરીયમ ફીશનું મુખ્ય માર્કેટ અમેરિકા છે તે કરોડો માછલીઓની આયાત કરે છે. તે માંડ બે વર્ષ જીવે છે.
એક્વેરીયમ ટ્રેડ વિશ્વભરમાં વ્યાપેલો છે. તેના પર કોઇ નિયંત્રણ નથી . લોકો શું ખરીદે છે અને શું વેચાય છે તેનો કોઇ ડેટા નથી હોતો.
ભારત આઝાદ થયા પછી પ્રથમવાર એક્વેરીયમની ફીશ વેચતી દુકાનો અને ફીશ રાખનારા બાબતે સરકારે નિયમો તૈયાર કર્યા હતા. તેને કાયદાનું સ્વરુપ દિવંગત પર્યાવરણ પ્રધાન શ્રી અનિલ માધવ દવેએ ૨૩ મે ૨૦૧૭ના રોજ આપ્યું હતું. પ્રાણીઓ પર થતા અત્યાચારના વિરોધમાં કાયદા હતા. જે ટેન્કમાં ફીશ રાખવામાં આવે છે તેને એક્વેરીયમ કહે છે. ફીશ શોપ એટલે કે જ્યાં ફીશ વેચાતી હોય કે ફીશનો ધંધો થતો હોય. જે શોપ એકવેરીયમની ફીશ કે શોખ ખાતર ફીશ વેચતા હોય તેમણે તેમની શોપને સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડમા નોંધાવવી પડશે. તેમણે ફીશ કેવી રીતે રખાય છે , તે કઇ જાતની છે અને કોની પાસેથી વેચાતી લીધી છે તેની નોંધ રાખવી પડશે.
વેચેલી ફીશ કેટલી તંદુરસ્ત રહે છે અને કેટલી સ્ટ્રેસ ફ્રી ફરે છે. ઇજાગ્રસ્ત અને રોગગ્રસ્ત ફીશને અલગ ટેન્કમાં રાખવાની રહેશે. કાયદેસર પ્રતિબંધીત માછલીને રાખી શકાસે નહીં. ફીશ પર કૃત્રિમં કલર લગાડી શકાય નહીં. જે કાયદાનો ભંગ કરશે તેનું લાયસન્સ રદ કરાશે.
પહેલીવીર આપણે ત્યાં ફીશનો બિઝનેસનું નિયમન કરવાના કાયદા બનાવ્યા છે. તેમ છતાં પ્લીઝ ફીશ ના ખરીદો.









