Sahiyar

મૂંઝવણ

By GS Team
3 Aug 20264 mins read
મૂંઝવણ
  • મને મારી મંગેતર સાથે સંભોગ કરવાનું મન થાય છે, પણ જ્યારે હું તેને સંભોગ કરવાની વાત કરું છું ત્યારે તે કહે છે કે પિરિયડ્સમાં સંભોગ ન કરાય.

પિરિયડ્સ કેટલા દિવસના હોય અને ત્યારે સંભોગ કરી શકાય?
હું ૨૧ વર્ષનો અપરિણીત પુરુષ છું. મારી સગાઈ થઈ ગઈ છે. મને મારી મંગેતર સાથે સંભોગ કરવાનું મન થાય છે, પણ જ્યારે હું તેને સંભોગ કરવાની વાત કરું છું ત્યારે તે કહે છે કે પિરિયડ્સમાં સંભોગ ન કરાય. તો મારે એ જાણવું છે કે પિરિયડ્સ કેટલા દિવસના હોય છે અને એ ક્યારે આવે છે? મારી મંગેતરને પિરિયડ્સ છ દિવસના આવે છે. શું એ શક્ય છે?
એક યુવક (અમદાવાદ)

  • માસિક (પિરિયડ્સ/ મહિનો) દર મહિને ચારથી છ દિવસ માટે આવે છે. પિરિયડ્સ પુખ્ત અવસ્થા અને સ્ત્રીપણાનું નોર્મલ હોર્મોન લેવલનું સૂચન કરે છે.
    પિરિયડ્સ દરમ્યાન જો બંને પક્ષની અનુમતિ હોય તો સંભોગમાં રાચી શકાય, કારણ કે એનું નામ સમભોગ છે એટલે કે સરખો ભાગ. આ વલણ એકપક્ષી ન હોવું જોઈએ.
    ઘણી સ્ત્રીઓને પિરિયડ્સ દરમિયાન અસહ્ય દુખાવો થતો હોય છે. દુખાવાનો કારણે યોગ્ય કામેચ્છા જાગ્રત નથી થતી. જો એવી સમસ્યા હોય તો સંભોગ ન કરવો વધુ ઈચ્છનીય છે. મેડિકલ દ્રષ્ટિએ પિરિયડ્સ દરમ્યાન સંભોગમાં રાચવાથી કોઈ સમસ્યા નથી સર્જાતી.
    હું ૨૪ વર્ષનો યુવાન છું. વરસ પહેલા મારા લગ્ન એક ૧૯ વર્ષની યુવતી સાથે થયા છે. હવે અમને બાળકની ઈચ્છા થયેલ છે. લગ્ન પછી મારી પત્ની માલાડીની ગોળીઓ લેતી હતી તે બંધ કર્યા પછી પણ ગર્ભ નથી રહેતો, તેનું કારણ મને સમજાતું નથી. મને થાય છે કે, મારું અને પત્નીનું ટેસ્ટ કરાવું. તો આપ મહેરબાની કરી એમ.ડી.લેડિઝ ડોક્ટરનું સરનામું આપશો. મારા વીર્યની તપાસ કયાં કરાવવી? ટેસ્ટ માટેની ઓછામાં ઓછી ફી શું થશે? મારી સ્થિતિ આર્થિક રીતે મધ્યમ છે.
    એક યુવક (રાજકોટ)
  • બાળક ઈચ્છતા હોવાથી ડોક્ટરને મળવાની ઈચ્છા યોગ્ય છે. ડોક્ટર સ્ત્રી હોય કે પુરુષ, એમના કાર્યક્ષેત્રમાં કાબેલ હોવા જોઈએ. નજીકની કોઈપણ સરકારી કે મ્યુનિસીપલ હોસ્પિટલમાં સારવાર લેવાથી નજીવા ખર્ચે તપાસ થઈ શકશે. હું ધારું છું કે, સહજ માર્ગદર્શન મળ્યાથી શીઘ્ર સફળતા મળી શકશે. બહુ જ થોડા સમય માટે મૌખિક ગોળીઓ લીધેલી છે. તેનાથી સહેજ પણ આડઅસર થવાની સંભાવના નથી.
