ઝેલેન્સ્કીનાં વતનનાં ગામે આવેલા લક્ષ્મી મિત્તલના સ્ટીલ-પ્લાન્ટ પર રશિયાનો મિસાઇલ્સ ડ્રોન હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઝેલેન્સ્કીના વતનના શહેર કીવીના રીહમાં આવેલા આર્સેનલ મિત્તલના સ્ટીલ પ્લાન્ટ પર રશિયન હુમલાથી ૨નાં મોત, 14ને ઇજા
કીવ : પ્રમુખ વ્લાદોમીર ઝેલેન્સ્કીના વતન શહેર કીવીલ રીહમાં આવેલા આર્સેનલ મિત્તલના સ્ટીલ પ્લાન્ટ ઉપર રશિયાનો મિસાઇલ્સ અને ડ્રોન હુમલો થતાં ૨ના મૃત્યુ થયા છે અને ૧૪થી વધુને ઇજાઓ થઇ છે. આ માહિતી આપતાં યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ હુમલાથી યુક્રેનના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદનકની ઉત્પાદન સુવિધાઓ ઉપર પણ અસર થઇ છે.
આર્સેલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટના પ્રવકતાએ કહ્યું હતું કે, આ હુમલાથી પ્લાન્ટના પાવર જનરેશનને તો અસર થઇ જ છે. પરંતુ પ્લાસ્ટ ફર્નેસને પણ નુકસાન થયું છે. પરિણામે કંપનીને તેનું ઉત્પાદન આંશિક રીતે બંધ કરવું પડયું હતું.
રશિયાએ યુક્રેનને કરેલા હુમલા પછી વળતા પ્રહાર રૂપે યુક્રેન ઉપર પ્રચંડ મિસાઇલ્સ અને ડ્રોન હુમલાઓ શરૂ કરી દીધા છે.
આર્સેનલ-મિત્તલના પ્રવકતાએ કહ્યું હતું કે, ૨૦૨૨માં રશિયાએ આક્રમણ શરૂ કર્યા પછી વારંવાર પ્લાન્ટનું ઉત્પાદન ખોરંભે પડયું છે. પરંતુ રવિવારે પ્રમુખ ઝેલેન્સ્કીનાં વતનના શહેર પાસે આવેલા આ પ્લાન્ટ ઉપરનો ફટકો ઘણો ગંભીર બની રહ્યો છે. એકંદરે સ્ટીલ ઉત્પાદન પર તેની અસર થઇ છે.









