સંકડાશમાં પણ મોકળાશ લાગે એ રીતે ઘર સજાવો

ઘરનું ક્ષેત્રફળ જ્યાં સતત ઓછું થતું રહ્યું છે ત્યાં ઘરનો સામાન સતત વધતો રહે છે.
ઘરમાં વાટવાના પથ્થરની જગ્યા મિક્સીએ, બાથરૂમમાં ધોવાતાં કપડાં હવે વોશિંગ મશીનમાં, ભણવા માટે ટેબલ, કોમ્પ્યુટરનું અલગ ટેબલ. અર્થાત્ દૈનિક જીવનમાં દરેક જાતની જરૂરિયાત થઈ ગઈ છે. પહેલાંની જેમ ના તો લોકો 'સિમ્પલ લિવિંગ હાઈ થિંકિંગ' ને માનનારા રહ્યા અને ન ઘરમાં માત્ર જરૂરિયાત પૂરતો સામાન રાખવા વાળા રહ્યા.
ઈન્ટિરિયર ડેકોરેટર અંશુલનું કહેવું છે, આપણા લોકોની લાઈફમાં એટલી ભાગદોડ થઈ ગઈ છે કે દરેક માણસ પોતાના જીવનને વધારે ને વધારે કમ્ફર્ટેબલ બનાવવા ઈચ્છે છે.
આ એનું જ પરિણામ છે કે ઘરનું યંત્રીકરણ થઈ ગયું છે. અર્થાત્ જે કામ પહેલાં હાથથી થતાં તે હવે મશીનોથી થવા લાગ્યા છે.
એક બાજુ જ્યાં ઘરનું યંત્રીકરણ થઈ રહ્યું છે, ત્યાં બીજી બાજુ ઉદારીકરણના પવનને કારણે લોકો પર પૈસા વરસવા શરૂ થઈ ગયા છે, જેથી આવાં મશીનો ખરીદવાની તેમની ક્ષમતા વધી રહી છે. ત્રીજી બાજુ પ્રોપર્ટીનાં પૈસા વસ્તી વધારાને કારણે વધી રહ્યા છે. પ્રોપર્ટીના પણ સતત વધતી કિંમતને કારણે જ ઘરનું ક્ષેત્રફળ ઘટી રહ્યું છે.
હવે તો ઘરના 'હોમ મિનિસ્ટર' આ મશીનોનો મોહ ત્યાગી નથી શકતા, કારણ કે તે તેમના જીવને સરળ બનાવી રહ્યાં છે. એક સત્ય એ પણ છે કે ઘરમાં મોટાથી લઈને બાળકો સુધીનાની જરૂરિયાતો વધી છે, જેના કારણે ગરનો પણ સામાન પણ વધ્યો છે.
અમદાવાદની એક ખાનગી સ્કૂલનાં શિક્ષિકા સાક્ષી કહે છે કે, મારા ઘરમાં સામાન સતત વધી રહ્યો છે અને આજે સ્થિતિ એવી થઈ છે કે કોઈપણ સામાન લાવતાં પહેલાં ૧૦ વાર વિચારવું પડે છે કે મૂકીશું ક્યાં?
સારી વ્યવસ્થા
વાસ્તવમાં, સામાન્યથી લદાયેલું ઘર જોવામાં સારું નથી લાગતું. સાથે જ ઘરમાં ફ્રી મૂવમેન્ટ પણ અવરોધાય છે. આ મુશ્કેલીથી બચવા માટેનો એક રસ્તો એ છે કે ઘરને સારી રીતે મેનેજ કરવામાં આવે અર્થાત્ શ્રેષ્ઠ ઈન્ટિરિયલ ડિઝાઈનિંગ કરવામાં આવે જેથી ઘર સ્પેશિયલ લાગે. અમે તમને એવી જ થોડી રીતો બતાવીએ છીએ, જેનાથી તમારું ઘર સ્પેશિયસ, ખૂબસુરત અને સુરક્ષિત દેખાશે.
- બારી ઘરની એવી બાજુના ખૂલે જ્યાં અવરજવર વધારે રહેતી હોય. જો આ સંભવ હોય તો બારીની નીચે કોઈ ટેબલ વગેરે મૂકો. આથી સ્પેશનો સારો ઉપયોગ થાય. ટેબલ પર કામ કરનારને સારું અજવાળું મળશે અને ખુલ્લી બારી કોઈને વાગવાની બીક પણ નહીં રહે.
- ફર્નિચર પોતાના ઘર અને રૂમના ક્ષેત્રફળના હિસાબથી જ લાવો. વજનદાર ફર્નિચરના લાવો. આ વધારે સ્પેશ રોકે જ છે સાથે રૂમ બહુ વધારે ભર્યો ભર્યો પણ લાગે છે. સાફસફાઈમાં પણ મુશ્કેલી પડે છે.
- બારીઓ મોટી મોટી અને ભવ્ય લાગે એ માટે તેમાં હલકી પેનલ લગાડો. જેની લંબાઈ બારી ઉપરથી શરૂ થઈને ફર્શને સ્પર્શતી હોય.
- બારીઓની વીજળીનું બિલ ઓછું કરવા માટે પણ ઉપયોગ કરી શકાય છે. ડ્રેપ્સનો ઉપયોગ બહુ પહેલાંથી થતો આવ્યો છે. જેનો સૌથી મોટો ફાયદો એ છે કે ઠંડીની મોસમમાં તે તડકાને બહાર જતાં રોકે છે જેનાથી રૂમ ગરમ રહે છે. ડ્રેપ્સ ઉપરાંત રોલર શેડ્સ ઈંસુલેટિંગ શર્ટ્સ, પેનલ્સનો ઉપયોગ પણ કરી શકાય છે.
સિમ્પલ લુક - ઘરમાં વધારે કબાટો બનાવડાવવા જેથી સામાન આમતેમ અસ્તવ્યસ્ત ન રહે. એ પણ ધ્યાન રાખો કે કબાટો ઊંડા હોય અને દીવાલમાં એક જ બાજુ હોય.
- ટેબલ અને કેબિનેટને દરવાજાની આસપાસ રાખવા કરતાં કોી બીજી જગ્યાએ વ્યવસ્થિત મૂકો. એવું કરવાથી કોઈને વાગવાની સંભાવના નથી રહેતી.
- જો તમારું ઘર બહુ નાનું હોય તો તેમાં બહુ વધારે પ્રયોગ ન કરો. ઘરના લુક સિમ્પલ રાખો. આ તમારા ઘરને શ્રેષ્ઠ સ્પેશિયસ લુક આપશે.
સૌથી જરૂરી વાત એ છે કે વસ્તુઓને વ્યવસ્થિત અડધી સમસ્યાઓનુ ંનિરાકરણ છે.
ઘર એવી જગ્યા છે જ્યાં જતાં જ મનને શાંતિનો અનુભવ થાય. પોતાના ઘરને સ્પેશિયસ બનાવીને તમને ઘરમાં ઘણી માનસિક શાંતિ મળશે અને સાથે જ એ અહેસાસ પણ થશૈે કે મારું ઘર સૌથી પ્યારું છે.




