Sahiyar

સાંભળવાની તકલીફ પ્રત્યે બેપરવા ન બનો

By GS Team
24 Aug 20261 min read
સાંભળવાની તકલીફ પ્રત્યે બેપરવા ન બનો

રેસ્ટોરાં કે ભરચક રૂમમાં થતી વાતચીત સાંભળવામાં તકલીફ થાય છે? તમારે અન્યોને વારંવાર ફરી બોલવાની વિનંતી કરવી પડે છે? વકતાની દિશામાં તમારે એક કાન ધરીને સાંભળવું પડે છે? ફોન પર વાત કરતી વખતે તમને સાંભળવાની તકલીફ થાય છે? તમને હંમેશા લાગે છે કે લોકો ગણગણે છે અથવા સરખી રીતે વાત નથી કરતા? નાના- બાળકોનો અવાજ સાંભળવામાં પણ તકલીફ પડે છે? કાનમાં એકસરખો કંઈક અવાજ આવે છે? આમાંના કોઈપણ પ્રશ્નનો જવાબ 'હા'માં આવે તો તમારે કાનના ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂર છે.
ચાર પ્રકારના શ્રવણયંત્ર આવે છે. કાનની પાછળ ફીટ બેસે તેવું શ્રવણયંત્ર આવે છે અને એક નળી દ્વારા કાનના કાણામાં અવાજ જાય છે. તેની અંદર મોટી બેટરી હોવાથી લાંબો સમય ચાલે છે. બીજું શ્રવણયંત્ર કાનમાં બેસાડવાનું આવે છે. આ શ્રવણયંત્ર કાનમાં દેખાતું પણ નથી અને એટલું મોંઘું પણ નથી હોતું.
કાનના કેનલના માપનું આ શ્રવણયંત્ર નાના કદનું કાનના કાણામાં ફીટ બેસી જાય તેવું હોય છે અને ચોથા પ્રકારનું શ્રવણયંત્ર એકદમ કાનના કાણામાં અંદર ફીટ બેસે તેવું નાનું હોય છે. બધા જ આ પ્રકારના શ્રવણયંત્રને ન પહેરી શકે. ક્યા પ્રકારનું શ્રવણયંત્ર લેવું તે માટે ડોક્ટરનો સંપર્ક કરવો.