Sahiyar

દાવત : પાર્ટી પસંદ વાનગીઓ

By GS Team
10 Aug 20264 mins read
દાવત : પાર્ટી પસંદ વાનગીઓ

ચટપટી પકોડી
સામગ્રી : ૪ બ્રેડ સ્લાઈસ, ૧ ૧/૨ કપ છીણેલું પનીર, ૧/૪ ડુંગળી સમારેલી, ૧/૨ ચમચી કાળાં મરી પીસેલાં, ૨ ચીઝ ક્યુબ્સ, ૧/૨ ચમચી મીઠું, માખણ જરૂર મુજબ.
રીત : પનીર, ડુંગળી અને કાળાં મરી મિક્સ કરો. ઓવન પહેલાં બરાબર ગરમ કરો અને પછી ગેસ ધીમો કરો. થોડું માખણ લગાવો. તૈયાર મિશ્રણ સરખી માત્રામાં પાથરો. ૧/૨-૧/૨ ચીઝ ક્યૂબ છીણીને સ્લાઈસને જાળીના રેક પર મૂકો અને ક્રિસ્પ થાય ત્યાં સુધી ગ્રીલ કરો. મીઠું ભભરાવી સોસની સાથે પીરસો.

લવલી લવ
સામગ્રી : ૨ સફરજન, ૨ કાકડી, ૫-૬ ટામેટાં, ૧ ચમચી ચાટ મસાલો, ૧/૨ ચમચી સંચળ, ૧/૪ ચમચી મીઠું, ૧/૨ ચમચી કાળાં મરી પીસેલાં, ટુકડા કરેલો બરફ, કોથમીર, ફુદીનાના પાન.
રીત : સફરજન કાપી બી કાઢી લો. નાના નાના ટુકડા સમારો. કાકડીની છાલ ઉતારી છીણી લો. ટામેટાના નાના ટુકડા કરો. મિક્સર જારમાં સમારેલી સામગ્રી નાખી ૧/૨ ગ્લાસ પાણી નાખી ઝીણું પીસી લો. સંચળ, મીઠું, કાળા મરી, ચાટ મસાલો નાખી મિક્સ કરો. ગ્લાસમાં ટુકડા કરેલો બરફ નાખી ઉપરથી પ્રવાહી ભરો. કોથમીર અને ફુદીનાના પાનથી સજાવી લવલી લવ પીરસો.

વટાણા દહીંવડા
સામગ્રી : ૨ વાટકી પલાળીને વાટેલી અડદની દાળ, ૨ લીલાં મરચાં ઝીણા સમારેલાં, ૧ ચમચો કોથમીર, ઝીણી સમારેલી, ચપટી હિંગ, ચપટી જીરું, ૧ ૧/૨ ચમચી મીઠું, ૧ ચમચી લાલ મરચું પીસેલું, ૧/૪ ચમચી હળદર, ૧/૨ કપ વટાણા, ૧ ચમચી પીસેલું આદું સાથે રાખવાની સામગ્રી : દહીં, સૂંઠ, ધાણાની ચટણી.
રીત : પેનમાં ૧ ચમચી તેલ ગરમ કરો. જીરાનો વઘાર કરી વટાણા નાખો. ૧/૪ ચમચી હળદર, ૧/૪ ચમચી મીઠું, અને લાલ મરચું નાખી સાંતળો. થોડું પાણી નાખી વટાણા ચઢવા દો અને ઠંડુ થવા દો. દાળમાં હિંગ, ૧/૨ ચમચી મીઠું અને પીસેલું આદું નાખી દાળ બરાબર ફીણી લો. તેલ ગરમ કરો. એક ચમચામાં પીસેલી અડદની દાળ લઈ વચ્ચે વટાણાનો માવો ભરો. થોડી દાળ ઉપર મૂકી ગરમ તેલમાં ધીમેથી મૂકો. આ રીતે બધાં વડાં વટાણા ભરીને તળી લો. એક વાટકી દહીંમાં થોડું પાણી અને ૧/૪ ચમચી મીઠું નાખી વલોવી નાખો. વડાં પીરસવાની પ્લેટમાં મૂકી પાતળું દહીં ઉપરથી નાખો. સૂંઠ, લીલી ચટણી, લીલાં મરચાં, કોથમીર ભભરાવી મનગમતી સામગ્રીથી સજાવીને પીરસો.

