Sahiyar

મૂંઝવણ

By GS Team
12 Oct 20264 mins read
મૂંઝવણ
  • ગર્ભ રહ્યા પછી કેટલા ટાઈમ સુધી સેક્સ કરી શકાય? સંભોગ કરવાથી પ્રોબલેમ આવી શકે?

પુરુષે અન્ડરવેર શા માટે પહેરવી જોઈએ? એ પહેરવાના ફાયદા જણાવશો. દેશી વાયેગ્રા લીધા પછી જ્વાળામુખી સળગ્યો હોય એવી એસિડિટી થાય છે, તો એનો ઉપાય શું?
એક યુવક (મુંબઈ)

  • અન્ડરવેર અથવા લંગોટ પહેરવાના ફાયદા એટલા કે તમને વધારે ખાંસી થઈ હોય કે કોઈ વખત વધુ વજન ઊંચકાઈ જાય તો અન્ડરવેર બરાબર ટાઈટ પહેરી હોય તો હર્નિયા જેવી તકલીફ ન થાય. અંડકોશ અને ઇન્દ્રિય એકદમ છૂટાં હોય તો એમના અનાયાસ અથડાવાનો પણ ભય રહે છે, જે કોઈ વખત હાનિકારક નીવડી શકે છે એટલે દિવસે અન્ડરવેર પહેરવી અને રાત્રે સૂતી વખતે કાઢી નાખવી હિતાવહ રહેશે. દેશી વાયેગ્રાથી અને ટાડાલાફિલથી પેટમાં બળતરા થઈ શકે છે. આ બળતરાનું નિવારણ બહુ સહેલાઈથી થઈ શકશે, જેથી તમે દેશી વાયેગ્રાના ફાયદાથી વંચિત નહીં રહો. એ માટે તમારે કેઈએમ હૉસ્પિટલમાં એક વાર જવું પડશે ત્યાં ફ્રી ઈલાજ થાય છે. ફક્ત વીસ જ નવા કેસ દર મહિનાના પહેલા બુધવારે લેવામાં આવે છે એટલે વહેલા પહોંચી જવું હિતાવહ રહેશે.
    મારા શિશ્નનું કદ વધારવા માટે મેં દસમા વર્ષે સુન્નત કરાવી હતી, પરંતુ આજે ૨૦ વર્ષની ઉંમરે મારું શિશ્ન મારી ઉંમરના પ્રમાણમાં ખૂબ નાનું છે. ઉપરાંત હું પાંચ મિનિટ કરતાં વધુ વખત શિશ્નોત્થાન ટકાવી નથી શકતો. ઈલાજ સૂચવશો.
    એક યુવક (કલ્યાણ)
    તમે તમારા ઉત્તેજિત શિશ્નનું કદ નથી જણાવ્યું. જો તમારા શિષ્નની લંબાઈ ઉત્તેજિત અવસ્થામાં પાંચ સેન્ટિમીટર કે એનાથી વધુ હોય તો તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. યોનિની લંબાઈ પંદર સેન્ટિમીટર જેટલી હોય છે અને માત્ર બહારના એક-તૃતિયાંશ ભાગમાં સૌથી વધુ ઉત્તેજના અનુભવી શકાય છે. ઉપરાંત બેથી ત્રણ મિનિટ સુધી શિશ્નોત્થાન ટકાવી શકાય તો પણ એ પૂરતું છે. છેવટે સુન્નતને કારણે ઉત્તેજિત શિષ્નની લંબાઈમાં થતા ફરક પર કશી અસર નથી પડતી.
    ગુદામૈથુન વિશેના એક પ્રશ્ન : જો માણસ પૅસિવ હોય અને તેને હરસ-મસા-ફિશર થયા હોય તો તેનાથી દૂર રહેવું હિતાવહ છે. મારી પત્નીએ પંદર વર્ષ પહેલાં હરસનું ઓપરેશન કરાવ્યું હતું. તો અમે ગુદામૈથુન કરી શકીએ?
