દાવત : જીભનો ટેસડો પૂરો કરતી જાતજાતની કરી

મલાઈ કોફ્તા કરી
સામગ્રી : ૫૦૦ ગ્રામ બટાટા, ૨૫૦ ગ્રામ વટાણા, ૧૦૦ ગ્રામ ફણસી, ૫૦ ગ્રામ કાજુના ટુકડા, ૨૫ ગ્રામ દ્રાક્ષ, ૧ ચમચી શાકનો ગરમ મસાલો. ૦।। કપ દૂધની મલાઈ, મીઠું, ૧ કપ મેંદાનું ખીરું, તેલ, ૧ ચમચી ચાટનો મસાલો.
રીત : કરી : ૪૦૦ ગ્રામ ટમેટાં, ૨ કાંદા, ૨ ચમચા ઘી, ૩ કપ પાણી, ૬ એલચી, ૩ ટુકડા તજ, પાંચ લવિંગનો ભૂક્કો, ૧૦૦ ગ્રામ ક્રીમ, ૧ કપ દૂધ, ૧ ચમચો કોર્નફ્લોર, મીઠું, થોડો કોફ્તાનો માવો.
મસાલાની પેસ્ટ : ૧ ચમચી ધાણા, ૧ ચમચી જીરું, ૦।। કપ ફૂદનો, ૧ ટુકડો આદુ, ૫ લીલા મરચાં બધું વાટી ચટણી બનાવવી.
કોેફ્તા : બટાટાને બાફી છાલ કાઢી છૂંદી નાંખવા. તેમાં બાફેલા વટાણા અને ફણસી છૂંદીને નાંખવા. બધો મસાલો તથા મલાઈ નાંખી નાના ગોળ કોફ્તા બનાવવા. થોેડા બટાટાનો મસાલો કરી માટે બાજુ ઉપર રાખવો.
મેંેદામાં પાણી તથા મીઠું નાખી ખીરું કરવું અને કોેફ્તા મેંદાના ખીરામાં બોેળી ગરમ કરી તેલમાં તળી બાજુ પર રાખવા. ટમેટાનો પલ્પ તૈયાર કરવો. કાંદા ઘીમાં સાંતળી વાટેલી પેસ્ટ નાખવી. ઘી છૂટું પડે એટલે ટમેટાનો પલ્પ નાખવો.
મીઠું નાંખી પાંચ મિનિટ ધીમા તાપે ઉકાળવું, તજ એલચીનો ભૂકો નાંખી ઉતારી બાજુ પર રાખવું.કરીને પીરસતી વખતે ગરમ કરી દૂધનું ક્રીમ નાખવું. અને બાઉલમાં કોફતા ગોઠવી તેના ઉપર ક્રીમ નાખેલી ગરમ કરી રેડવી.
શેકેલા સીંગદાણાની કરી
સામગ્રી : ૫૦૦ ગ્રામ વટાણા, ૦।। કપ બારીક કોથમીર, ૧ ચપટી હીંગ, ૩ ચમચા સાકર, ૪ કપ પાણી, ૧ કપ પાણી, ૪ લીલા મરચાં, ૧ ટુકડો આદુ, ૧ ચમચોે ઘી, ૧ ચમચી જીરુ લાલ મરચું અને પ્રમાણસર મીઠું, ૦।। કપ આમલી.
વાટવા માટે : ૧ કપ શેકેલા સીંગદાણાના ફોતરા કાઢવા. ૦।। કપ ચોખાને પાણીમાં પલાળવા. ૧૦૦ ગ્રામ કોપરુ છીણવું બધું ભેગું કરી વટાવી પેસ્ટ તૈયાર કરવી.
રીત : વટાણાને સોેડાના પાણીમાં બાફી, ચારણીમાં નિતારી બાજુ પર રાખવા. લીલા મરચાં બારીક કાપવાં. આમલીને પાણીમાં ૧ કલાક પલાળવી. ઘી ગરમ કરવું હીંગ અને જીરું નાખવું, જીરુ બદામી રંગનું થાય પછી પેસ્ટ નાંખી હલાવવું, લાલ મરચું નાંખવું.
આમલી નિચોવી તેનું પાણી નાંખવું. બાકીનું ૪ કપ પાણી મીઠું, સાકર, અને લીલા મરચાં કાપેલા નાંખવા.
