Sahiyar
મૂંઝવણ
By GS Team
20 Jul 20263 mins read

પિરિયડ્સ કેટલા દિવસના હોય અને ત્યારે સંભોગ કરી શકાય?
કંદમૂળ ખાવાથી સેક્સલાઈફમાં રસ વધે એ વાત સાચી છે?
હું જૈન છું અને કંદમૂળ નથી ખાતો. કદાચ એના માટે મારી સેક્સલાઈફમાં જોઈએ એવો રસ નથી. મારા એક મિત્રે મને સલાહ આપી કે કંદમૂળ ખાવાથી સેક્સલાઈફમાં રસ વધશે. શું આ વાત સાચી છે?
- એક યુવાન (વલસાડ)
- કંદમૂળ વગરનો ખોરાક ઓછો તામસિક હોઈ શકે એવું આપણને લાગે, પણ બટાટા, કંદ અને બીજા કદમૂળો ન ખાવાથી વધતો વાયુ અટકી શકે અને પરિણામે ઈન્દ્રિયના ઉત્થાનમાં જો ઓછપ આવતી હોય તો એ સુધરી શકે. આયુર્વેદ પ્રમાણે જો ઈન્દ્રિયમાં યોગ્ય ઉત્તેજના (કડકપણું) ન આવતું હોય તો ઘણીવાર આયુર્વેદાચાર્યો વાયુવાળો ખોરાક ઓછો ખાવો અથવા ન ખાવો એમ સૂચન કરે છે. વાયુવાળો ખોરાક એટલે બટાટા, કઠોળ (મગ સિવાય), અથાણું, આથેલો ખોરાક (ઈડલી, ઢોસા, ઢોકળાં વગેરે) અને પાપડ. આ વાયુ વધારે એવો ખોરાક છે. જો વ્યક્તિ આ ખોરાક ઓછો લે તો લાંબા ગાળે તેને ઈન્દ્રિયના ઉત્થાનની સમસ્યા ઓછી થાય.
હું ૪૦ વર્ષનો પરિણીત પુરુષ છું, અમારું સુખી લગ્નજીવન છે. મારી પત્ની મારું તેમ જ બાળકનું અને મારા માતાપિતાનું બહુ ધ્યાન રાખે છે. તે ક્યારેય ફરિયાદ કરવાની કોઈ તક આપતી નથી.
મને મુશ્કેલી તેના પિયરના લોકોથી થાય છે. તે લોકોના ખોટા અહંકાર અને દંભી વ્યવહાર કરવાના કારણે મારો શ્વાસ ગુંગળાતો રહે છે. આથી હું મારા સાસરે બહુ ઓછો જાઉં છું. વાર-તહેવારે જ્યારે પણ જાઉં છું ત્યારે તે લોકો એવી કોઈ વાત કરે છે જેનાથી હું વ્યથિત થઈ જાઉં છું. મારી પત્ની તેના ભાઈભાભી અને માતા-પિતા વિરુધ્ધ કાંઈ પણ સાંભળવા માંગતી નથી. હું ઈચ્છતો ન હોવા છતાં ગુસ્સે થઈ જાઉં છું. તેના પિયરના કારણે જ અમારી વચ્ચે ઝઘડો થાય છે. મારે શું કરવું જોઈએ? હું બધી રીતે સાસરીવાળાનો ત્યાગ કરવા ઈચ્છું છું, પરંતુ તે પત્નીને મંજુર નથી. - એક પુરુષ (ગાંધીનગર)
- દરેક વ્યક્તિનો વ્યવહાર અલગ હોય છે અને એવું જરૂરી નથી કે બધા લોકો આપણા માપદંડ મુજબ ખરાં ઊતરે. તમારે તમારી પત્નીનો વિચાર કરીને સંતોષ માનવો જોઈએ કે જેની સાથે તમારે આખી જિંદગી રહેવાનું છે જે એટલી સારી છે કે તેના તરફથી તમને ક્યારેય કોઈ ફરિયાદ નથી.
જો તેના પિયરના લોકોનાં વર્તન માટે તે જવાબદાર નથી. તે પોેતાના પિયરના લોકોને જરૂર સમજાવી શકે છે કે તમારી સાથે તેઓ મર્યાદામાં રહીને વ્યવહાર કરે, પરંતુ ઘરમાં પત્ની સાથે લડવું-ઝઘડવું અથવા ઘરમાં કંકાસ કરવો એ બિલકુલ વાજબી નથી.
પિરિયડ્સ કેટલા દિવસના હોય અને ત્યારે સંભોગ કરી શકાય?
હું ૨૧ વર્ષનો બી.એ.ના ત્રીજા વર્ષમાં ભણતો વિદ્યાર્થી છું, મારા મામાની સાળીએ થોડાં વર્ષ પહેલાં મારી સાથે તેના પ્રેમનો એકરાર કર્યો હતો. મેં તેના પ્રસ્તાવની કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, કારણ કે હું છોકરીઓને મતલબી અને સ્વાર્થી સમજતો હતો. પણ તે છોેકરી મારા પ્રેમને લઈને ખૂબ ગંભીર હતી. એટલે તે પોતાના માટે આવતા લગ્નના પ્રસ્તાવને નકારી દેતી હતી. તે કહેતી હતી તે મારા સિવાય કોઈની સાથે લગ્ન નહીં કરે.
થોડા જ સમય પહેલાં માટે એક સારા સંબંધનું માંગુ આવ્યું હતું. મેં તને તે સંબંધ માટે મનાવી લીધી હતી, પરંતુ તેની સગાઈ નક્કી થયા પછી હું ઘણી બેચેની અનુભવ કરી રહ્યો છું. હવે મને લાગે છે કે હું પણ મનથી તેને પ્યાર કરવા લાગ્યો છું. એટલે તેને પારકી થઈ જવાના વિચાર માત્રથી ગભરાઈ જાઉં છું. મારે શું કરવું જોઈએ? - એક યુવક (બોટાદ)
- ઘણી વખત જ્યારે પ્યાર કરનાર વ્યક્તિ આપણી પાસે હોય છે ત્યારે આપણે તે વ્યક્તિનું મહત્ત્વ આંકી શકતા નથી, પરંતુ જ્યારે તેનાથી છુટા પડવાનું કે દૂર થવાનું આવે છે ત્યારે આપણને તેનો અહેસાસ થાય છે કે તે વ્યક્તિ આપણા માટે કેટલી પ્રિય છે. એવી જ સ્થિતિ તમારી ઊભી થઈ છે. હજુ પણ કાંઈ જ બગડયું નથી. તમે તે છોેકરીને કહી દો કે તે હમણાં લગ્ન માટે ઉતાવળ ના કરે. પહેલાં તમે ભણીને આત્મનિર્ભર થઈ જાઓ પછી તેની સાથે લગ્ન કરજો.
- અનિતા









