Sahiyar

ખાવ ફાઈબરથી ભરપુર ખાદ્ય પદાર્થો

By GS Team
14 Sep 20262 mins read
ખાવ ફાઈબરથી ભરપુર ખાદ્ય પદાર્થો

ફાઈબરયુક્ત આહાર સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. ફાઈબર એટલે કે રેશા આપણા પાચનતંત્રને સ્વસ્થ રાખીને કબજિયાત દૂર કરે છે. રોજિંદા આહારમાં અધિક ફાઈબર સામેલ કરવા માટે નીચે આપેલા ખાદ્યપદાર્થોનું સેવન કરી શકાય.
ચિયા સીડ્સ
ચિયા સીડ્સમાં ફાઇબર ભરપુર પ્રમાણમાં સમાયેલું હોય છે. પાણીમાં ભીંજવીને ખાવાથી તે મળને નરમ કરે છે જેથી કબજિયાતમાં રાહત થાય છે. ચિયા સીડ્સ પાચનક્રિયા માટે અસરકારક માનવામાં આવે છે.
ઓટ્સ
ઓટ્સમાં સમાયેલ બીટા-ગ્લુકોન નામનો ફાઇબર પાચન માટે ઉત્તમ માનવામાં આવે છે. તેનું સેવન ગટ હેલ્થને સપોર્ટ કરવાનું અને મળ ત્યાગને નિયમિત રાખવામાં સહાયક છે. નિયમિત રીતે ઓટ્સનું સેવન કરવાથી શરીરમાં ફાઈબરની માત્રા બકરાર રહે છે.
રાજમા અને છોલે
રાજમા અને છોલેમાં ફાઈબર ઉપરાંત પ્રોટીન પણ પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. તેના સેવનથી મળની માત્રા વધે છે અને કબજિયાતની તકલીફ દૂર કરે છે. તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે. તેમાં સમાયેલા ફાઈબર આંતરડા માટે લાભકારી હોય છે જે મેટાબોલિક્ષમ (ચયાપચ્યન)ની ક્રિયાને યોગ્ય રાખવામાં મદદ કરે છે.
જમરૂખ
જમરૂખમાં ફાઈબર અને વિટામિન સી ભરપુર પ્રમાણમાં સમાયેલ છે. તેને છાલ સાથે ખાવાથી વધુ ફાયદો થાય છે. તેના સેવનથી પાચનક્રિયા વ્યવસ્થિત કામ કરે છે તેમજ કબજિયાતથી સરળતાથી છુટકારો આપે છે.
નાશપતી
નાશપતીમાં ફાઈબર અને કુદરતી સોર્બિટોલ સમાયેલું હોય છે. જે મળત્યાગને સરળ રાખવામાં અને પેટ સાફ રાખવામાં મદદ કરે છે. ગટ હેલ્થ માટે લાભદાયક હોવાની સાથે સાથે નાસપતી ફાઈબરનો સારો સ્રોત માનવામાં આવે છે.
અલસીના બિયા
અલસીના બિયામાં ફાઈબર અને ઓમેગા-૩ ફેટી એસિડ ભરપુર માત્રામાં સમાયેલા હોય છે. નિયમિત અને સીમિત માત્રામાં એનું સેવન કરવાથી પાચનક્રિયા સારી રહે છે અને કબજિયાતમાં રાહત થાય છે.
લીલા વટાણા
લીલા વટાણામાં ફાઈબર, વિટામિન અને મિનરલ્સનો સારો સ્રોત છે.
તેને આહારમાં સામેલ કરવાથી પાચન સારું થાય છે. તેમજ શરીરને પૂરતા પ્રમાણમાં ફાઈબર મળી રહે છે.
કારેલા
ઉચ્ચ ફાઈબર અને ઓછી કેલરી ધરાવતાં કારેલા એક ઉત્કૃષ્ટ શાક છે. તેમાં ફાઈબર ઉપરાંત વિટામિન સી અને એ પણ પ્રચુર માત્રામાં સમાયેલા છે. તેના સેવનથી શરીરમાં ઘા પડયા હોય તો તેને જલદી રૂઝાવવામાં મદદ કરે છે.
બેરી
સ્ટોબેરી, રાસબેરી તેમજ ક્રેનબેરીમાં ફાઈબરની સાથે સાથે એન્ટિઓક્સિડન્ટથી ભરપુર છે. જે કેન્સર, હૃદયરોગ સહિત ઘણી બીમારીઓથી સુરક્ષિત રાખે છે. તેમજ પાચન દરમિયાન ઉત્પન્ન થનારા મુક્તકણોંની સંખ્યાને ઓછી કરીને શરીરને વિષાક્ત પદાર્થોથી મુક્ત રાખે છે.
ગાજરમાં સમાયેલ ફાઈબર આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને શરીરમાંની વધારાની વસાને ઓછી કરવામાં મદદ કરે છે. ગાજરમાં સમાયેલ વિટામિન એ અને કેરોટિન શરીરમાંના સુગરના પ્રમાણને નિયંત્રિત કરે છે. તેમાં સમાયેલ કેલ્શિયમ હાડકાને સ્વસ્થ રાખે છે.
અંજીર
અંજીર ફાઈબરથી ભરપુર હોય છે. તેમજ તેમાં પોટેશિયમ અને કેલ્શિયમ પણ પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. તેનું સેવન હાડકાના ધનત્યમાં સુધાર કરે છે. અંજીરને રાતના પલાળીને સવારે ખાવાથી તે પાચન સુધારે છે તેમજ કિડનીમાંની પથરીને રોકવામાં મદદ કરે છે.