બરાબર ઉકળે પછી બાફેલા વટાણામાં નાંખી બે થી ત્રણ મિનિટ ગેસ પર ઉકાળવું. પીરસતી વખતે ગરમ કરીમાં કોેથમીર છાંટવી.
આ કરીમાં વટાણા ન મળતાં હોેય ત્યારે બાફેલા ફણસી અને ગાજર ૩૦૦ ગ્રામ નાંખવા. સીંગદાણાને બદલે કાજું અગર બદામ વાપરી શકાય. આ ખાવામાં ઘણી જ સ્વાદિષ્ટ લાગે છે.
સ્ટફ પનીર કરી
સામગ્રી : સામગ્રી : ૨૫૦ ગ્રામ પનીર, ૩૦૦ ગ્રામ ટમેટા, ૧૦૦ ગ્રામ બાફેલા બટેટાનો છૂંદો, ૧૦૦ ગ્રામ કાંદા, ૦।। કપ બારીક કરેલી કોથમીર, લીલા મરચાં, ઘી, લસણ, મીઠું, ૧૨ કળી લસણ, ૩ ચમચા મેંદો, ૧ ટુકડો આદુ, ૦।। ચમચી જીરું, ૧ ચમચો ધાણી-જીરુ, મીઠું, પનીર, સાકર, ૧ ચમચો કોર્નફ્લોર, લાલ મરચું, હળદર ૧ કપ ફૂદનો અને કોથમીરની વાટેલી ચટણી.
રીત : પનીરના લંબચોેરસ પાતળા ટુકડા કરવા. કાંદા, આદુ, મરચાં, લસણ ભેગા કરી ચટણી વાટવી, કોથમીર અને ફુદીનાની ચટણી મીઠું અને બટાટાના છુંદાને ભેગો કરવો. પનીરના બે ટુકડા લેવા. વચમાં બટાટાનું પૂરણ મૂકી સેન્ડવીચ કરવી. મેંદામાં પાણી નાંખી પાતળું ખીરું કરવું. તૈયાર કરેલા પનીર સેન્ડવીચ તેમાં બોળી તળી લેવાં. બટેટાનો વધેલો માવો.
કરીમાં નાંખવો, ઘી ગરમ કરી, વાટેલી ચટણી સાંતળી બધો મસાલો નાંખી હલાવવું. બટેટાનો વધેલો માવો નાંખી હલાવી ટમેટાનો પલ્પ નાંખવો. ૩ કપ પાણીમાં કોર્નફ્લોર હલાવીને નાંખવું. ઉકળે પછી તળેલા પનીર સેન્ડવીચ મૂકી પાંચ મિનિટ ઉકાળવું. કોથમીર નાંખી આપવું.
સીંધી ટેમેટો કરી
સામગ્રી : ૫૦૦ ગ્રામ ટમેટા, ૨૫૦ ગ્રામ બટાટા, ૧૦૦ ગ્રામ ભીંડા, ૧૦૦ ગ્રામ રીંગણ, ૧૦૦ ગ્રામ ગવાર, ૧૦૦ ગ્રામ સૂરણ, ૨ સરગવાની સીંગ, ૧૨૫ ગ્રામ ચણાનો લોટ, લીલા મરચાં, તેલ, મીઠું, રાઈ, લાલમરચું, જીરું, હળદર, ૬ કોકમ,૧ કપ કોેથમીર
રીત : ટમેટાના ટુકડાં કરવા. પાણી નાખી પ્રેશરકૂકરમાં મૂકવા. એ બે સીધી વાગે પછી ગેસ બંધ કરવો. કુકર ઠંડુ થાય પછી ટમેટાનો સૂપ કરવો. બટાટા, લીલા મરચાં, રીંગણ, સીંગ, સૂરણ અને ગુવારના ટુકડા કરવા. ડીચકા કાઢી ભીડાને તળી લેવા. ત્રણ ચમચા તેલ ગરમ કરવું.
રાઈ અને જીરું નાંખવા ચણાનો લોટ નાખી ધીમા તાપે બદામી રંગનો રંગનો શેકવોે. નીચે ઉતારી ટામેટાનો સૂપ નાખી હલાવવું. સંચો ફેરવવો. પાછું ગરમ મૂકવું. ઉકળવા આવે ત્યારે બધો મસાલો અને ભીંડા સિવાયના શાક નાંખવા. થોડું પાણી નાખવું. શાક સીજે પછી કોકમ નાખવા. પાંચ મિનિટ ઉકાળવું. કોેથમીર અને ભીંડા નાખી હલાવી સર્વ કરવી.