ઉત્તપમ સેન્ડવીચ
સામગ્રી : ૨૫૦ ગ્રામ પનીર સ્લેબ, ૧/૨ કપ અડદની દાળ, ૧ કપ ચોખા, ૩/૪ ચમચી મીઠું. ધાણા અને ફુદીનાની ચટણી, સેલડ, તળવા માટે તેલ, ચાટ મસાલો, કાળાં મરી વાટેલા.
રીત : દાળ અને ચોખા સાફ કરીને ધોઈને આખી રાત પલાળી રાખો. સવારે પાણી નિતારી પીસી લો. મીઠું. નાખી ઘટ્ટ ખીરું બનાવો. ઢાંકીને આથો આવવા મૂકો. છ-સાત કલાક પછી ઢાંકણું ખોલી હલાવી એકરસ કરી દો.
તવા ઉપર તેલ કે ઘી ચોપડી પાણીનો છંટકાવ કરી તવો તૈયાર કરો. ખીરામાંથી મોટો ચમચો ભરી તવા પર પાથરો.
ૉ કિનારી પર થોડું થોડું તેલ નાખી લાઈટ ગુલાબી શેકી લો. પછી બીજી તરફ ફેરવો.
ત્રિકોણ આકારમાં વાળો. આ જ રીતે બાકીનાં ઉત્તપમ પણ બનાવો. પનીરના ચોરસ ટુકડા કરો. એની પર ચાટ મસાલો અને કાળાં મરી ભભરાવો. દરેક ત્રિકોણમાં ઉત્તપમમાં પનીર સ્લેબ મૂકી સેન્ડવીચ બનાવો. ધાણાની ચટણી અને સલાડ સાથે પીરસો.

ગ્રિલ્ડ ચીઝ ટોસ્ટ
સામગ્રી : ૨ વાટકી મગની દાળ ફોતરાં વગરની, ૫-૬ લીલા મરચાં સમારેલા, ૧ ચમચી સમારેલી કોથમીર, ૧/૨ ચમચી છીણેલું આદું, ૧/૪ છીણેલું આદું, ૧/૪ ચમચી હિંગ, ૧-મચી મીઠું અને લાલ મરચું પીસેલું , ૧ ચમચી ચાટ મસાલો, તળવા માટે તેલ.
ચટણીની સામગ્રી : ૧ કપ સમારેલી કોથમીર, ૬-૭ લીલાં મરચાં, ૧/૪ સમારેલો ફુદીનો, ૧૧/૨ ચમચી જીરું, ૧/૨ ચમચી મીઠું. ૧ ચમચી આમચૂર પાઉડર અથવા ૧/૨ કાચી કેરી.
રીત : દાળને મિક્સ અથવા પથ્થર પર હિંગ, આદું નાખી અધકચરી પીસી લો. સમારેલા લીલાં મરચાં, કોથમીર, ચાટ મસાલો અને લાલ મરચું નાખી મિક્સ કરો. તેલ ગરમ કરી મનગમતા આકારની પકોડી તળી બ્રાઉન પેપર પર મૂકો.ચટણીની સામગ્રી મિક્સ કરી મિક્સર અથવા પથ્થર પર વાટી લો. ગરમાગરમ પકોડીઓ ચટણીમાં રગદોળો. જો ગમે તો ઉપરથી છીણેલા મૂળા, દાડમના દાણા, સમારેલી કોથમીર અને નમકીન નાખી પીરસો.

ચાટ સરપ્રાઈઝ
સામગ્રી : ૨ ઈડલી, ૨ વડાં, ૧ ચમચી સમારેલી કોથમીર, ૨-૩ લીલા મરચાં સમારેલાં, ૧/૨ વાટકી કોથમીરની ચટણી, ૧/૨ આંબલીની સૂંઠ ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી પીસેલું લાલ મરચું, ૧ ચમચી ચાટ મસાલો.
રીત : ઈડલી અને વડાંના મનગમતા આકારમાં ટુકડા કરો. એમાં કોથમીરની ચટણી, સૂંઠ, બધા મસાલા સમારેલી કોથમીર અને સમારેલાં લીલાં મરચાં નાખી બરાબર મિક્સ કરો. એમાં તાજાં દાડમના દાણા, શેકેલી અથવા તળેલી મગફળી, ફરસાણ વગેરે નાખી રંગીન બનાવી પીરસો.

  • હિમાની