PM મોદીના નિવેદનના વિરોધમાં ઇન્સ્ટાગ્રામ પર બની 'દિમાગી નક્સલ પાર્ટી', 24 જ કલાકમાં હજારો લોકો જોડાયા!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dimagi Naxal Party Instagram Page Viral: 15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં વપરાયેલા એક શબ્દે સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચાવી દીધી છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, જંગલોમાં હથિયાર ઉઠાવનારા નક્સલીઓ સામે દેશે મોટી સફળતા મેળવી છે, પરંતુ હજુ પણ એવા 'દિમાગી નક્સલી' મોજૂદ છે જે વિચારધારા દ્વારા દેશમાં અશાંતિ ફેલાવવાની તક શોધી રહ્યા છે. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર રાજકીય ચર્ચા અને વ્યંગ શરૂ થઈ ગયો. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ (Instagram) પર દિમાગી નક્સલ પાર્ટી 'Dimagi Naxal Party' નામનું એક નવું પેજ સામે આવ્યું છે. પેજ લાઇવ થયાના 24 કલાકની અંદર જ આ હેન્ડલ પર 1.8 લાખથી વધુ ફોલોઅર્સ જોડાઈ ચૂક્યા છે.
કોકરોચ જનતા પાર્ટી(CJP) જેવો જ નવો ટ્રેન્ડ
અગાઉ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દ્વારા કથિત રીતે યુવાનોની સરખામણી કોકરોચ સાથે કરાયા બાદ કોકરોચ જનતા પાર્ટી (Cockroach Janta Party, CJP) નામે હેન્ડલ શરૂ થયું હતું, જેણે 10 દિવસમાં 20 મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવ્યા હતા. તેવી જ રીતે હવે વડાપ્રધાનના નિવેદન બાદ આ નવું પેજ વાયરલ થઈ રહ્યું છે
ઝડપી લોકપ્રિયતા: ઇન્સ્ટાગ્રામ ઉપરાંત X (ટ્વિટર) અને ફેસબુક પર પણ આ નામના અનેક પેજ બની રહ્યા છે.
અજ્ઞાત નિર્માતા: CJPના કિસ્સામાં અભિજિત દીપકેએ સામે આવીને જવાબદારી લીધી હતી, પરંતુ આ પેજ કોણે બનાવ્યું છે, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
સોશિયલ મીડિયા મેસેજ: રેડીટ (Reddit) પર થઈ રહેલી ચર્ચા મુજબ આ પેજનો મેસેજ 'Think | Research | Resist' દર્શાવવામાં આવ્યો છે, અને તેને એક રાજકીય કટાક્ષ(Satire) તરીકે જોવામાં આવી રહ્યો છે.









