Sahiyar

સૌંદર્ય વર્ધક છે આંબાના પાન

By GS Team
20 Jul 20262 mins read
સૌંદર્ય વર્ધક છે આંબાના પાન

કેરીના પાનમાં વિટામિન એસ બી, સી પ્રચુર માત્રામાં સમયોલા હોય છે. જેથી તે ત્વચા અને વાળ માટે ફાયદાકારક પુરવાર થયા છે. આ ુપરાંત તેમાં સ્ટરોઇડ, એલ્કલોઇડ, રાઇબોફ્લેનિન, થાયમિન, ફેનોલિક, બીટોકૈરોટીન અને ફ્લેવોનોઇડ્સ જેવા પદાર્થો પણ ભરપુર માત્રામાં સમાયેલા હોય છે.
તેમાં સમાયેલા ફાઇબર મૃત ત્વચાને દૂર કરે છે.
કેરીના પાનમાં સમાયેલા વિટામિન સીી કોલાઝન વધે છે,ડાઘ ધાબા દૂર થાય છે. તેમજ વિટામિન એથી ખીલની સમસ્યામાં રાહત થાય છે.
એન્ટી ઓક્સિડન્ટસથી ચહેરાની ત્વચાની નમી જળવાઇ રહે છે અને ત્વચાની ઇલાસ્ટિસિટી સુધરે છે.
ત્વચા પરની બળતરાને ઠંડક પ્રદાન કરે
ત્વચા પર થતી બળતરા તેમજ તેની રૂક્ષતાને દૂર કરવામાં કેરીના પાન સક્ષમ છે. તેના પાનની રાખને બળતરા અથવા તો દાઝી ગયેલ ત્વચા પર લગાડવાથી ઠંડ થાય છે તેમજ ત્વચાની રૂક્ષતા દૂર થાય છે.
ફેસ માસ્ક
કેરીના પાનને સુકવીને તેનો પાવડર બનાવી શીશીમાં ભરી દેવો. ઉપયોગમા ંલેતી વખતે પાવડરમાં ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડવું. સુકાઇ જાય પછી ચહેરો ધોઇ નાખવો.
કેરીના છાલમાં પાણી ભેળવી તેની પેસ્ટ બનાવવી. ચાર ચમચા પેસ્ટમાં બે ચમચા મધ અને એક ચમચો દહીં ભેળવી પેકની માફક ચહેરા પર લગાડી સુકાઇ જાય પછી રગડીને દૂર કરી ધોઇ નાખવું.
પાનને વાટી તેમાં એ ચમચો મધ ભેળવી ચહેરા પર લગાડી સુકાઇ જાય પછી ધોઇ નાખવાથી ત્વચામાં નિખાર આવશે. અઠવાડિયામાં બે વખત કરવું.
ટેનિંગની સમસ્યા દૂર કરે
ટેનિંગ થયેલી ત્વચા પર કેરીના પાવડરમાં ગુલાબજળ ભેળવી લગાડી સુકાઇ જાય એટલે ધોઇ નાખવું.
વાળ
કેરીના પાનમાં સમાયેલા વિટામિન એ અને સી કુદરતી હેર માસ્ક તરીકે કામ કરે છે. કેરીના પાનને વાટી તેની પેસ્ટ બનાવી વાળમાં શેમ્પુ કરવાના ૧૫ મિનીટ પહેલા આ પેસ્ટને વાળઅને સ્કેલપ પર લગાડવી અને સુકાઇ જાય પછી ધોઇ નાખવું.આ પેસ્ટ વાળનો ગ્રોથ વધારવાની સાથેસાથે મજબૂત પણ કરશે જેથી વાળ ખરવાની સમસ્યા દૂર થશે.
સ્ક્રબ
કેરીના પાનમાં સમાયેલ એન્જાઇમ એક્સફોલિએટરનું કામ કરે છે. પાનને ચહેરા પર રગડવાથી ઉત્તમ સ્ક્બ પુરવાર થાય છે.
સુકાયેલા પાને વાટી તેના પાવડરમાં કોફી ભેળળવી અને પાણી નાખી પેસ્ટ બનાવવી. રૂક્ષ ત્વચા હોય તો કોપરેલ અછવા ગુલાબજળ ઉમેરવું.આ સ્ક્રબને ચહેરા ઉપરાંત શરીરના અન્ય હિસ્સાઓ પર પણ ઉપયોગમા ંલઇ શકાય છે. સ્ક્પબ કર્યા પછી સાુ અથવા કોઇ પણ ક્લિન્જરનો ઉપયોગ કરવો નહીં.

  • મીનાક્ષી તિવારી