Sahiyar
મૂંઝવણ
By GS Team
7 Sep 20263 mins read

- મારા મામાની સાળીએ થોડાં વર્ષ પહેલાં મારી સાથે તેના પ્રેમનો એકરાર કર્યો હતો. મેં તેના પ્રસ્તાવની કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, પણ તે છોકરી મારા પ્રેમને લઈને ખૂબ ગંભીર હતી. એટલે તે પોતાના માટે આવતા લગ્નના પ્રસ્તાવને નકારી દેતી હતી. તે મારા સિવાય કોઈની સાથે લગ્ન નથી કરવા માંગતી..
મારી મૂંઝવણ સત્વરે દૂર કરવા વિનંતી. બે-ત્રણ મહિના પછી મારા લગ્ન થવાના છે. મારી મુશ્કેલી એ છે કે પાંચ વર્ષ પહેલાં હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે એક મોટી ઉંમરના પુરુષે મારી સાથે કામવ્યવહાર આચરેલો. અલબત્ત મારી અનુમતિથી જ. પરંતુ ત્યારબાદ એવું એકેય કર્મ મેં આજ સુધીમાં ફરી ક્યારેય કર્યું નથી. મને એવી ઇચ્છાય થતી નથી. વળી મારી ફિયાન્સી પ્રત્યે મને અપાર સ્નેહ અને આકર્ષણ છે. પણ મને ચિંતા એ વાતની છે કે નાની ઉંમરમાં અજાણતામાં મેં કરેલા સજાતીય કર્મને લીધે મારા લગ્નજીવનમાં કોઇ વિક્ષેપ તો નહીં પડે ને ? હું મારી પત્નીને સંતોષી તો શકીશ ને ?
એક યુવક (નડિયાદ)
- નાની ઉંમરે થતાં આવાં છૂટા છવાયાં હોમોસેક્સ્યુઅલ એપીસોડનું આમ કંઇ ખાસ મહત્વ હોતું નથી. કેટલાક પુરુષો ભૂતકાળમાં આવો એકાદ અનુભવ ધરાવતાં હોવા છતાં તેઓ સમગ્ર જીંદગી પૂર્ણત: વિજાતીય બનીને જ જીવે છે. સામાન્યત: તેઓના લગ્નજીવનમાં કોઇ મોટી ખલેલ પહોંચતી નથી. કિશોરવયે વિકસતી જાતીયતા પ્રયોગાત્મક હોય છે. તેનાં ભાગરૂપે પણ ઘણીવાર કોઇક કિશોર એકાદ જાતીય પ્રયોગ કરી લે છે. જે સીમીત હોય તો ભાવિ માટે ખાસ વાંધાજનક નથી. કોઇેએ સામે ચાલીને આવાં અખતરાં કરવાની જરૂર નથી.પણ જેઓ આપની જેમ એકાદવાર જ આવી સજાતીય સ્થિતિમાં મૂકાઇને એમાંથી પૂર્ણપણે બહાર આવી ગયા હોય તો તેઓએ ડરવાની કોઇ જરૂર નથી. કેમ કે પછી પણ તંદુરસ્ત,આનંદપ્રદ વિજાતીય શરીર સંબંધની શક્યતા અકબંધ રહેતી હોય છે.
કંદમૂળ ખાવાથી સેક્સલાઈફમાં રસ વધે એ વાત સાચી છે?
હું જૈન છું અને કંદમૂળ નથી ખાતો. કદાચ એના માટે મારી સેક્સલાઈફમાં જોઈએ એવો રસ નથી. મારા એક મિત્રે મને સલાહ આપી કે કંદમૂળ ખાવાથી સેક્સલાઈફમાં રસ વધશે. શું આ વાત સાચી છે? - એક યુવાન (વલસાડ)
- કંદમૂળ વગરનો ખોરાક ઓછો તામસિક હોઈ શકે એવું આપણને લાગે, પણ બટાટા, કંદ અને બીજા કદમૂળો ન ખાવાથી વધતો વાયુ અટકી શકે અને પરિણામે ઈન્દ્રિયના ઉત્થાનમાં જો ઓછપ આવતી હોય તો એ સુધરી શકે. આયુર્વેદ પ્રમાણે જો ઈન્દ્રિયમાં યોગ્ય ઉત્તેજના (કડકપણું) ન આવતું હોય તો ઘણીવાર આયુર્વેદાચાર્યો વાયુવાળો ખોરાક ઓછો ખાવો અથવા ન ખાવો એમ સૂચન કરે છે. વાયુવાળો ખોરાક એટલે બટાટા, કઠોળ (મગ સિવાય), અથાણું, આથેલો ખોરાક (ઈડલી, ઢોસા, ઢોકળાં વગેરે) અને પાપડ. આ વાયુ વધારે એવો ખોરાક છે. જો વ્યક્તિ આ ખોરાક ઓછો લે તો લાંબા ગાળે તેને ઈન્દ્રિયના ઉત્થાનની સમસ્યા ઓછી થાય.
હું ૨૧ વર્ષનો બી.એ.ના ત્રીજા વર્ષમાં ભણતો વિદ્યાર્થી છું, મારા મામાની સાળીએ થોડાં વર્ષ પહેલાં મારી સાથે તેના પ્રેમનો એકરાર કર્યો હતો. મેં તેના પ્રસ્તાવની કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, કારણ કે હું છોકરીઓને મતલબી અને સ્વાર્થી સમજતો હતો. પણ તે છોેકરી મારા પ્રેમને લઈને ખૂબ ગંભીર હતી. એટલે તે પોતાના માટે આવતા લગ્નના પ્રસ્તાવને નકારી દેતી હતી. તે કહેતી હતી તે મારા સિવાય કોઈની સાથે લગ્ન નહીં કરે.
થોડા જ સમય પહેલાં માટે એક સારા સંબંધનું માંગુ આવ્યું હતું. મેં તને તે સંબંધ માટે મનાવી લીધી હતી, પરંતુ તેની સગાઈ નક્કી થયા પછી હું ઘણી બેચેની અનુભવ કરી રહ્યો છું. હવે મને લાગે છે કે હું પણ મનથી તેને પ્યાર કરવા લાગ્યો છું. એટલે તેને પારકી થઈ જવાના વિચાર માત્રથી ગભરાઈ જાઉં છું. મારે શું કરવું જોઈએ? - એક યુવક (બોટાદ)
- ઘણી વખત જ્યારે પ્યાર કરનાર વ્યક્તિ આપણી પાસે હોય છે ત્યારે આપણે તે વ્યક્તિનું મહત્ત્વ આંકી શકતા નથી, પરંતુ જ્યારે તેનાથી છુટા પડવાનું કે દૂર થવાનું આવે છે ત્યારે આપણને તેનો અહેસાસ થાય છે કે તે વ્યક્તિ આપણા માટે કેટલી પ્રિય છે. એવી જ સ્થિતિ તમારી ઊભી થઈ છે. હજુ પણ કાંઈ જ બગડયું નથી. તમે તે છોેકરીને કહી દો કે તે હમણાં લગ્ન માટે ઉતાવળ ના કરે. પહેલાં તમે ભણીને આત્મનિર્ભર થઈ જાઓ પછી તેની સાથે લગ્ન કરજો.
- અનિતા




