ચોમાસામાં આટલી ચીજો હાથવગી રાખજો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હળવો નાસ્તો
તમને વાંચીને નવાઈ લાગતી હશે કે આ લિસ્ટમાં ખાવાનું નામ શું કરે છે? પણ આ સૌથી વધારે અગત્યની વાત છે. ઘણી વખત આપણે વરસાદના ઘોડાપૂરમા એવી જગ્યાએ ફસાઈ જતા હોઈએ છીએ કે ન તો ઘરે પહોંચવાનું શક્ય હોય અને ન તો ભૂખનો કોઈ ઈલાજ. એવા સમયે બૅગમાં સાચવી રાખેલું બિસ્કિટનું એક પૅકેટ, ફ્રૂટ કે ડ્રાયફ્રૂટ્સ જેવો હેલ્ધી સ્નેક કામ આવશે. છેન સારો આઈડિયા! આ સીઝનમાં આમ પણ ભૂખ થોડી વધારે જ લાગે છે.
લૂઝ પાઉડર
મૉન્સૂનમાં મેક-અપનો વપરાશ ખૂબ મર્યાદિત હોવો જોઈએ, કારણ કે ભેજને કારણે સ્કિન તૈલીય દેખાય છે. જે પણ મેક-અપ વાપરો એ વૉટરબેઝ્ડ અને વૉટરપ્રૂફ હોવાને જ આગ્રહ રાખો. હંમેશાં ફ્રેશ અને ઑઈલ-ફ્રી ક્લીન લુક માટે લૂઝ પાઉડર બેગમાં સાથે રાખો. ચહેરો જ્યારે પણ તૈલી લાગે ત્યારે પાઉડર લગાવો. પાઉડર તેલ ચૂસી લેશે અને તમે ફ્રેશ લાગશો.
ટુવાલ
હા આ જરૂરી છે. તમે ભલે છત્રી અને રેઈનકોટથી સંપૂર્ણ ઢંકાયેલા હો, પણ બેગમાં રાખેલો એક નાનકડો ટુવાલ રોજ નહીં તો એ દિવસે કામ આવશે જ્યારે તમે રોડ ક્રોસ કરવા ઊભા હશો અને એક ગાડી ફોર્સમાં આવીને બાજુમાં ભરાયેલા ખાબોચિયાનું ગંદું પાણી તમારા પર ઉડાડીને જતી રહેશે. મોન્સૂનમાં આ દ્રશ્ય સામાન્ય છે એટલે જ પોતાને કોરા અને સાફસૂથરા રાખવા માટે વરસાદમાં એક ટુવાલ હંમેશાં હાથવગો રાખો.
કપડાંની એક્સ્ટ્રા જોડ
આપણા શહેરમા ઝીણો વરસાદ ધોધમારમાં ફેરવાઈ જશે એની ખબર નહીં પડે. એટલે જ આવી સિચુએશન માટે પહેલેથી જ તૈયાર રહો. બેગમાં એકાદ એક્સ્ટ્રા ટૉપ કે ટી-શર્ટ ઓફિસથી બહાર મીટિંગમાં જવાનું થાય ત્યારે કામ લાગશે. ઉપરાંત આ રીતે ભીંજાઈને કોલેજમાં લેક્ચર અટેન્ડ કરવા કરતાં બેગમાં એકસ્ટ્રા ટી-શર્ટ હશે તો તમારી એ ફ્રેશ-લુક પર્સનાલિટી જળવાઈ રહેશે.
સેનિટાઈઝર
વાતાવરણનો ભેજ અને વરસાદનું ભીનું વાતાવરણ જર્મ્સ અને બેક્ટેરિયાને આકર્ષવા માટે ઉત્તમ સીઝન છે. હંમેશા જમવા પહેલાં અને પછી હાથ ધુઓ. વરસાદમાંથી આવ્યા પછી પણ હાથ ધોવાનું રાખો. બેગમાં હંમેશાં સારી કંપનીનું સેનિટાઈઝર રાખો, કારણ કે બધી જ જગ્યાએ હાથ ધોવા માટે પાણીની વ્યવસ્થા શક્ય નથી એટલે કંઈ પણ ખાધા પછી કે વરસાદના પાણીમાં હાથ પલળ્યા પછી સેનિટાઈઝર લગાવો. સેનિટાઈઝર બેક્ટેરિયા અને ઈન્ફેક્શનથી પ્રોટેક્શન આપશે અને હાથ સ્વચ્છ તેમ જ સુગંધિત રાખશે, પણ જરૂરત વગર હાથ ધોવાની આળસે હેન્ડ સેનિટાઈઝર વાપરતાં રહેવું પણ સ્વાસ્થ માટે હાનિકારક નીવડી શકે છે.