    એક પતિ (સુરત)
  • પત્નીને હાલમાં કબજિયાત ન હોય અને ટૉઈલેટ જતી વખતે કોઈ દુખાવો ન થતો હોય તો તમે ગમે તે મૈથુનમાં રાચી શકો છો. કોઈ પણ મૈથુન કરો, પ્રવેશ સહેલાઈથી થવા માટે કોપરેલ તેલ કે કેવાય જેલી જેવાં ચીકણાં દ્રવ્યોનો ઉપયોગ કરવો હિતાવહ રહેશે. વ્યક્તિ ગમે તેનો દરવાજો ખટખટાવી શકે છે, શરત એ કે મીઠો આવકાર મળવો જરૂરી છે.
    મારી ઉંમર ૫૮ વર્ષની છે. ઇન્દ્રિયમાં ઉત્થાન નથી થતું. મને હાઈ બ્લડપ્રેશર ૧૨૫/૮૫ રહે છે એટલે એની દવા લઉં છું. મારે એ જાણવું છે કે હું આ દવા સાથે દેશી વાયેગ્રા લઈ શકું કે બ્લડપ્રેશરને હિસાબે તકલીફ થાય?
    એક પતિ (નડિયાદ)
  • તમે જે દવા લો છો એ થોડીઘણી બદલવાની જરૂર છે. આજના જમાનામાં એવી દવાઓ મોજૂદ છે જેની તમારી કામેચ્છા અને કામશક્તિ પર કોઈ પણ વિપરિત અસર ન પડે. સાથે-સાથે બ્લડપ્રેશર પણ કન્ટ્રોલમાં રહે. આ દવાઓ સાથે તમે દેશી વાયેગ્રા પણ સુખેથી લઈ શકો. તમે જે દવા હમણાં લઈ રહ્યા છો એ નાઇટ્રેટયુક્ત હોવાથી દેશી વાયેગ્રા એની સાથે ન લઈ શકાય.
    ગર્ભ રહ્યા પછી કેટલા ટાઈમ સુધી સેક્સ કરી શકાય? સંભોગ કરવાથી પ્રોબલેમ આવી શકે?
    એક પત્ની (મુંબઈ)
  • ગર્ભ રહ્યા પછી જો સ્ત્રીને તકલીફ ન હોય તો બાળક અવતરે એના કલાક પહેલાં પણ સંભોગ કરી શકાય.
    પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિના : જો સ્ત્રીને હેબિચ્યુઅલ અબોર્શનથી ભૂતકાળમાં ગર્ભ પડી ગયો હોય તો પહેલા ત્રણ મહિના સંભોગ ન કરવો જોઈએ.
    પ્રેગ્નન્સીના બીજા ત્રણ મહિના : જો ગર્ભાશયની કોથળીનું મોઢું ખૂલી ગયું હોય તો સંભોગ ન કરવો જોઈએ.
    પ્રેગ્નન્સી દરમિયાન વ્યક્તિએ એવી રીતે સંભોગ કરવો જોઈએ જેથી પુરુષનું વજન સીધું સ્ત્રીના પેટમાં રહેલા ગર્ભ પર ન આવે એટલે કે સ્ત્રી ઉપર અને પુરુષ નીચે એમ આસન અજમાવી શકો અથવા સાઈડ ટુ સાઈડ પોઝિશન કરી શકો અથવા પુરુષ પાછળથી આવીને યોનિપ્રવેશ કરી શકે.
    આ સમય દરમિયાન ક્યારેય બ્લિડિંગ થાય અથવા દુખાવો થાય તો સંભોગ ન કરવો જોઈએ. જો કોઈ પણ કારણસર ડૉક્ટરે સંભોગ કરવાની ના પાડી હોય તો સ્ત્રીએ હસ્તમૈથુન કે બીજી કોઈ પણ રીતે ચરમસીમા (ઓર્ગેઝમ) પર પહોંચવાનું ટાળવું જોઈએ.
  • અનિતા