Sahiyar

ચોમાસામાં પગની કાળજી

By GS Team
17 Aug 20262 mins read
ચોમાસામાં પગની કાળજી

ચોમાસામાં ખાબોચિયામાં પગ પડવાથી ત્વચા પર ગંદકી અને ઇન્ફકેશન થવાની તકલીફ થતી હોય છે. તેથી વર્ષાઋતુમાં પગની કાળજી સૌથી વધુ લેવી પડે છે.
યોગ્ય જુતાની પસંદગી
વરસાદમાં ફંગલ ઇન્ફેકશનથી બચવા માટે યોગ્ય જોડાની પસંદગી કરવી જોઇએ. ખાબોચિયામાંપગ પડતા હોવાથી ખુલ્લા જોડા પગની ત્વચાને ગંદી કરવાની સાથેસાથે ઇન્ફેકશન પણ લાગતું હોય છે. તેથી વધુ પડતા ઓપન જૂતા પહેરવા જોઇએ ન હીં. તેમજ બંધ જૂતા પહેરવાથી ત્વચાને હવા લાગતી નથી તેમજ પગમાં ગંદુ પાણી ભરાઇ જવાની શક્યતા રહેતી હોય છે. તેથી વરસાદમાં યોગ્ય જૂતાની પસંદગી કરવી જોઇએ.
એન્ટી ફંગલ પાવડર
પગ ભીના થવાથી ફંગલ ઇન્ફેકશનનું જોખમ વધી જતું હોવાથી પગમાં એન્ટી ફંગલ પાવડર અથવા તો એન્ટી ફંગલ ક્રીમ લગાડી શકાય.
નખની સ્વચ્છતા
નખ દ્વારા જ ઇન્ફેકશન ફેલાવાનો ડર હોય ચે. તેથી વર્ષાઋતુમાં નખની સફાઇ પર પૂરતું ધ્યાન આપવું.
પગની મૃતત્વચા દૂરકરવી
પગને એક્સપોલિએટ કરવા જોઇએ. મતલબ કે પગના પંજા પર સ્ક્રબર રગડીને મૃત ત્વચા દૂર કરવી. પગને ગરમ પાણીથી ધોઇને સ્ક્રબ કરવા જેથી તાણ પણ દૂર તાય છે દુખાવો તેમજ સોજામાં રાહત થાય છે.
મોઇશ્ચરાઇઝ કરે
પગને કોરા કરીને તેના પર ઊત્તગુણવક્તાયુક્ત મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાડવું. જેકી પગની ત્વચા ચીરા પડવા, એલર્જી અને મૃ ત્વચા ચેવી તકલીફ દૂર થાય છે.
અઠવાડિયામાં એક વખત ફૂટ સ્પા
વર્ષાઋતુમાં ફૂટ સ્પા અઠવાડિયે એક વખત કરવું જોઇએ. જેથી પગની ત્વચા સ્વચ્છ રહે.
આ માટે સહન કરી શકાય તેવા ગરમ પાણીમાં શેમ્પુના તોડાટીપાં, જાડુ મીઠું બેળળી પગને ૧૦-૧૫ મિનીટ ડુબાડી રાખીને હળવું સ્ક્રબિંગ કરવું અને પગને સ્વચ્છ કપડાથી લુછીને કોરા કરી ક્રીમ લગાડવું.

  • મીનાક્ષી તિવારી