Sahiyar

તહેવારોમાં મેકઅપ કરવાની ટિપ્સ

By GS Team
14 Sep 20262 mins read
તહેવારોમાં મેકઅપ કરવાની ટિપ્સ

તહેવારો આવતાં જ ખૂબસૂરત અને ગ્લેમરસ લુકમાટેના પ્રયાસ કરવામાં આવતા હોય છે.મેકઅપને લાંબા સમય સુધી ટકાવી રાખવા યોગ્ય ટિપ્સ અપનાવી જરૂરી છે. પરંતુ ઘણી વખત મેકઅપ કરતી વખતે અજાણતામાં જ થયેલી નાની-નાની ભૂલો પણ લુકને બગાડી દેતું હોય છે. એવામાં ફેસ્ટિવ સીઝનમાં કુદરતી, ગ્લોઇંગ અને પરફેક્ટ લુક ઇચ્છવા માટે મેકઅપ કરતી વખતે થોડી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
યોગ્ય મેકઅપ કરવાની ટિપ્સ
સુંદર અને લાંબા સમય સુધી ટકાવવા માટે યોગ્ય ટિપ્સને અનુસરવાની જરૂર છે.

  • માઇલ્ડ ફેસવોશથી ચહેરો સાફ કરવો
  • ચહેરા પરની ત્વચાના રોમછિદ્રોને બંધ કરવા બરફથી હળવો મસાજ કરવો
  • ત્વચાને નમી આપવા ઊચ્ચગુણવક્તાયુક્ત મોઇશ્ચરાઇઝર લગાડવું.
    બેસ મેકઅપ
  • મેકઅપને લાંબા સમય સુધી ચહેરા પર ટકાવવા માટે પ્રાઇમર લગાડવું
  • ત્વચાના રંગના અનુસાર યોગ્ય ફાઉન્ડેશનની પસંદગી કરી ચહેરા અને ગરદન પર લગાડવું.
  • ચહેરા પરના ડાઘ-ધાબા તેમજ આંખની નીચેના કુંડાળા છુપાવવા કન્સીલરનો ઉપયોગ કરવો.
  • બ્યૂટી બ્લેન્ડરને હળવું ભીનું કરીને ધીરે ધીરે ફેલાવવું.
    આઇ અને લિપ મેકઅપ
  • આઇશેડોની પસંદગી હળવા રંગથી કરીને આઉટર કોર્નર ઘેરા રંગની કરવી
  • આંખને ઉઠાવ આપવા માટે આઇલાઇનર અથવા તો કાજળથી પાતળી લાઇન કરવી
  • લિપસ્ટ્કિ લગાડતા પહેલા લિપ લાઇનરથી આકાર આપવો અને પછી લિપસ્ટિક ભરવી.
    મેકઅપ કરતી વખતે થતી ભૂલો
    સ્કિન પ્રેપને નજરઅંદાજ ન કરવું.
    મેકઅપ કરતા પહેલા ચહેરાને સાફ કરીને મોઇશ્ચરાઇઝર લગાડવું. જેથી મેકઅપ સ્મૂધ દેખાય છે અને સ્કિન ડ્રાઇ દેખાતી નથી.
    ફાઉન્ડેશનની પસંદગી
    સ્કિન ટોન કરતાં બહુ હળવા અથવા ઘેરા ફાઉન્ડેશન ચહેરાને કુદરતી લુક આપતા નથી. ફાઉન્ડેશનને જોલાઇન પાસે ટેસ્ટ કરીને પછી જ ઉપયોગ કરવો.
    વધુ પડતુ ફાઉન્ડેશન લગાડવું
    તહેવારોમાં ફુલ-કવરેજ મેકઅપ સારો લાગે છે, પરંતુ જરૂરિયાત કરતાં વધુ પડતું ફાઉનડેશન લગાડવાથી ચહેરો ભદ્દો દેખાય છે.
    મેકઅપને બ્લેન્ડ
    ચહેરા પર મેકઅપ બ્લેન્ડ બરાબર ન થયું હોય તો લુક સારુ લાગવાની બદલે ખરાબ દીસે છે. ફાઉન્ડેશન, કંસીલર અને બ્લશના ગાર્શ પેચ પૂરા લુકને ખરાબ કરી શકે છે જેથી તેને વ્યવસ્થિત બ્લેન્ડ કરવું.
    બ્લશ અને હાઇલાઇટર
    બ્લશ અને હાઇલાઇટરનો ઓવરયુઝ લુકને ખરાબ કરે છે. હળવું બ્લશ અને હાઇલાઇટર ચહેરાને ફ્રેશ લુક આપે છે. જ્યારે વધુ પડતુ બ્લશ લગાડવાથી ચહેરો વધુ પડતો ચમકીલો દીસે છે.
    આઇમેકઅપમાં બેલેન્સ
    જો આંખ પર બોલ્ડ આઇશેડો અથવા ગ્લિટર હોય તો ડાર્ક લિપસ્પિટક લગાડવી નહીં.
    લિપસ્ટિક લગાડવા પૂર્વે
    લિપસ્ટિક લગાડતા પૂર્વે હોઠને મોઇશ્ચરાઇઝ ન કર્યા હોય તો હોઠ ગંદા દીસે છે.
    મેકઅપ સેટ કરવું
    મેકઅપ સેટ કરવાનું ભૂલી જતાં મેકઅપ જલદી ખરાબ થઇજતો હોય છે. લાંબા સમય સુધી મેકઅપ યથાવત રાખવા માટે સેટિંગ પાવડર અથવા સેટિંગ સ્પ્રેનો ઉપયોદ ન કર્યો હોય તો લુક સારુ નથી લાગતું.
  • જયવિકા આશર