Sahiyar
નખની સારસંભાળ
By GS Team
31 Aug 20261 min read

સૌંદર્યની સાથે જોડાયેલો એક શબ્દ છે નખશિખ. નખનું મહત્ત્વ એટલે જ છે. સુંદરતાની શરૂઆત નખથી થાય છે. નાના નાજુક નખની માવજતથી જ શરૂ થાય છે સૌંદર્યની સજાવટ. સ્ત્રીઓ નખને લાડ લડાવે છે. તેઓ નખને સજાવે છે. નખને રંગે છે. સુંદર નખ સ્ત્રીઓના રૂપમાં વધારો કરે છે અને આથી જ નખની સારસંભાળ લેવી જરૂરી છે. આવો જાણીએ નખને સુંદર રાખવાના કેટલાક નુસખા.
- નવશેકા ગરમ પાણીમાં શેમ્પૂ ભેળવીને તેમાં આંગળીઓ ડુબાડી રાખો. થોડા સમય પછી નખ નરમ પડી જાય ત્યાર બાદ નેઈલ ફલેરથી નખને સરખા કરો.
- નખને સરસ આકાર આપતી વખતે તે તૂટી ન જાય તે માટે નેઈલ ફલેર ઉચ્ચ કક્ષાનું હોવું જરૂરી છે.
- નખ બહુ અણીવાળા હોય તો તેને કાપીને સરખા કરવા.
- નખને વ્યવસ્થિત કરતાં પહેલાં તેને ડેટોલથી સારી રીતે સાફ કરવા જેથી નખમાં કોઈ પ્રકારનું ઇન્ફેકશન થવાનો કોઈ ભય ન રહે.
- આજકાલ ફ્રેંચ મેનિક્યોર ઇન ફેશન છે જેમાં નખને ચોરસ રાખવામાં આવે છે.
- તમારા હાથ લાંબા હોય કે ટૂંકા તો તે પ્રમાણે નખની લંબાઈ રાખવી જેથી હાથ સુંદર લાગે.
- નખને પોલિશ કરતાં પહેલાં બેઝિક વ્હાઈટ કોટ કરવો પણ માત્રાનું ધ્યાન રાખવું. વધારે પડતું ન હોવંુ જોઈએ નહીંતર નેઇલ પોલિશના થપેડા લાગશે.
- બેઝિક વ્હાઈટ કોટ કર્યા પછી સુકાયા બાદ ઘાટા રંગની પોલિશ કરવી.