કચ્છી કઢી
સામગ્રી : તુવેરની દાળનું જાડું ઓસામણ, ઘી, રાઈ, જીરું, મેથી, હિંગ, ફણસી, વટાણા, કેળા, બે લીલા મરચાં, મીઠું, આદુ મરચાં, સરગવાની શીંગ, છાશ, લીમડો, હળદર, મૂળા, બટાકા.
રીત : ચાર વાટકા છાશ હોય તો બે વાટકા દાળનું જાડું ઓસામણ લેવું. છાશ પાતળી ન જોેઈએ. તેમ જ બહુ ઘટ્ટ ન જોઈએ. તેમાં પ્રમાણસર મીઠું, આદુૃ-મરચાં, ચપટી હળદર, આદુના નાના ટુકડા અને મીઠો લીમડો નાંખવા, પછી ઘી, રાઈ, જીરું, મેથી તથા લીલા મરચાંના મોટા ટુકડા અને મીઠા લીમડાનો વઘાર કરી ઉકળવા મૂકવી. તેમાં મૂળાકાકડી, બટાટા, સીંગ વગેરે જુદાં બાફીને નાખવા અને ઉભરો આવે પછી કેળા નાખવા. આ બધા જ શાક જોઈએ એવું નથી. એમાંથી થોડા હોય તો પણ ચાલે. કચ્છી કઢીમાં ચણાના લોટને બદલે દાળનું ઓસામણ જ વાપરવું.
નવરત્ન કરી
સામગ્રી : ૫૦ ગ્રામ કોબી ફ્લાવર, ૪૦૦ ગ્રામ વટાણા, ૧૦૦ ગ્રામ ફણસી, ૧૦૦ ગ્રામ ગાજર, ૨૦૦ ગ્રામ બટાટા, ૨૫૦ ગ્રામ ટામેટા, સાકર, તેલ, મીઠું, ૧ કેપ્સીકમ, પાતળી સળીઓ,૧૦૦ ગ્રામ દૂધનું ક્રીમ, ૧ નાનું ટીન પાઈનેપલ સ્લાઈસ, ૧ સફરજન, ૫૦ ગ્રામ દ્રાક્ષ, ૧૦૦ ગ્રામ કાજુ, ઘી, ૦।। કપ મોળું દહીં, ૧।। કપ દૂધ, ૧ ચમચી માખણ, ૧ ચમચો કોર્નફ્લોર, ૧ લીટર દૂધના પનીરના ટુકડા.
વાટવાનો મસાલો : ૫ લીલાં મરચાં, ૧ ચમચો શાહજીરું, ૧ ચમચો ખસખસ ૧ ટુકડો આદુ
રીત : ૧ ચમચો ધાણા, ૨૦ પાન ફુદીનાનાં આ બધાને વાટી મસાલો તૈયાર કરવો.
ફણસી અને ગાજરને બારીક સમારીને તથા વટાણાને ફોલીને સોડાના પાણીમાં બાફી ચારણીમાં નિતારવા.
બાફેલા બટાટાના ટુકડા ધોયેલા ફ્લાવરના નાના ટુકડા મરચાંની, પનીરના ટુકડાં અને અડધા કાજુના ટુકડા તળવા. બાકીના કાજુનો ભૂકો કરવોે.
ચેરીને વચમાંથી કાપવી. સફરજનનાં ટુકડા કરી લીંબુ નીચોવવું. પાઈનેપલના ટુકડા કરવા.
ટમેટાના ગરમ પાણીમાં રાખી છાલ કાઢી બારીક સમારવા ઘી ગરમ મૂકવું. તેમાં વાટેલો મસાલો સાંતળવો.
ટમેટાં નાંખવા કાજુનો ભૂકો નાંખી પાણી નાખવું. તળેવા અને બાફેલા શાક નાંખવા. કોર્નફ્લોર હલાવી તેમાં ઉમેરવું.
પાઈનેપલ, દ્રાક્ષ, સફરજન, અને કાજુના ટુકડા નાંખવા. બે ઉભરા આવે એટલે નીચે ઉતારી, માખણ અને મીઠું નાખવા.
પીરસતી વખતે ગરમ શાકમાં દૂધનું ક્રીમ નાંખવું. બાઉલમાં મૂકી ઉપર વરખ પાથરવો.
- હિમાની