    મારી સમસ્યા એ છે કે, મને માસિકમાં ખૂબ જ તકલીફ થાય છે, ૫-૬ મહિના માસિક ટાઈમસર આવે છે અને વળી પાછું બે-અઢી મહિને આવે છે. અત્યારે પણ બે મહિના થયા છે, પણ માસિક નથી આવ્યું. આવું થાય છે ત્યારે મને આત્મહત્યાના વિચાર આવે છે. મને બીજી પણ એક તકલીફ છે. મારા ગુપ્તાંગમાં ક્યારેક ક્યારેક ખૂબ જ ખંજવાળ આવે છે અને તે ભાગ સોજી જાય છે. શું આ હસ્તમૈથુનને લીધે થઈ શકે? હું વીસ વર્ષની અપરીણિત યુવતી છું. મારા કુટુંબમાં બધા રૂઢીચુસ્ત છે, એટલે હું આ તકલીફ કોઈને કહી નથી શકતી. મારી સમસ્યાનો ઉકેલ જલ્દી આપવાની વિનંતી કરું છું.
    એક યુવતી (જસદણ)
  • માસિકની નિયમીતતા 'હોર્મોન' ઉપર નિર્ભર હોય છે. તેના પ્રમાણમાં વધઘટ હોય તો માસિક અનિયમિત બને. સ્ત્રીબીજ ઉત્પન્ન થાય ને ફલિત ન થવાથી ગર્ભાશયમાં બનેલું લોહીનું પડ ખરે ત્યારે માસિક દેખાય. જો દર મહિને સ્ત્રીબીજ છૂટું ના પડતું હોય તો માસિક દર મહિને ન દેખાય. લગ્ન પછી કે સુવાવડ પછી કુદરતી રીતે આ ક્રમમાં ફેરફારો થવાની શક્યતા રહેલી છે. અનિયમિતપણે પણ જો માસિક દેખાતું હોય તો ચિંતા ન કરવી. માસિક દેખાય જ નહીં, તો ચિંતાનો વિષય જરૂર કહેવાય. જેમાં લોહતત્ત્વ વધુ હોય તેવો ખોરાક લેવો, કે પછી લોહતત્ત્વની ગોળીઓ લેવી. શરીરમાં લોહી ઓછું હોવાથી પણ માસિક અનિયમિત આવી શકે. ગુપ્તાંગમાં ખંજવાળ એલર્જીને લીધે થતી હોય તેમ લાગે છે તે માટે એલર્જી વિરોધી ગોળીઓ (એવિલ ૧ રોજ સૂતી વખતે) લેવી બેટનોવેટ કે ઈમીડાઈલ મલમ લગાડવાથી ખંજવાળ મટશે અને સોજો ઓછો થશે. કોઈ લેડી ડોક્ટરની મુલાકાત લેવી. હસ્તમૈથુન બંધ કરવાથી લાભ જણાય, તો તેમ કરવું. પરંતુ આ તકલીફને કારણે આત્મહત્યા કરવા જેવું કશું જ જણાતું નથી.
    મારી ઉંમર ૪૬ વર્ષની છે. મારે ત્રણ બાળકો છે. ત્રણ વર્ષ થયા ગર્ભાશયનું ઓપરેશન કરાવેલ છે. મને રાત્રે ઊંઘ નથી આવતી. આખો દિવસ બેચેની થાય, માથાના વાળ ખરે છે, સફેદ થાય છે, તે માટે માર્ગદર્શન આપો તો ઘણો આભાર. મારું વજન ૪૫ કિલો છે.
    એક ગૃહિણી (અમદાવાદ)
  • આ ઉંમરે 'મેનોપોઝ' આવવાથી શરીરમાં હોર્મોનની ઉણપ થઈ જાય છે. ડોક્ટરને મળી, એમની સારવાર હેઠળ મૌખિક હોર્મોન લેવાથી, આ બધી ફરિયાદ જતી રહેશે અને સારું લાગશે.
  • અનિતા